SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતસિંહસૂરિ ૧૩૭ गच्छेशपदं १३१६ संवत्सरे तत्र झालोरनगरे दत्तं । संघाग्रहत स्तत्र चतुर्मासी विधाय पुन स्ते पत्तने समायाताः तत्रैकदा ते निज पंचदशशिष्येभ्य उपाध्यायगदानि समर्पयामासुः। ૬૦૪. મેરતુંગરના નામે પ્રસિદ્ધ યેલી પટ્ટાલીમાં અજિતસિંહરિએ શિથિલાચાર-ચયવાસ સ્વીકાર્યો એવું વિધાન છે, તે તદ્દન અસ્વીકાર્ય છે. હકીકતમાં અજિતસિંહ સુરિ ઉગ્ર તપસ્વી હતા. તેમણે છ અટ્ટમની ખૂબ જ તપસ્યા કરી હતી. મેતુંગમૂરિ ન લધુતપદીની પ્રગતિમાંથી એમનાં તપસ્વી જીવનનાં પ્રમાણ મળી રહે છે. એમને ચૈત્યવાસી કહેવા એ એમનાં વિશુદ્ધ મુવિહિત શ્રમણજીવનને ભારે અન્યાય કરનાર વિધાન ગણાશે. કપિચક્રવતિ જયશેખરસુરિએ અજિતસિંહમૂરિને ઉપદેશ ચિન્તામણિ'. ની ગ્રંથ પ્રશસ્તિમાં “ગુણાધ્ધિ ' કન્યા છે તે જ એમના વિડિત- આચારનું યથાર્થ વર્ણન છે : ને जगत्यजितसिंहगुरुर्गुणाधिः । ૬ ૦૫. ઉક્ત પદાવલીમાં એમનું મહા શિથિલાચારી તરીકે નિરુપણ કરતે એક પ્રસંગ પણ ઢાળી દેવામાં આવ્યો છે ! પટ્ટાલીનાં વર્ણવવામાં આવેલ આ પ્રસંગ આ પ્રમાણે છે : અજિતસિંહસૂરિના ઉપદેશથી પૂરણચંદ નામના ધનાઢ્ય સાલવીએ શત્રુંજય તીર્થસંઘ કાઢ્યો. સંધપતિના અત્યંત આગ્રહથી આચાર્ય સંઘની સાથે સોનારૂપાળી સુભિત પાલખીમાં બેસીને આડંબથી ચાલ્યા. તેમનાં મસ્તક પર લાલરંગનાં રેશમી કાપડનું મનાર ભરતકામવાળું છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. અને બાજુએ શ્વેત ચામદ લડરી રહ્યાં હતાં. સંઘની મોખરે પચીશ 'છડીદાર અને હથિયારબંધ સુભટો ચાલતા હતા. શ્રાવક -શ્રાવિકાના સમુદાયો આચાર્યને જયનાદથી વધાવતા હતા. આચાર્યે એક હજાર ટંકનાં મૂલ્યનું ઉચ્ચ પ્રકારનું જરિયન કાપડ શરીર પર ધારણ કર્યું હતું. તેમનાં આડંબર અને વ્યક્તિત્વથી અંજાઈને રસ્તામાં મળતાં લોકો તેમને રાજ કે રાજકુમાર માનીને નમસ્કાર કરતાં હતાં, ચરણે ઢળતાં હતાં. પાંચસો માણસોને આ સંધ આવી રીતે પ્રામાનુગ્રામ પડાવ નાખતે આગળ વધી રહ્યો હતો. માર્ગમાં સેનપુર ગામ આવ્યું. ગામની પાદરે તળાવ કિનારે તંબુ તાણ સંઘે પડાવ નાખ્યો. સમરસિંહ ચાવડા એ ગામને અધિપતિ હતિ, તે પિતાના બસો સાગ્રી સાથે લુંટફાટનો ધંધો કરતો. રાતના સમરસિંહે સંધને ઘેરી લઈ બધું જ લુટી લીધું. આચાર્યનાં છત્ર, ચામર, પાલખી આદિ પણ લુટારાઓના હાથમાં આવી ગયાં. આથી આચાર્યને ક્રોધ ચડ્યો. ગરાધિષ્ઠાયિકા ભડાકાલીદેવીનું સ્મરણ કરી તંભનમંત્ર-વિદ્યાના પ્રયોગથી તેમણે સમરસિંહને બસે સુભટો સહિત તંબી રાખ્યો, આખી રાત એમ એવી રીતે જ વ્યતીત થઈ. પ્રભાતે ગામના લેને કાને વાત જતાં તેઓ સમરસિંહને જોવા આવ્યા. પિતાના રાજાને તથા બસો સુભટોને પથ્થરની મૂર્તિની જેમ નિશ્ચલ જોઈ તેમનાં હૃદયમાં અનુકંપા થઈ. સમરસિંહની માતાને રુદન આવી ગયું. તેણે આચાર્યને આઇજીપૂર્વક વિનતિ કરીને સમરસિંહને મુક્ત કરવા વિનવ્યા. આચાર્યો જીવહિંસા અને અનાચાર ન કરવાનું વચન માગ્યું. તેની માતાએ તે સ્વીકારતાં આચાર્યો મંત્ર શક્તિથી સમરસિંહને સ્તંભનમુક્ત કર્યો. સૌ આચાર્યને પગે પડ્યા અને તેમનો ઉપદેશ ગ્રહણ કરી જૈન ધર્મનુયાયી થયા. એ પછી સમરસિંહે જૈન ધર્મનું ચૂસ્ત રીતે પાલન કર્યું. ૬૬. વિન વિમુક્ત થયેલા સંઘે આનંદપૂર્વક ત્યાંથી પ્રયાણ કર્યું. કેટલાક દિવસો બાદ સૌ શત્રુંજય પડાંગ્યા. સંઘે ત્યાં આ દિવસ વસવાટ કર્યો. એ દરમિયાન ધર્મકાર્યો કરીને સંધ પાછા વળ્યો. આચાર્ય પણ સાથે જ રહ્યા. પારગના સથે આડંબરપૂર્વક તેમનો પ્રવેશોત્સવ કર્યો. ૬ ૦૭. મેરૂતુંગમૂ ના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાલીમાં આ આખો પ્રસંગ આ પ્રમાણે છે :ततः क्रमेणाधीतशास्त्रा स्ते श्री अजितसिंहयतयोऽपि पत्तने समायाताः । तत्र ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy