SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ અંચલગચ્છ દિગ્દર્શન તેથી લોકોમાં રોગચાળો ફેલાયો. આ ઉપરથી વાચકોએ કવિતાઓ જોડી તેને દાધેલિયાની ઉપમા આપી. વાચકોને ખુશ કરવા તેણે ત્રણ ગામે પણ તેમને આપ્યાં, પરંતુ તેના વંશજો એ પછી દાધેલિયા એડકથી જ ઓળખાયા. ૬૫૭. અમરસાગરસૂરિના શિષ્ય વિનયશીલે સં. ૧૭૪૨ માં રચેલ “ અબુદ ચત્યપરિપાટી સ્તવન માં નેપ્યું છે કે રાજા પ્રલાદને રાજા કુમારપાલે બંધાવેલા શ્રી શાંતિનાથ ચિત્યની ત્રણ પ્રતિમાઓ ગાળી નાખી નંદી બનાવ્યો, આથી તેને કોઢ થયો. એ રોગની શાંતિ માટે તેણે પાલનપુરમાં જિનપ્રાસાદ બંધાવ્યો. અને ખંભાતથી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા લાવીને કુમારવિહારમાં સ્થાપન કરી. પ્રદલાદન રાજાએ સં. ૧૨૭૪ માં પાલણપુર વસાવ્યું. અજયપાલના ચડાવ્યાથી તેણે જૈનધર્મ વિરુદ્ધ કાર્યો કર્યો હોય અને પાછળથી પસ્તાયો હોય એ શકય છે. ૫૮. ડૉ. ભાંડારકરે તેમના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૩-૮૪, માં પ્રકાશિત કરેલી અંચલગચ્છની પદાવલીમાંથી અજિતસિંહસૂરિના સમયનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છેઃ રૂ શ્રી अजितसिंहसरिः पारके चित्रावालगच्छतो निर्गता स. १२८५ तपगच्छमतं वस्तुपालतः છથાપના | પદાવલીકારે આ ટૂંકા નિર્દેશ દ્વારા તે વખતે પ્રસિદ્ધ થયેલા તપાગચ્છનો ઉલ્લેખ કર્યો છે. સં. ૧૨૮૫ માં જગશ્ચંદ્રસૂરિએ ઉગ્ર તપ આદર્યું હતું તેથી મેવાડના રાજાએ તેમને આઘાટમાં “તપ” બિરુદ આપ્યું અને તેમનાથી તપાગચ્છ સ્થપાયો. આ તપ જગચંદ્રસૂરિ અને તેમના શિષ્ય મંડળને મંત્રીશ્વર વસ્તુપાલે ગુજરાતમાં અતિ માન આપ્યું અને તેથી ગુજરાતમાં તપાગચ્છને પ્રભાવ અત્યાર સુધી ખૂબ જ ચાલ્યો આવે છે. અજિતસિંહસૂરિના સમયમાં એ ગચ્છનું “તપ” નામ સવિશેષ પ્રચલિત થયું હશે એટલે એમના સમયના સંદર્ભમાં ઉક્ત નેંધ લેવાઈ હશે. ૫૯. એક શ્રીમાળી જૈન કુટુંબની જૂની વંશાવલીમાં સેંધ છે કે સં. ૧૩૧૬ માં ગાંભૂ પાસેના નરેલી ગામમાં અજિતસિંહસૂરિના ઉપદેશથી શ્રેણી મૂલાએ શ્રી આદિ જિનબિંબ ચોવિશ ઘટુ આદિ ભરાવ્યાં તથા ગોત્રજાનું મંદિર તથા એક કૂવો પણ કરાવ્યાં :- મરિનના રંપરદુ भराव्यां संवत् १३१६ वर्षे श्री अंचलगच्छे श्री अजितसिंहसूरीणामुपदेशेन प्रतिष्ठितं एक कूप, गोत्रजाचैत्य, मूलाकेन एवं कृत।। ૬ ૬૦. શ્રીમાલીવંશીય ભારદ્વાજ ગોત્રના ઉક્ત મૂલા શેઠની માલદે ભાર્યા હતી તથા વર્ધમાન અને જઈતા નામના બે પુત્રો હતા, જેમાંથી જઈતાએ ભટેવાની પ્રતિમાની અજિતસિંહસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. એમના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. એમના વંશના મૂળ પુરુષ નેડા શેઠને ઉદયપ્રભસૂરિએ પ્રતિબંધ આપી જૈનધમ કર્યો હતો. નોડાના ૧૮ મા વંશજ નાન્ડા સં. ૧૧૧૧ માં ભિન્નમાલ ભગ્ન થવાથી પાયચી ગામે જઈને વસ્યા, ઇત્યાદિ માહિતી ભદગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. અજિતસિંહસૂરિનું સ્વર્ગ ગમન. ૬૬૧. અંચલગચ્છના આ યશસ્વી પટ્ટધરનું સં. ૧૩૩૯ માં ૫૬ વર્ષની ઉમરે સ્વર્ગગમન થયું. એમના સ્વર્ગારોહણ સ્થળ ઉલ્લેખ એક માત્ર ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાંથી આ પ્રમાણે મળે છેઃ ઉગણુયાલા વરસે અણહિલપુર પટ્ટણે સમસરિઓ, સગવણ વરિસ આઉં પાળિય સુહ ઝાણિ પરલઉ. ૬૧ આ પરથી જાણી શકાય છે કે અજિતસિંહસૂરિ અણહિલપુર પાટણમાં સ્વર્ગવાસી થયા. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy