________________
શ્રી અજિતરિહરિ
૧૪૭
T૦ ૨૪ છે આ નોંધ ઉપરથી “શકુન શાસ્ત્ર” અને “શકુન સારોદ્ધાર ” બન્ને ભિન્ન ગ્રંથ પ્રતીત થાય છે. પં. લાલચંદ્રનાં પાટણ ભંડારનાં મૂચિપત્રની પ્રસ્તાવના પૃ. ૫૬ દ્વારા માણિક્યમુરિની આ કૃતિની તાડપત્રીય પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન હવાનું પણ સૂચિત થાય છે. પ્રકીર્ણ પ્રસંગે
૬પ૨. અજિતસિંહસૂરિના સમયમાં શ્રીમાલી કાત્યાયન વંશમાં સાંસા ગોત્રનો ઉદ્ભવ થયો. ભટ્ટગ્રંથમાંથી આ વિશે એવી માહિતી મળે છે કે સં. ૧૩૨૫ માં એ વંશમાં શીહોરમાં સામંત નામનો શ્રેણી થયો. દુશ્મનનાં વચનથી ત્યાંના સોમરાજાના પુત્ર જેતાજીએ તેના પર કોપાયમાન થઈ તેને કેદ કર્યો, તથા ઘણું ધન માગ્યું, પરંતુ સામતે આપ્યું નહીં. ત્રીજે દિવસે તેને કેદમાંથી બહાર કાઢી રાજાએ ઘણે ભય બતાવ્યો તો પણ તે એકનો બે ન થયો. રાજાએ સાંડસા-ચીમટા મંગાવીને તે વડે તેનું માંસ તેડવાનો પણ દકમ કર્યો પરંતુ સામંત શેઠ જરા પણ કર્યો નહીં. ત્યારે રાજાએ તેની હિંમતથી ખુશી થઈને તેની પ્રશંસા કરી છોડી મૂક્યો. સાંસા ઉપરથી તેનો વંશ એ ઓડકથી ઓળખાયો.
- ૬૫૩. શ્રીમાલીવંશના ભાદરાયણ ગોત્રીય મૂલા શેઠ પાટણમાં ફેફલિયાવાડમાં વસતા હતા. તેમણે સં. ૧૩૧૩ માં શ્રી આદિજિનની પ્રતિમા ભરાવી અને તેની અજિતસિંહસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. આ વંશના આદિ પ નોડા નામના ધનાઢ્ય શ્રેડીને ઉદયપ્રભસૂરિએ ભિન્નમાલમાં પ્રતિબોધ આપીને જૈનધર્મી બનાવ્યા હતા.
૬૫૪. શ્રીમાલીવંશના પારાયણ ગોત્રીય નાગડ શેઠ પાંચાડામાં વસતા હતા. તેમણે સં. ૧૩૨૫ માં શ્રી આદિનાથના બિંબની પ્રતિષ્ઠા અજિતસિંહરિના ઉપદેશથી કરાવી.
૬૫૫. શ્રીમાલી વંશના વંસીયાણ ગત્રીય શ્રીવંત તથા ઝાલા નામના બન્ને ભાઈઓએ ચુડામાં અધિકારપદ મેળવી ત્યાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર તથા એક વાવ બંધાવ્યાં, અને જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૩૧૧ માં અજિતસિંહરિએ કરી.
૬૫૬. ઉક્ત ગોત્રના વંશજોએ અનેક કાર્યો કર્યા છે. એ વંશના મૂળપુરુષ ભૂભચ નામના ધનાઢ્ય શેઠને ઉદયપ્રભસરિએ ભિન્નમાલમાં પ્રતિબંધ આપી જૈનધમી કરેલ. સં. ૧૧૧૧ માં ભિન્નમાલને નાશ . થતાં તેના વંશજ સંઘરાજ શેઠ ત્યાંથી સ્થળાંતર કરી બેવણમાં વસ્યા. આ વંશમાં મહિટાલ ગામમાં વસનાર મુરાએ પુનર્લગ્ન કરવાથી તેના વંશજો દશા થયા. વર્ધમાન શેઠે મહિટાલ ગામમાં શ્રી આદિદેવને જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં, અને તેમાં ત્રણ લાખ રૂપિયા ખર્ચા. આ વંશને જગમાલ શેઠ એક વખતે મથુરા ગયેલો. ત્યાં સ્વપ્નમાં શ્રી મુહરી પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવે તેને કહ્યું કે અહીં ઠાકરનાં ઘરમાં જે પાર્થ પ્રભુની મૂતિ છે તે તારે દામ આપી લઈ લેવી. સ્વમાનુસાર તેણે તેમ કર્યું. ઠાકરને પાંચ સનૈયા આપી તે મૂર્તિને ખંભાત લાવ્યો, તથા ત્યાં પાંચ લાખ રૂપિયા ખરચીને જિનપ્રાસાદ બંધાવી તેમાં તે મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. આ વંશના દેવશીનો પરિવાર ઘોઘામાં વસ્યો. અને તેના વંશજો નાખુયાની એડકથી ઓળખાવા લાગ્યા. દેવસીએ રત્નમય જિનબિંબ ભરાવી શત્રુંજયની યાત્રામાં ઘણું ધન ખરચ્યું. તે દર વર્ષે રવામીવાત્સલ્ય પણ કરતો. આ વંશના બેવડણા વતની ખીમા શેઠે ધમમાગમાં ઘણું દ્રવ્ય ખરચ્યું તથા શત્રુંજય પર ઈન્દ્રમાલ પહેરી. આ વંશમાં પાટણને રહીશ ગણું શેઠ ઘણો દ્રવ્યવાન હતા. તેણે પિતાના લગ્ન પ્રસંગે પાટણમાં ધૂમાડો બંધ કરાવી પકવાન જમાડવું. કહેવાય છે કે તે પકવાન કરતાં અઢાર મણ જેટલું દાઝેલું ઘી વધ્યું. તે સઘળું ઘી વાચકોને પીરસ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com