________________
શ્રી અજિતસિંહસૂરિ
૬૬ ૨. અજિતસિંહરિએ કોઈ ગ્રંથની રચના કરી હોય એમ જણાતું નથી. એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના ઘણાં ઉલ્લેખો મળી રહે છે, જેમાં ભટેવા પાર્શ્વનાથના જિનવાની પ્રતિષ્ઠા વિશેષ ઉલ્લેખનીય છે. એમણે જાલેરના ચૌહાણવંશીય રાજ સમરસિંહને પ્રતિબોધ આપી જૈનધમાં કર્યો અને એનાં રાજ્યમાં જીવદયા પ્રવર્તાવી એ અજિતસિંહરિની ખૂબ જ અગત્યની સિદ્ધિ ગણુ. એ દારા આપણને એમના અસાધારણ પ્રભાવનો પરિચય પણ મળી રહે છે. એમણે એક જ મુદમાં પિતાના પંદર શિને આચાર્યપદ પ્રદાન કર્યું એ દારા એમની પરંધર તરીકેની દાતા મુચિત થાય છે. એમના શિષ્ય સમુદાય અંગે વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત ન થતો હોવા છતાં એ પરથી એમ ન સમુદાયની વિશાળતાને આપણને સહેજે ખ્યાલ આવી શકે. એકી સાથે થયેલા પંદર આચાર્યો ઉપરાંત અન્ય આચાર્યા પણ હો. એવી જ રીતે અન્ય પદવીઓ ધરાવનાર સાધુ–સાવીને વિશાળ સમુદાયે પણ તે પ્રમાણમાં હો. જોઈએ. આચાર્યોના નામોનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. એમાંના એક આચાર્ય માણિકયસૂરિ અને એમની કૃતિ વિષે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા. અજિતસિંદસૂરિના દેહોત્સર્ગ પછી ગચ્છની ધુરા એમના શિષ્ય અને અનુગામી પટ્ટધર દેવેન્દ્રસિંહસૂરિ પર આવી.
*નાહટાજીના સંગ્રહમાં “અંચલગચ્છ–અપનામ વિધિ પક્ષગ પટ્ટાવલી (વિસ્તૃત વર્ણનરૂપા)' છે તેમાં સુવર્ણગિરિના રાજાનું નામ નરસિંઘ દર્શાવાયું છે. અજ્ઞાત કરૂંક આ પટ્ટાવલીની સમગ્ર નેધ આ પ્રમાણે છે– ૫૩ ત્રઈપનમે પાટે અજિતસિંહસૂરિ. ડેડ ગ્રામિં જિણદેવ શ્રેષ્ટી, જિનમતિ કલત્ર, તેને પુત્ર સંવત્ બાર વ્યાસી ઈ જન્મ, સંવત્ બાર એકાણુઈ દીક્ષા, સંવત્ તેર ચઉત્તરે અણુહલપુરી પાટણ આચાર્યપદ, જેણે સ્વર્ણગિરિ તણો સ્વામિ રાઓલ નરસિંધ પ્રતિબોધ્યો. દેશ માંહિ વધ થાત વાર્યો. લકને કુમારપાલ તણું વારા સંભાર્યા. પનર પદ સણું તણાં મહેચ્છવ ઈકે લગ્નમાંહિ નિપજાવ્યાં. સંવત્ તેર સોલત્તરે જાલેર નગરે ગચ્છનાયકપદ, તેર ઓગણચાલે નિર્વાણ. એવંકારે છપન વર્ષ સયું.”
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com