________________
શ્રી અજિતસિંહસૂરિ
૧૩૫ ___ तौ दंपती जैनधर्म दृढमानसावेकदा सारंगसहिता तीर्थयात्रार्थ प्रस्थितौ । शवजयो अर्बुदादि तीर्थयात्रां कुर्वाणो क्रमेण स्तंभनयार्श्वप्रभोदर्शनार्थ स्तंभतीर्थे प्राप्तौ । देवयोगेन तत्र तौ द्वावपि दंपती ज्वराक्रांतो तत्र पंचत्वं प्राप्तौ। ततो निराधार म्तयोः सारंगाभिधः स बालः सप्तर्षिक स्तत्रा गतानां वल्लभौशाखायाः श्री गुणप्रभसूरीणां सन्धेन समर्पितः । ततः स सारंगोऽपि गुरुणां समीपे वसन् विनयादि गुणैः संपन्नोऽभूत् । ततो गुरुभिः १२९१ संवत्सरे तस्मै सारंगाय दीक्षां दत्वा तस्याऽजितसिंह इत्यभिधानं कृतं ।।
૯૬. અન્ય ગ્રંથકારે ઉક્ત પ્રસંગ નેધતા નથી. ભાવસાગરસૂરિકૃત ગુર્નાવલીમાં માત્ર આટલો જ ઉલ્લેખ છે :
ગહિઊણું વય ભાર નામ અજિયસિંહ ખુદુ ઉસુમણી,
સિરિ ગુણો વય વિહિરિય થંભણ નરશ્મિ સંપત્તા. ૫૪ ૫૯૭. મુનિ લાખાત ગુપટ્ટાવલીમાં એમનો દીક્ષા સંવત ૧૨૯૨ માં દર્શાવેલ છે, કિન્તુ અન્ય પ્રમાણોને આધારે દીક્ષા-સંવત ૧૨૯૧ જ વધુ સ્વીકાર્ય છે. નાહટાઇને સંગ્રહની અજ્ઞાન કક પદાવલીમાં પણ દીક્ષાનું એજ વર્ષ અભિપ્રેત છે.
પ૯૮. બીજી મહત્ત્વની વાત એ છે કે પટ્ટાવલીમાં અજિતસિંહરિને વલ્લભી શાખાના ગુણપ્રભસૂરિના શિષ્ય દર્શાવાયા છે. અન્ય પ્રમાણોને આધારે તેઓ મહેન્દ્રસિંહરિના જ શિષ્ય સંભવે છે. સિંહપ્રભસૂરિના સંબંધમાં આ વિષયની સપ્રમાણુ ચર્ચા આપણે કરી ગયા છીએ. આપણે જોયું કે પૂરગામી તથા અનુગામી પટ્ટધર ગુરુબંધુઓ હતા, તેમજ બન્ને મહેન્દ્રસિંહસૂરિના શિષ્યો હતા, અને બન્નેએ એક જ વર્ષમાં દીક્ષા અંગીકાર કરેલી; એટલે આ વિષયનાં અનુપંગમાં પુનલેખન અહીં અપ્રસ્તુત છે. શ્રમણ જીવન
૫૯૯. પટ્ટાવલીમાં અજિતસિંહસૂરિનું ભ્રમણ છવન ચૈત્યવાસી જેવું વર્ણવવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે તેઓ સિંહપ્રભસૂરિ સાથે ચૈત્યવાસ સ્વીકારીને પાટણમાં જ રહ્યા. ત્યાં વસતા સાલવીએ તેમની ભક્તિ કરવા લાગ્યા. સિંહપ્રભસૂરિનાં સ્વર્ગગમન બાદ અજિતસિંહમુનિને મૂરિપદ આપીને પાટણના સંઘે તેમને અંચલગચ્છાધીશ બનાવ્યા. અન્ય પ્રમાણેને આધારે અજિતસિહસૂરિને પદમહોત્સવ સં. ૧૩૧૪ માં અણહિલપુર પાટણમાં ધામધૂમથી ઉજવાય. કવિવર કાન્ડ ગચ્છનાયક ગુરુરાસમાં નોંધે છે –
સંજમસિરિ એકાઉએ, પરિણી જેણે કુમારિક
તેર ચઉત્તરઈ આયરિવું, અણહિલપુરિ અવધારિ. ૭૩ ૬૦. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં અજિતસિંહરિનાં શ્રમણ જીવન વિષે નોંધે છે –
તપદિ અયિસિંહ સૂરીસર રાયહંસ અવયારો, સંઘેણ ઉચ્છવેણય કવિઓ ગચ્છ પઈ ભારે. ૫૯ બારસ તિરસીએ જમ્મણ ગુણ મુજય ગિડએ ચરણું,
તેરસ ચઉદસ વરસે સથે સિરિ સૂરિ ગણ ભારો. ૬૦ ૬૧. અજિતસિંહસૂરિ પટ્ટધર થયા તે વખતે અંચલગચ્છની સ્થિતિ વિશેષ નબળી હતી. એમના પૂરોગામી પધરનાં થયેલા અકાળ અવસાનથી આ ગચ્છને ઘણું જ સહન કરવું પડયું હશે એ સ્વાભાવિક છે. કિન્તુ એમનાં મૃત્યુ પછી ત્રણેક વર્ષો બાદ એમના અનુગામી પટ્ટધર અજિતસિંહસૂરિને સં. ૧૩૧૬ માં જાલેરના સંઘે પટ્ટનાયક બનાવ્યા. એ પ્રસંગ તે આ ગ૭ના ઇતિહાસમાં અસાધારણ જ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com