________________
શ્રી દેવેન્દ્રસિંહસૂરિ
પૂર્વ જીવન,
૬૩. પાલણપુરમાં શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠી સાંતુને ઘેર તેની પત્ની સંતોશ્રીની કુક્ષિથી સં. ૧૨૯૯માં દેવચંદ્ર નામના પ્રતાપી પુત્રને જન્મ થયો. જે પ્રવજ્યા અંગીકાર કરીને પાછળથી દેવેન્દ્રસિંહ સૂરિના નામે જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધ થયો, પટ્ટાવલીમાં એમના વિષે આ પ્રમાણે નેંધ પ્રાપ્ત થાય છે: ॥५३॥ श्री देवेंद्रसिंहसूरयः ॥ तदुदंतश्चैव ॥ प्रल्हादनपुरे श्रीमाली ज्ञातीयः सांतुनामा श्रेष्ठी बभूव । तस्य संतोषश्री नाम्नी भार्या सीत् । तयोः १२९९ संवत्सरे देवचंद्राभिधः पुत्रोऽभूत् ।
૬૬૪. કવિવર કાન્હ રચિત “ગચ્છનાયક ગુરાસ” દ્વારા વિરોધમાં જાણી શકાય છે કે તેઓ વોહરા ગેત્રના હતા–
તસ પઈ ભુવણ પયા સયરે, સૂર સરિસુ સૂરિ રાઉ; દેવેદ્રસિંહ સૂરિ નમઉ, હિયઈ કરી બહુ ભાઉ. ૭૫ પાલ્ડણપુરિ શ્રીમાલ કુલે, વહરેઉ સાંતુ જાણિ; તાસ ઘરણિ સંતોષ રિર, સીલયણ ગુણ ખાણિ. ૭૬ તસ ઘરિ બરે નવાણઊએ, જાઉ કુંવરુ પવિતુ:
તેર તરિ તિણિ, ગહિલ થારાઉદ્ધિ ચારિતુ. ૭૭ ૬૫. ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં પણ ઉક્ત હકીકતોને મળતું જ વર્ણન પ્રાપ્ત થાય છે :
તપ કમલાહારે સૂરિ દેવિંદસિંહ ગણાશે, પામ્હણુપુરિ સિરિવંશે સાંતૂ સંસિસિરિ નાહ. ૬૨ તસ ઉયરે સંપત્તિ બારસ નવ નવઈ વચ્છરે પુત્તો,
તેરે ડુત્તર વરિસે પવનજા યણ ગણું ચ. ૬૩ પ્રવ્રયા અને તે પછીનું શ્રમણ જીવન,
૬૬. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત અજિતસિંહસૂરિ વિહાર કરતા પાલણપુરનગરમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય પામેલા દેવચકે પિતાનાં માતાપિતાની અનુજ્ઞા મેળવી અજિતસિંહસૂરિ પાસે સં. ૧૩૧૬ માં દીક્ષા લીધી. દીક્ષા પછી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com