________________
૧૪૦
અંચલગચ્છ દિગ્દર્શન इतो मरूस्थली भालस्थली तिलकसंनिभे । जावालिनगरे स्वर्णगिरि शृङ्गार कारिणि ॥ ७४॥ राज्ञः समरसिंहस्य पुत्र क्षात्रव्रताग्रणीः ।
श्रीमानुदयसिंहोऽस्ति प्रथितः पृथिवीपतिः ॥७॥ ૬૧૪. આ ઉપરથી નક્કી કરી શકાય છે કે વસ્તુપાલ-તેજપાલના વખતમાં મારવાડના ભૂષણ સમાન અને સુવર્ણગિરિના શણગાર જેવા જાવાલિનગરમાં રાજા સમરસિંહને પુત્ર ક્ષાત્રતાગ્રણી ઉદયસિંહ નામને પ્રસિદ્ધ રાજા હતા.
૬૧૫. સમરસિંહના સંબંધમાં બીજો એવો ઉલ્લેખ મળે છે કે સ. ૧૨૪ર માં આ દેશના ચૌહાણ રાજા સમરસિંહદેવનો આદેશ લઈ ભંડારી પાસુના પુત્ર ભંડારી યશોવીરે કુમારપાલ રાજાએ સં. ૧૨૨૧માં સુવર્ણગિરિ ઉપર બંધાવેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયને ઉદ્ધાર કરાવ્યો : સંવત્ત દરર વર્ષે एतद्देशाधिप चाहमान कुलतिलक महाराजश्री समरसिंहदेवादेशेन भां पासुपुत्र भां એવાળ સમુદતે આ હકીકત જારના તોપખાનાના મંડપની ગેલેરીમાંથી મળી આવેલા સંસ્કૃત શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે.
૬૧૬. વિક્રમની તેરમી સદીની શરૂઆતમાં જ્યારે નાડોલના ચૌહાણ રાજા આલ્હણના પુત્ર કીર્તિ. પાલે પહેલવહેલે જાલેરને કે લીધે ત્યારથી જાલેરમાં ચોહાણોનું રાજ્ય સ્થપાયું. કીર્તિ પાલનો પુત્ર સમરસિંહ જાલોરમાં એક પ્રતાપી રાજા થઈ ગયો. કહે છે કે સુવર્ણગિરિના પ્રાચીન કિલાનો સમરસિંહે પુનરૂદ્ધાર કરાવ્યો તેથી એ અને એના વંશજો એનગિરા ચૌહાણું કહેવાણા.
૬૧૭આદિનાથમંડલ પ્રશસ્તિના ઉલ્લેખ પરથી જાણી શકાય છે કે સમરસિંહના વખતમાં સં. ૧૨૩૮ માં શ્રી શ્રીમાલ શ્રેષ્ઠી યશદેવના પુત્ર શ્રેષ્ઠી યશવીર શ્રાવકે જાલોરના શ્રી આદિનાથના મંદિરને મંડપ કરાવ્યો હતો કે જે મંડપ શિલ્પકળાનો એક અદ્ભુત નમૂનો હોઈ દેશપરદેશના સેંકડો પ્રેક્ષકોને પિતાની તરફ આકર્ષિત હતા.
દાનપત્રોમાં પણ સમરસિંહના નામનો ઉલ્લેખ મળે છે ...મારની સમસદ દેવસ્થાન विजयराज्ये तत्पादपद्मोपजीविनि निजप्रौढिमातिरेकः तिरस्कृतः सकलपिल्बाहिकामण्डल तस्कर व्यतिकरे राज्यचिन्तके जोजल राजपुत्रे....
૬૧૮. સમરસિંહને પુત્ર ઉદયસિંહ અને ઉદયસિંહનો પુત્ર ચાચિગદેવ, આ બંને પિતા પુત્ર જાલરના નામાંકિત રાજા થઈ ગયા છે. ચાચિગદેવના વખતમાં લખાયેલા અનેક શિલાલેખે મળી આવે છે. આબુ ઉપર મંત્રી તેજપાલે કરાવેલ “લૂણસિંહ વસતિ” નામના નેમિનાથ ચત્યની પ્રતિષ્ઠાના અવસરે ચંદ્રાવતી, નાડેલ અને જાવાલિપુર એમ ત્રણ મોટા મંડલેશ્વર રાજાઓ ત્યાં એકઠા થયાને વસ્તુપાલ ચરિત્રમાં એના કર્તા જિનહપગણિએ ઉલ્લેખ કર્યો છે:
श्री जावालिपुरस्वामी नडूलनगरेश्वरः ।।
चन्द्रावतीपुरीस्वामी त्रयोऽमी मण्डलेश्वरा ॥ ૬૧૯. કલ્યાણવિજયજી “જૈનતીર્થ સુવર્ણગિરિ' નામના લેખ, જેન' રોય. અંક પૃ. ૪૧–૫૫, માં જાવાલિપુરના રાજા ઉદયસિંહ ચૌહાણ, ચંદ્રાવતીના રાજા ધારાવર્ષના પુત્ર સોમસિંહ–જેને આબૂના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com