________________
૧૫૪
અંચલગચછ દિદશન વિજયેન્દ્રસૂરિજી તથા તેઓશ્રીના શિષ્ય હર્ષલાલજીએ કરાવેલું. સં. ૧૭૯૮ ના અષાઢ સુદી ૧ ને ગુરુવારના ધ્વજાદંડનું આરોપણ સિંધિ અમરચંદજી, હઠીસિંધછ, દૌલતસિંઘજી, વીરસિંધ આદિના હાથે ભદારક શ્રી જ્ઞાનવિમલજી તથા શ્રી કીર્તિ વિમલજીએ કરાવેલું. સં. ૧૮૨૭ના મહા સુદી ૩ ને ગુરુવારના મહારાવ શ્રી પૃથ્વીસિંહજીના સમયમાં ધ્વજાદંડનું આરોપણ સિંધિ દૌલતસિંહજી, ઠાકરજી, ફતાજી, માલજી, લાલજી, માણેકચંદજી, લક્ષ્મીચંદજી, હીરાચંદજી, હકમાજી, સૂરજમલજી, જીતમલજી, શ્રીચંદજી, પ્રેમચંદજી, કીશનાજી, મનરૂપજી, વજાજી, કાનાજી આદિ ભાઈઓએ શ્રીમાન દીપસાગરજીની નિશ્રામાં કરાવેલું. સં. ૨૦૦૧, વીર સંવત ૨૪૭૦ ના વૈશાખ સુદી ૬ શુક્રવાર તા. ૨૮ એપ્રિલ, ૧૯૪૪ ના મહારાવ શ્રી સ્વરૂપ રામસિંહજીના સમયમાં મુનિ મહારાજ શ્રી હપવિમલજીની અધ્યક્ષતામાં સિંધિ જયચંદજી જામતરાજજીએ સુવર્ણદંડનું, સિંધિ ખેમચંદજી હંસરાજજીએ સુવર્ણ ઈડાનું તથા સિંધિ અનરાજજી અજયરાજજીએ ધ્વજાનું આરોપણ વિજય મુહૂર્તમાં કરાવ્યાં. આશુભમાં ૧૫ દેવકુલિકા તથા બે ગવાક્ષ પણ પ્રતિષ્ઠિત કરાવવામાં આવ્યાં. શુભ ભવતું.”
૬૮૬. દેવેન્દ્રસિંહસૂરિ ગચ્છનાયક થયા તે વર્ષે જ સીરહના ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા થઈ. એ પછીને ઈતિહાસ પણ શિલાલેખના આધારે જાણી શકાય છે. ક્રમે ક્રમે સીરેહીમાં અંચલગચ્છના સાધુએને વિહાર અલ્પ થતો ગયો હશે, કેમકે જિનાલયના શુભ પ્રસંગો અન્ય ગચ્છના સાધુઓની નિશ્રામાં જ ઉજવાયા હોવાનું શિલાલેખથી સૂચિત થાય છે. ઉક્ત જિનાલયની પાસે અંચલગચ્છીય ઉપાશ્રય પણ હાલ વિદ્યમાન છે. આ પરથી પહેલાં ત્યાં અંચલગચ્છીય શ્રાવકોની સારી સંખ્યા હોય એમ અનુમાન કરી શકાય છે.
૬૮૭. સં. ૧૩૬૮ ના વૈશાખ સુદી ૮ ના દિવસે મારિયા ગામના વતની શ્રેણી જયાસાના પુત્ર દેવડ તથા હરિપાલે દેવેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથની ધાતુભૂતિ કરાવી. તેના ઉપર આ પ્રમાણે લેખ છેઃ ર૦ રૂદ્ર વૈશવ સ્તુરિ ૧ નોચિતિજ છે. કથા માં સ્ટાર્ पुत्र देवड हरिपाल । ली (?) श्री शांतिनाथबिंबं कार० श्री देवेंद्रसूरीणामुपदेशेन । લેખમાં ગચ્છના નામનો નિર્દેશ નથી, પરંતુ તેમાં જણાવેલા આચાર્ય આ દેવેન્દ્રસિંહ સુરિજ સંભવે છે. રાજકીય વિનિપાત
૬૮૮. દેવેન્દ્રસિંહ સુરિના સમયમાં અલાઉદ્દીન ખિલજીના દુમલાઓથી સમગ્ર ભારત ખળભળી ઉર્યું હતું. રાજપૂતો પોતાનું હીર ખોઈ બેઠા. એમની નબળાઈને મુસલમાનોએ પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. ખાસ કરીને એ સમયમાં એવો કોઈ પણ હિન્દુશાસક ન હતો કે જે અલાઉદ્દીનના ધર્મઝનૂની દુમલાઓને રોકી શકે. એના અનિયંત્રિત દૂમલાઓને પડકારવાનું પણ પછી તો શક્ય ન રહ્યું. ભારત એ વખતે રાજકીય વિનિપાતના શિખરે હતું. ભારતની પ્રજાને જે સહન કરવું પડ્યું હતું તેની કથા ખરેખર, હદયદ્રાવક છે.
૬૮૯. અલાઉદ્દીને સં. ૧૩૫૪ થી ૧૩૭૩ સુધીમાં લગભગ વીસેક વર્ષ સુધી દિલ્હીની સલ્તનત ભોગવી. એ અરસામાં તેણે અનેક સમૃદ્ધ નગરે લૂંટ્યાં, બાળ્યાં કે જમીનદોસ્ત કર્યા. ભારતવર્ષની સંસ્કૃતિનાં સ્થાપત્યોને મસ્જિદમાં ફેરવ્યાં અને પ્રજા પર ભારે જુલ્મ ગુજાર્યા. અન્ય ધમીઓને કચડી નાખવામાં એણે પાછું વળીને ન જોયું.
૬૯૦. મેÚગરિત “વિચારશ્રેણી” દ્વારા જાણી શકાય છે કે ૮૪ રાજાને જીતનાર હમીરદેવને અલાઉદ્દીને નમાવ્યા. રણથંભોરને દુર્ગ સર કર્યો. ગુજરાતમાં ઉલૂખાનને મોકલી કાળો કેર વર્તાવ્યો. સં. ૧૩૫૫ માં અલાઉદ્દીનના લશ્કરી સરદારોએ ગુજરાતના સમૃદ્ધ નગર અણહિલવાડને નાશ કર્યો
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com