SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ અંચલગચ૭ દિગ્દર્શન કેમકે અંચલગચ્છનો પાટ સતત ત્રણ વર્ષ જેટલા લાંબા સમય સુધી ખાલી રહે એ હકીક્ત આ ગચ્છની અનૈયતા જ સૂચવે છે. ગરછની સ્થાપના થયા પછી આ પ્રસંગ પહેલી જ વાર આવ્યા. એ પછી પણ આવો પ્રસંગ નેંધાયો નથી. પ્રભાવક આચાર્ય વિના આ ગચ્છનું સંગઢન નબળું પડી ગયું હતું એ એક એતિહાસિક હકીક્ત છે. વિક્રમની ચૌદમી સદીમાં આ ગ૭નો જ નહીં, પ્રત્યેક ગ૭નો પ્રભાવ નામશેષ થઈ ગયે હતો, જેને માટે ભારતની અસ્થિર રાજકીય પરિસ્થિતિ બહુધા જવાબદાર છે. મુસલમાનોના ધર્મઝનૂની હલાઓ અને તેમના અત્યાચારોએ આ દેશના સાંસ્કૃતિક ઈતિહાસ ઉપર ભારે વિપરિત અસર કરી છે. અંચલગચ્છ એમાંથી મુક્ત રહી શકે એમ નહોતું. સામાજિક સ્થિતિ તો એથી પણ વધારે વણસેલી હતી. અનેક જાતિઓએ એ વખતે સિંધ અને રાજસ્થાનથી સ્થળાંતર કરી કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને પિતાનું વતન બનાવ્યું. આ વિષય પર હવે પછી વિચારણા કરીશું. ૬૦૨. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરાસમાં અજિતસિંહનાં સં. ૧૩૧૬ માં જાલોરમાં ઉજવાયેલા ગચ્છનાયક પદ મહોત્સવ વિષે નેધે છે : “ગછનાયકુ જાલઉરિપુરે સોત્તરઈ પ્રસિ.” મુનિ લાખા ગુરુ પટ્ટાવલીમાં એ જ વર્ષને ઉલ્લેખ કરી સ્થળ તરીકે જાવાલિપુરનું સૂચન કરે છે. જાહેરનું પ્રાચીન નામ જાપાલિપુર મળે છે. મુનિ લાખા જાવાલિપુરની સાથે સુવણગિરિને પણ નિર્દેશ કરે છે. સુવણી ગિરિતીર્થ જાવાલિપુરની તદ્દન પાસે જ આવેલું છે. ગુરુ પદાવલીની સમગ્ર નોંધ આ પ્રમાણે છે: __ छट्टा गणधर श्री अजितसिंहसरि । डोडग्राम । जिनदेव श्रेष्ठि पिता । जिनमति माता । संवत् १२८३ जन्म । संवत् १२९२ वर्षे दीक्षा । सवत् १३१४ आचार्यपद । श्री पत्ने । संवत् १३१६ वर्षे गच्छेशपद जावालपुरे। स्वर्णगिरौ । संवत् १३३९ वर्षे निर्वाण । સર્વા વર્ષ ૧ | ૬૦૩. અજિતસિંહરિએ પટ્ટધર થયા પછી આ ગચ્છનાં સંગઠ્ઠનને સુદઢ બનાવવા ભારે જહેમત લીધી એ વાત આ ગ૭ના ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે. એમણે આ ગચ્છનું સુકાન ઘણી જ સારી રીતે સંભાળ્યું એ વાતની પ્રતીતિ એમણે સં. ૧૩૩૯ માં એક જ મુહૂર્તમાં પોતાના પંદર શિષ્યને આચાર્યપદ પ્રદાન કર્યું એ હકીક્ત ઉપરથી જ મળી રહે છે. આ હકીક્તને નિર્દેશ કવિવર કાન્ત ગચ્છનાયક ગુસરાસમાં સંક્ષેપમાં આ પ્રમાણે કરે છે : “ઉગણ લઈ સન્મિ ગિયઉં, છણિ પનર પય કિ મેરૂતુંગમુરિ કૃત લઘુશતપદીની પ્રશસ્તિમાંથી પણ આ અંગેનો ઉલ્લેખ મળી રહે છે. આવા ટન ૪ મ ન પંજાનિ થાપિતાના એકી સાથે પંદર શિષ્યને આચાર્યપદ પ્રદાન કરતી વખતે સંઘે ભવ્ય મહોત્સવ ઉજવ્યો અને બધે આનંદનું વાતાવરણ પ્રસર્યું; એ પ્રસંગ તે વખતે ખરેખર, પ્રેરણાદાયક બન્યો હશે. ડો. જોનેસ કલાટે પણ તેમણે લખેલી અંચલગચ્છની પટ્ટાવલીમાં આ પ્રસંગની નેંધ લીધી છે. મેરૂતુંગસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અજિતસિંહરિએ પિતાના પંદર શિષ્યને ઉપાધ્યાય પદ આપ્યાનો ઉલ્લેખ છે તે ઉક્ત પ્રમાણોને આધારે નિરાધાર કરે છે. આ પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે અજિતસિંહરિ વિહરતા ઝાલેરનગરમાં પધાર્યા. સંઘે મેટા આડેબરપૂર્વક તેમને પ્રવેશ મહત્સવ ઉજવ્યો. સં. ૧૩૧૬ માં સંઘે તેમને ગચ્છશપદ આપ્યું અને સંધના આગ્રહથી ત્યાં ચાતુર્માસ કરીને પાછા તેઓ પાટણમાં પધાર્યા, અને ત્યાં તેમણે પિતાના પંદર શિષ્યને ઉપાધ્યાય પદે સ્થાપ્યાં : अथ ततो विहृत्येकदा ते श्री अजितसिंहाचार्या झालोर नगरे तत्रत्य संघाहूताः समायाताः । संघेनापि महताडंबरेण तेषां प्रवेशमहोत्सवो विहितः। तत स्तेभ्यः संघेन Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy