________________
શ્રી ધર્મ પ્રભસૂરિ
૬૯૯. ભિન્નમાલ નગરમાં શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી લીંબાની પત્ની વિજલદેની કૂખે સ. ૧૭૩૬ માં એમના જન્મ થયા હતા. પટ્ટાવલીમાં એમને પારવાડ જ્ઞાતિના જણાવવામાં આવ્યા છે. પરંતુ અન્ય પ્રમાણેાદ્વારા સિદ્ધ થાય છે કે તેએ પારવાડ જ્ઞાતિના નહીં પરંતુ શ્રીમાલી જ્ઞાતિના જ હતા. ભાવસાગરસૂરિની ગુર્વાવલીમાં તેમને વિશુદ્ધ શ્રીમાલી જ્ઞાતિના કહ્યા છે:
..
તસ પય કમલ વિલાસા અહિવ હંસા વિરુદ્ધ સિરીવસા, સરીસ ધમ્મામે સુભિન્નના માલે કયા વાસે. ૬૫ લાખા વીજલ ઉયરે તેરસ ઈચુતીસ વરસ ધનરા, જાએ તહુ શુયાલે ગિલ્હઈ ચરણ સુગુરુ ચરણા.
૭૦૦. પટ્ટાવલીમાં એમનું મૂળ નામ ધચન્દ્ર દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ભાવસાગરસૂરિ એમનું નામ ધનરાજ આપે છે. ધનરાજે સ. ૧૩૪૧ માં ઝાલેર નગરમાં દેવેન્દ્રસિહસૂરિ પાસે દીક્ષ લીધી અને તેનુ નામ ધમધોષમુનિ રાખવામાં આવ્યું એમ પણ ભાવસાગરસૂરિ જણાવે છે. અલબત્ત, મોટા ભાગના પ્રમાણેા દ્વારા તે! એમનુ દીક્ષાપર્યાયનું નામ ધમ પ્રભમુનિ જ સંભવે છે. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુરાસમાં પણ એજ નામ આપે છે :
યરે,
સિરિ ધમ્મપદ્ધ સૂરિ ગુરુ, લીખા કુલિન વીજલ તેર ગતાલઈ મુનિપરા, ગુણસાઈ જાલરિ હુઉ,
૭૦૧. પટ્ટાવલીમાં ધર્મ પ્રભસૂરિનાં પૂર્વ જીવન વિષે કહેવાયું છે કે એક વખત લીખા શ્રેષ્ઠી વ્યાપારાથે કુટુંબ સહિત જાલેરમાં જઈને વસ્યા. પછી એક સમયે દેવેન્દ્રસિંહસૂરિવિહરતા પોતાના પરિવાર સહિત જાલેરમાં પધાર્યાં. તે વખતે તે નગરના રાજાના લાલવશીય સેવાજી નામના મંત્રીએ મહેાત્સવપૂર્વક તેમને નગરપ્રવેશ કરાવ્યા. સ. ૧૩૫૧ માં દેવેન્દ્રસિંહસૂરિ ત્યાંના સંધના આગ્રહથી જાલેારમાં ચતુર્માસ રહ્યા. તેમની વૈરાગ્યવાહિની, મનેાહર ધ`દેશના સાંભળીને ધમચંદ્રે પોતાનાં માતાપિતાની આજ્ઞા મેળવી, તેમની પાસે જાલેારમાં દીક્ષા લીધી.
ભીન વાલિ અર્કરમ્મુ; તેર દંગતીસહ જમ્મુ. ૭૯ મહિમ મહેાધિ સારું; આચારિજી સુવિચાર ૮૦
૭૦૨. ધ પ્રભસૂરિ પ્રાગ્ધાટ જ્ઞાતિના હતા, તેમનું મૂળ નામ ધર્મચંદ્ર હતું તથા તેમણે સંવત ૧૩૫૧ માં દીક્ષા લીધી વગેરે વાતા મેત્તુંગરના નામે પ્રસિદ્ધ થયેલી ઉક્ત પટ્ટાવલીમાં જણાવવામાં આવી છે તે અવિશ્વસનીય છે. આપણે જોઈ ગયા કે તેએ। શ્રીમાલી જ્ઞાતિના હતા, તેમનું મૂળ નામ ધનરાજ હતું તથા તેમણે સ. ૧૩૪૯ માં દીક્ષા અ'ગીકાર કરી. અન્ય પ્રમાણો પણ અહીં વિવક્ષિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com