________________
શ્રી અજિતસિંહસૂરિ
પૂર્વ જીવન
પર. મમ્મદેશ અંતર્ગત ડોડ નામના ગામમાં વસતા શ્રીમાળી જ્ઞાતીય શ્રેણી જિનદેવ શ્રાવકનાં ધરે, તેની પત્ની જિનમતીની કુક્ષિથી સં. ૧૨૮૩ માં અચલકુમાર નામને પુત્ર અવતર્યો, જે પાછળથી અજિતસિંહસૂરિનાં નામે જૈન ઇતિહાસમાં સુપ્રસિદ્ધ થયો. મેતુંગસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં બાળકનું નામ સારંગ તથા તેની માતાનું નામ જિનદેવી દર્શાવ્યાં છે:
श्री अजितसिंहसूरयः । तदुदंतश्चैवं ॥ डोडाख्येयामे जिनदेवाभिधः श्रीमालीक्षातीय एको भाविकः श्रमणोपासकोन्यवसत् । तस्य च जिनदेव्यभ्यधाना शीलाद्यनेकगुणालंकृता भार्या सीत् । तयोः १२८३ संवत्सरे सारंगाख्यः पुत्रो जातः ।
મેરૂતુંગસૂરિ કૃત લઘુશતપદીની પ્રશસ્તિમાં માતાનું નામ જિનમતી છે. અન્ય ગ્રંથકારે પણ એ નામનું જ સમર્થન કરે છે.
૫૯૩. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુ રાસમાં અજિતસિંહસૂરિનાં પૂર્વજીવનને પરિચય કરાવતાં વર્ણવે છે :
તસ પય કમલાવર કમલ, ભાતિઈ ભવિય પણુમું: કરઉ અજિતસિંહરિ, ગુર જિણિ જગ જીત કામુ. ૭૧ ડેડ ગામિ જિનદેવ કુલે, જિનમત સુય સુકુમાલુ
જાયઉ બાર તિયાસિયએ, અમિ સસિ સમ ભાલુ ૭ર ૫૯૪. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં અજિતસિંહરિનાં માતાપિતાનું તથા તેમનાં મૂળ નામનું સુચન આ પ્રમાણે કરે છે :
તે ડેડ ગામ નયર પત્તા ગુરુ તત્ય સિરિયંસે;
જિણદેવ વસઈ વરે જિણમઈ ભજ સુઓ અચલે. ૫૩ ૫૫. પદાવલીમાંથી વિશેષ વૃત્તાંત મળે છે કે જિનદેવ અને જિનમતી જૈન ધર્મમાં દઢ શ્રદ્ધા ધરાવતાં હતાં. એક વખત તેઓ પિતાના બાળક સાથે તીર્થયાત્રાએ નિકળ્યાં. શત્રુંજય, ગિરનાર, આબુ આદિ તીર્થોની યાત્રા કરતાં અનુક્રમે તેઓ યાત્રાથે ખંભાત નગરમાં આવ્યાં. દેવયોગે પતિ-પત્ની જવર વ્યાધિથી ત્યાં જ મૃત્યુ પામ્યાં. આથી ખંભાતના સંઘે તેમનાં નિરાધાર થયેલા સાત વર્ષના બાળકને ત્યાં પધારેલા વલ્લભી શાખાનાં ગુણપ્રભસૂરિને સુપ્રત કર્યો. ગુરુના સહવાસથી બાળક ગુણવાન થયે. સં. ૧૨૯૧ માં તેને દીક્ષા આપી તેનું અજિતસિંહમુનિ નામ રાખવામાં આવ્યું. જુઓઃ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com