________________
૧૩૯
શ્રી અજિતસિંહસૂરિ
૬૦૮. મેનું યુરિના નામે ચડાવેલી પઢાવલીમાં વર્ણવેલે ઉપર પ્રસંગ બ્રાન્ડ છે. કેઈક ગેરસમજૂતિથી જ આ પ્રસંગ વિકૃત રીતે આલેખી દેવામાં આવ્યો છે. સેનપુર એજ નગિરિ અથવા તે અણગિરિ. નાલપુર - આજના જલોર -ની પાસે આવેલું એ પ્રસિદ્ધ તીર્ય હતું. ત્યાં રાજા સમરસિંહ અજિતસિંકરિના ઉપદેશથી જૈન ધમનુયાયી થયેલા. એ અંગે પ્રસંગ હવે વિચારીશું. સમરસિંહ નૃપતિને પ્રતિબંધ.
૬૯. તુંગમૂરિ રચિત લઘુરાતપદીની પ્રાતિ પરથી અજિ સિંહસૂરિએ લેરના રાજ સમરસિંહને પ્રતિબોધ આપી જૈન ધર્માનુયાયી કે એ વિષનો ઐતિહાસિક પ્રસંગ જાણી શકાય છે. અન્ય પ્રમાણ ગ્રંથોમાંથી આ ઘટના સંબંધક ઉલે પણ પ્રાપ્ત થઈ શકે છે.
૬૧૦ અજિતસિંહરિ જાલોરમાં હતા તે વખતે અનેક ગાના સંઘે એમને પ્રસંગોપાત વંદન કરવા આતા. એ બધા સંઘ જલોરના રાજ સમરસિંખને ભેટ ધરવાનું પણ ભૂલતા નહીં. આવું ઘણીવાર થતાં રાજાએ આ બાબતમાં પૃછા કરી. એના નવામાં આવ્યું કે જાલોરમાં બિરાજતા અજિતસિંદસૂરિને વંદન કરવા આવતા અનેક ગામોના સંઘ રાજદરબારમાં નજરાણું ધરી જાય છે. આચાર્યની છ-અટ્ટમ વગેરે ઉગ્ર તપશ્ચર્યની વાત પણ રાજાને જાણવામાં આવી. આથી રાજા સમરસિંહ અજિતસિંદસૂરિને વંદન કરવા ઉપાશ્રયે આવ્યો. આચાર્યની ધર્મ દેશના સાંભળી તે અત્યંત પ્રભાવિત થયો. તેમના ઉપદેશનું શ્રવણ કરી, પ્રતિબોધ પામી, રાજાએ પોતાના રાજ્યમાં અમારિ–પડહની ઉપણું કરાવી. અજિતસિંહમૂરિના પ્રભાવથી રાજાએ જૈન ધર્મનો પણ સ્વીકાર કર્યો. રાજાએ જૈનધર્મ અંગીકાર કરતાં, તેની પ્રજાએ પણ જૈનધર્મ પર આદર દર્શાવ્યો. બીજા પણ અનેક લેકેએ જૈનધર્મનો વીકાર કર્યો. મેસતુંગરિ લઘુશતપદીની પ્રશસ્તિમાં નોંધે છે કે “રાજ જૈનધન થવાથી તેની પ્રજા પણ એ ધર્મનો આચાર પાળવા લાગી, તેથી આજ દિવસ સુધી શાણ વગેરે ગામો ધર્મક્ષેત્ર કહેવાય છે.”
૬૧. મેતુંગરિના શબ્દોમાં જ આ પ્રસંગ નોંધવા જેવો છે :
ततः श्री अजितसिंहसूरयः जावालिपुरे यद्वन्दनार्थमागच्छद्भिरपूर्वापूर्वेः श्रावकसंधैः प्राभृतेषु क्रियमाणेषु किमि(मे)तदितिपृच्छते(ता)राउल समरसिंहेन पठाटमविकृति त्यागादि घोरं यत्तपः श्रुत्वानंतुमागच्छता प्रवुध्धेन स्वदेशे सत्त्वमात्रामारिः कारिता । आचार्यादीनि च महोत्सवेन पंचदशपदानि स्थापितानि । ततश्च राशि धर्मिष्ठे सर्ववर्णानां गलितांभोव्यायारे नमस्कार स्मरणादिधर्मकृत्ये प्रवर्त्तत्वात् शाणादि ग्रामा धर्मक्षेत्राणी. त्याद्यापि प्रसिध्धा इति ।
૬૧૨. ઉપર્યુક્ત એતિહાસિક પ્રમાણથી એ પણ સિદ્ધ થાય છે કે રાજા સમરસિંહે જ મહત્સવપૂર્વક અજિતસિંહરિના પંદર શિષ્યોને આચાર્યપદ અપાવ્યું. અજિતસિંહરિના પટ્ટધર પદ મહોત્સવમાં પણ રાજાને આગળ પડતો હિસ્સો હોય એ વાત પણ સંભવિત છે, કેમકે તેઓ સં. ૧૩૧૬ માં જાલેરમાં જ પટ્ટધર પદસ્થિત થયા.
૧૩. આ બધા પ્રસંગે પરથી રાજા સમરસિંહ પર અજિતસિંહસૂરિના અસાધારણ પ્રભાવને આપણને પરિચય મળી રહે છે. તે વખતના રાજકીય ઈતિહાસ જોતાં જણાય છે કે જાલોર ચાવડાઓના નહીં પણ ચડાણના અધિકારમાં હતું. વસ્તુપાલ ચરિત્ર, પ્રસ્તાવ ૨, લે. ૭૪-૭૫ માં આ પ્રમાણે વર્ણન છે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com