________________
૧૫૩
શ્રી દેવેન્દ્રસિંહસૂરિ ૨, ગુસ્વારે ઉપા. વિનયસાગરગણિના શિષ્ય સૌભાગ્યસાગરજીએ મનમોહનસાગરજીના પ્રસાદથી લખેલી શિલાપ્રશસ્તિમાં દેવેન્દ્રસિંહ સુરિનું “કવિ ચક્રવત'નું બિરુદ દર્શાવવામાં આવ્યું છે—જેન્દ્રસિંહ कविचक्रवर्ती ॥७॥
૬૮૦. ઉપર્યુક્ત ગ્રંથ, પ્રશસ્તિઓ અને શિલાલેખોના પ્રમાણેથી સ્પષ્ટ થાય છે કે દેવેન્દ્રસિંહસૂરિ ઉચ કેરિના કવિ અને વ્યાખ્યાનકાર હતા. આ પ્રકારની એમની પ્રતિભાથી તેઓ આ ગચ્છના અન્ય પટ્ટધરોથી જૂદા વર્તાઈ આવે છે. એમની એકાદ કૃતિ પણ જે ઉપલબ્ધ રહી હોત તે એમનાં વ્યક્તિત્વથી આપણે વિશેષ પરિચિત થાત. કાલાબ્ધિમાં ઘણું વિલીન થઈ ગયું છે, એથી સ્વાભાવિક રીતે દુઃખ થાય, છતાં અન્ય પ્રમાણોથી એ અંગે હું જાણીને એ વિષે કલ્પના કરી શકીએ છીએ. એમનાં વક્તત્વ ગુણને લીધે જ પરવાદીઓ એમની પાસે મૌન થઈ જતા હશે. જયશેખરસૂરિ “ધલિચરિત” ની પ્રશસ્તિમાં એટલે જ કહે છે: સદગુવઃ Tરવતા રૂા. પ્રતિષ્ઠા કાર્યો.
૬૮૧. દેવેન્દ્રસિંહસૂરિના સમયમાં થયેલી કેટલીક પ્રતિષ્ઠાઓના ઉલેખે ભદગ્રંથે પૂરા પાડે છે. તદુપરાંત એમના ઉપદેશથી થયેલી પ્રતિમાનો લેખ પણ પ્રાપ્ત થાય છે. મુસલમાનોના અમાનુષી હલ્લાઓથી એ વખતનું ઘણું ઘણું કાલની ગર્તામાં ધકેલાઈ ગયું છે, છતાં ત્રુટક પ્રમાણે નાની સંખ્યામાં પણ જીવંત રહી શક્યા છે, જે ઉલ્લેખનીય છે.
૬૮૨. શ્રીમાલીવંશના હરિયાણું ગોત્રીય, કુણગિરિમાં થયેલા ધેકા શાહે સં. ૧૩૨૫ માં શ્રી યુગાદિ દેવનું જિનમંદિર બંધાવ્યું તથા તેની પ્રતિષ્ઠા દેવેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી કરાવી.
૬૮૩. એશવંશના બલ ગોત્રીય લાખાએ લાખાઈ ગામમાં શ્રી અજિતનાથ ભગવાનને પ્રાસાદ બંધાવ્યો. એ જ વંશમાં થયેલા ખીમાએ ધણી–અપરામ નગ ગામમાં સં. ૧૩૬૫ માં શ્રી ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ કરાવ્યો.
૬૮૪. સીરડીમાં તે વખતે અંચલગચ્છીય શ્રાવકોની ધર્મ પ્રવૃત્તિ પણ ઉલ્લેખનીય છે. ત્યાંના શ્રી આદીશ્વર ભગવાનના જિનાલયના શિલાલેખ પરથી અનેક ઐતિહાસિક બાબતે પ્રકાશમાં આવે છે. લેખના આદિ ભાગમાં સીરોહીતીર્થને “અર્ધશત્રુંજય તુલ્ય” કહ્યું છે. શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરીને શિલાલેખમાં આ પ્રમાણે હકીકત નેંધવામાં આવી છે :
૬૮૫. “શ્રી આદીશ્વર ભગવાનનાં અંચલગચ્છીય મંદિરનાં શિલાન્યાસનું મુહૂર્ત વિ. સં. ૧૩૨૩ આસો સુદી ૫ ના થયું. એની પ્રતિષ્ઠા સ૧૩૩૯ ના આધાઢ સુદી ૧૩ ને મંગલવારના દિવસે યતિ શ્રી શિવલાલજીના હાથથી થઈ. વર્તમાન સીરોહીની સ્થાપના સં. ૧૪૮૨ ના વૈશાખ શુકલ ૨ના શુભ દિને મહારાવ શ્રી સડસમલજીના હાથે થઈ. સ. ૧૫૪૨ના ભેદ વદિ ૨ ના દિને સિંધિ સમધરછ ભરમાબાદ (માલવા) થી સીરોહીમાં દીવાનપદ પર આવ્યા. ઉપર્યુક્ત મંદિર પર વજાદંડનું આરોપણ સં. ૧૫૬૪ ના આધાઢ સુદી ૮ ને મંગળવારના ભડારાવ શ્રી જગમાલજીના સમયમાં સિંધિ સમધરછ નાનકજી તથા સામજીના હાથથી થયેલ. સં. ૧૬૯૮ ના માગશર વદ ૩ ના વિજાદંડનું આરોપણ મહારાવ શ્રી અખયરાજજીના સમયમાં સિંધિ શ્રીવતજીના હાથે શ્રી પૂજ્ય શ્રી હીરવિજયજીની નિશ્રામાં થયું. સં. ૧૭૭૬ ના વિશાખ સુદી ૩ ના દિને ધ્વજાદંડનું આરોપણ મહારાવ શ્રી માનસિંઘજી ઉફે ઉમેદસિંધજીના સમયમાં સિધિ સુંદરજીગજાજી, અમરચંદજી, હઠીસિંઘજી, નેમચંદજી આદિના હાથે શ્રી પૂજ્ય શ્રી
૨૦
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com