________________
શ્રી સિંહપ્રભસૂરિ
૧૩૧ રીતે આપે છે. વિદ્વાનોએ આ ચર્ચાને ઉગ્ર બનાવી દીધી છે. અને સૌએ પિપિતાના ગચ્છાના આચાર્યોનું નામ આગળ ધર્યું છે. આ રીતે જૈન ઈતિહાસમાં આ મુદ્દાએ જુદું જ રૂપ ધારણ કર્યું છે. અંચલગછની માન્યતા પ્રમાણે વલભી શાખાના ૯ મા આચાર્ય સમપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૦૮૮ માં વિમલવસહીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અગરચંદ નાહટાએ “શ્રી અર્બુદાચલ પ્રબન્ધ' નામના લેખમાં ખરતરગચ્છીય વિદ્ધમાનસૂરિએ એની પ્રતિષ્ઠા કરાવી છે એ મતનું પ્રતિપાદન કર્યું છે. આ સિવાય સં. ૧૪૦૫ માં રચાયેલ “પ્રબન્ધકાશ', સં. ૧૪૬૬ ની ‘ ગુર્નાવલી ” લે. પર, સં. ૧૪૮૦ ના
અબ્દક', . ૧૦, સં. ૧૬ ૬૨ ને “ઉપદેશસાર' વગેરે ગ્રંથમાં સં. ૧૦ ૮૮ માં ચાર આચાર્યોની નિશ્રામાં થયેલી વિમલવસહીની પ્રતિષ્ઠાના ઉલ્લેખ મળે છે. કવિ પાલણ કૃત “આબુ રાસ' (સં.૧૨૮૯)માં પણ એવો જ ઉલ્લેખ છે. જુઓ :
* ચિહું આયરિએહિ પદિય બહુ ભાવ ભરત. સ. ૧૪૯૭ની + ઉપદેશ તરંગિણી માં ધર્મસિંહરિને અને જિનક કૃત “વસ્તુપાલચરિત્ર', પ્રકાશ ૮ માં રતસિંહસૂરિને વિમલવસહીના પ્રતિષ્ઠાપક બતાવ્યા છે. ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાને ઈતિહાસ” ભા. ૧, પૃ. ૨૭૮માં, નાગેનગચ્છીય વીરસૂરિ, વિમાનમુરિ, રાજગચ્છીય શીલભદ્રસૂરિ, વિદ્યાધર ગીય ધર્મસૂરિ વગેરે આચાર્યોને વિમલવસહીના પ્રતિષ્ઠાપક આચાર્યો કહે છે.
૫૮૧. ત્રિપુટી મહારાજ વિશેષમાં ઉમેરે છે કે “ચાર કુળના આચાર્યો એકત્ર મળીને પ્રતિષ્ઠા વગેરે કરે એ તત્કાલીન સંઘવાદ અને જૈન એકતાનું સૂચક પ્રતીક ગણાય. વિક્રમની બારમી સદીથી નવા મતે નીકળ્યા ત્યારથી આ એકતા જોખમાઈ છે. પરિણામે ચિત્યવાસી અને ખરતરગચ્છ કે ઉપકેશગચ્છ અને ખરતરગચ્છ એક સાથે બેસીને પ્રતિષ્ઠા આદિ કરે એ અસંભવિત જેવું બની ગયું છે. વિધિ – અવિધિચત્યની કલ્પના, ઉદયનવિહારની ચર્ચા, અને બીજા ગચ્છમાં કન્યા ન આપવી વગેરેની ભેદનીતિએ આ સંગઠ્ઠનને તોડી નાખ્યું છે, જે આજ સુધી જોડાયું નથી.'
પ૮૨. વલભી શાખાના ૧૨ મા પધર ભાનુપ્રભસૂરિ વિહાર સં. ૧૧૭૯ ના અરસામાં સોપારાપત્તન તરફ હતા, જ્યાં એસજ્ઞાતીય દાહડ શ્રેષ્ઠીએ તેમને સત્કારેલા. દાડની ભાય નેઢીનાં સ્વપ્નનું રહસ્ય. આચાર્ય સમજાવ્યું હતું તે વિશે આપણે જયસિંહસૂરિના સંબંધમાં ઉલ્લેખ કરી ગયા છીએ.
૫૮૩. વલ્લભી શાખાના ૧૩ મા આચાર્ય પુણ્યતિલકસૂરિ પ્રભાવક આચાર્ય થઈ ગયા. એમણે અનેક લોકોને પ્રતિબંધ આપીને જૈન બનાવ્યા છે, તથા બીજા પણ અનેક ધર્મ–કાર્યો કર્યા છે, જેની સંક્ષિપ્ત નોંધ પ્રસ્તુત છે.
૫૮૪. પુણ્યતિલકમરિએ સં. ૧૫૨૧ માં બેણપ નગરમાં ડોડિયા જ્ઞાતિના પરમારવંશીય રાઉ સોમિલને પ્રતિબધી જૈનધમી કર્યા. સોમિલ વહાણવટી હોવાથી તેના વંશજો વાહણ ઓડકથી પ્રસિદ્ધ થયા. આ વંશમાં અનેક પ્રસિદ્ધ પુરુ થઈ ગયા છે, જેનાં સુકૃત્યો વિષે પાછળથી ઉલ્લેખ કરીશું.
૫૮૫. સં. ૧૨૨૬ માં પુણ્યતિલકસૂરિએ નગરપારકરના વતની ઉદેપાલ નામના ક્ષત્રિયને પ્રતિબોધ આપ જૈન ધમી કર્યો. ઉદેપાલના વંશજો બેરીચા એડકથી ઓળખાય છે. આ વંશમાં દેકાવાડાના રહીસ જગરાજથી લઘુસજનીય શાખા થઈ. આ ગોત્રના વંશજો નાગ પૂજક છે.
પ૮૬. સ. ૧૨૪૪ માં પુણ્યતિલકરિએ ચૌહાણ વંશીય રાઉ વણવીરને પ્રતિબધી જૈન ધર્મ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com