________________
શ્રી ધર્મપ્રભસૂરિ
૧પ૯ મળે છે. મુનિ લાખા ગુપટ્ટાવલીમાં સ્પષ્ટ રીતે પાટણને જ ઉલ્લેખ કરે છે, જે સ્વીકાર્ય છે. ડો. કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીના આધારે અણહિલપુર પાટણને ધર્મપ્રભસૂરિના ગચ્છશપદસ્થળ તરીકે સ્વીકારે છે. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં સ્પષ્ટ નોંધે છે : “ગઇનાયક એકતરઈએ, પાણિ પયડ પ્રમાણુ.” કાલિકાચાર્ય કથા :
11. ધર્મપ્રભસૂરિએ સં. ૧૩૮૯ માં ૫૭ પ્રાકૃત ગાથાઓમાં “કાલિકાચાર્ય કથા'ની રચના કરી. એમની આ કૃતિથી ધમપ્રભસૂરિનું નામ ઠેઠ યુરોપ અને અમેરીકા સુધી જાણીતું થયું, કેમકે પ્રો. ઈ. લેયમેને તથા ડબ્લ્યુ. નોર્મને બ્રાઉને આ કૃતિને “Zeitschr. Deutsch. Moryenlandischen (બર્લિન) તથા “The Story of Kalaka' (વોશિંગ્ટન, સને ૧૯૩૩) માં અનુક્રમે પ્રકાશિત કરી.
૭૧૨. પ્રાચીન જૈન ગ્રંથકારોએ પણ ધર્મપ્રભસૂરિની આ કૃતિના ઉલ્લેખો પોતાના ગ્રંથમાં કર્યા છે, ઉદાહરણર્થે જુઓ જયસોમનો “વિચાર રત્ન–સંગ્રહ' તથા સમયસુંદરનું “સમાચારી શતક.” એક જ ગ્રંથથી આટલી પ્રસિદ્ધિ મેળવનાર જૈનાચાર્યો બહુ જ થોડા છે. સમયસુંદર જેવા સમર્થ સાહિત્યકાર પિતાનાં “સમાચાર શતકમાં આ ગ્રંથને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે : પુનઃ “નય િધરાવલે' इत्यादि कालिकाचार्यकथायां षट्पञ्चाशत्प्रमाण गाथायां अङ्काष्ठयक्ष १३८९ वर्षे श्री ધર્મમતિયાં.... | જુઓ વિચાર ૮.
૭૧૩. ગ્રંથની શરૂઆત “નયમ્મિ ધરાવાસે થી થતી હોઈને સમયસુંદરે એનું ટાંચણ આપ્યું છે, કેમકે જૈન સાહિત્યમાં જુદી જુદી ચાલીસેક “કાલિકાચાર્ય કથા” નોંધાઈ છે. ગ્રંથનાં મંગળાચરણમાં ધર્મપ્રભસૂરિ નોંધે છે :
નયરબ્સિ ધરાવાસે, આસીસિરિયરસિંહરાયમ્સ;
પુત્તો કાલયકુમાર, દેવી સુરસુન્દરી જાઓ. ૧ ૧૪. ગ્રંથના અંતમાં કવિ પિતાનું નામ તથા ગ્રંથ રચનાનું વર્ષ આ પ્રમાણે સૂચવે છે: તિ श्री कालिकाचार्यकथा संक्षेपतः कृता। अंकाष्टयक्ष १३८९ वर्षेऽसौं श्री धर्मप्रभसूरिभिः॥ રુતિ શ્રી ત્રિવાર્ય કથા એ છે કે શ્રી ને ૩ નમઃ |
૭૫. કાંતિસાગરજીને ઉક્ત ગ્રંથની એક સચિત્ર પ્રત પટણાના જાલાન સંગ્રહમાંથી જોવા મળેલી. તેની પ્રશસ્તિ તેમણે “જૈન” પર્યુષણાંક, સં. ૨૦૦૪, પૃ. ૪૩૯-૪૦માં પિતાનાં વક્તવ્ય સાથે પ્રકટ કરેલી. તેઓ નાંધે છે કે આ પ્રત બધા મળીને ૧૪૨ ૫ત્રાની હતી જેમાં કલ્પસૂત્ર તથા કાલક કથા ઉલ્લેખિત હતી. પરંતુ વર્તમાનમાં તે માત્ર ૧૩૨ થી ૧૪૨ પત્રો સુધી કાલિક કથા જ રહી છે. સૂત્રને ભાગ બીજા કોઈ સંગ્રહમાં હશે. એ પ્રત સંપૂર્ણ સ્વર્ણાક્ષરી છે. પત્રોને લાલ રંગથી વિલેપિત કરી તેના ઉપર સુંદર અને સુપાય લિપિમાં સ્વર્ણાક્ષરોથી લખવામાં આવ્યું છે. ચારે બાજુ વાદળી રંગની રેખાઓ ખેંચવામાં આવી છે. આ કથામાં પાંચ ચિત્ર છે જે કાલકાચાર્યના જીવનટનાચક્ર પર પ્રકાશ પાથરે છે. ચિત્રોની પૃષ્ઠભૂમિ પણ લાલ રંગની છે તથા તેમાં પીળો, સ્વર્ણ, ગ્રામ તથા વાદળી રંગની પ્રધાનતા છે. ચિત્ર ઘણાં જ કલાત્મક છે. .
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com