________________
13
અચલગચ્છ દિગ્દર્શન કર્યો. રાઉ વણવીર હસ્તિતુંડનો રાજવી હતા. તેને માલદેવ નામને કુમાર હતા. કહેવાય છે કે કુમાર માલદેવને આચાર્યો જાસલ નામના વ્યંતરની પીડામાંથી મુક્ત કર્યો, આથી તેના વંશને જાસલગેત્રથી ઓળખાયા. ગુરુના ઉપદેશથી તેમને ઓશવાળની પંક્તિમાં દાખલ કર્યા. આ વંશમાં ઉડના રહેવાસી વના શેઠથી લધુસજનીય શાખા નીકળી.
૫૮૭. શ્રીમાળી જ્ઞાતિના કાત્યાયન ગોત્રીય મુંજા શેઠે ભરાલ ગામમાં પુણ્યતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૨૦૨ માં શિખરબંધ જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. મુંજા શેઠે ત્યાં એક વાવ પણ બંધાવી. આચાર્યને ઉપદેશથી તેણે સવા કરેડ દ્રવ્ય ધર્મકાર્યોમાં વાવર્યું. એજ ગોત્રના જુરોલી ગામના રહેવાસી મુંજા નામના શ્રાવકે સ. ૧૨૧૨ માં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ભરાવી. આ બન્ને એક જ વ્યક્તિ સંભવે છે.
૫૮૮. ભોરોલ પ્રાચીન નગર છે. તેની પશ્ચિમે અઢી માઈલ દૂર રાજમહેલને ટીબો છે, ત્યાંથી પ્રાચીન ઈટ નીકળે છે. ભોરોલથી પૂર્વમાં ગણેશપુરને રસ્તે દોઢ માઈલ દૂર જ નું દેવતભેડા નામનું તળાવ છે. ત્યાં આજે બાવન દેરીવાળા જિનપ્રાસાદના અવશેષ દૃષ્ટિગોચર થાય છે. તળાવની પાસે જ “વાણિયાકેસ ખેતર” છે ત્યાં અગાઉ વાણિયાવાસ, વાણિયાઓની દુકાને કે દેરાસરના નિભાવ માટે આપેલું જૈન ખેતર હશે. પિપ્તક નગર નાશ પામ્યું અને બેરોલ નગર આબાદ થયું એવા પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેનું બીજું નામ ભરલ પણ મળે છે. મુંજા શાહે બંધાવેલું દેરાસર પણ કાળાંતરે નાશ પામ્યું. ભોરોલથી વાયવ્ય ખૂણામાં ૭ર દેરીઓવાળો અને ૧૪૪૪ થાંભલાવાળો એક જિનપ્રાસાદ હતા તે પણ નાશ પામ્યો. અહીં જમીનમાંથી નકશીદાર પથ્થરો તેમજ થાંભલાઓ નીકળી આવે છે. તેની પાસે મુંજાવાવ છે; તેથી આ દેરાસર મુંજા શાહે બંધાવેલું હોય એવું સંભવે છે. ડીસાથી ૨૮ ગાઉ દૂર અને થરાદથી પશ્ચિમોત્તર દિશામાં છ ગાઉ દૂર ભોરોલ ગામ આજે તે પ્રાચીન અવશેષોનાં સંગ્રહસ્થાન જેવું જ બની ગયું છે. આ પ્રાચીન નગર સાથે જન ઈતિહાસ સંકળાઈ ગયા છે. આ નગરનાં પ્રાચીન નામ પીપલપુર. પીપલ ગ્રામ અને પીપલપુર પટ્ટણ વગેરે હોવાનું જણાય છે. સંભવતઃ પિપલગ આ નામ ઉપરથી પ્રસિદ્ધ થયો હોય એવું પણ અનુમાન થાય છે.
૫૮૯. પ્રાગ્વાટ જ્ઞાતિના પુષ્પાયન ગોત્રીય ખેતસીએ સં. ૧૨૯૫ માં પાટણમાં ખેતરવસહી નામનું જિનાલય બંધાવી તેમાં પુણ્યતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં પ્રતિષ્ઠિત કરાવી. ખેતસીના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. સં૧૧૧૧ માં એ નગરને નાશ થવાથી તેના પૂર્વજ સંધા શેઠ ત્યાંથી નાશી પાટણમાં આવી વસ્યા. ખેતસીના વંશજો પારેખ ઓડકથી પ્રસિદ્ધ થયા.
૫૯૦. વલ્લભી શાખાના ૧૫ મા આચાર્ય સિંહપ્રભસૂરિ થયા. પદાવલીમાં જણાવાયું છે કે મહેન્દ્રસિંહસૂરિના રૂપચંદ્ર આદિ ૧૩ શિષ્ય હતા પરંતુ ખંભાતના સંઘે તેમાંથી કેઈને પણ પાટે બેસાડવાને યોગ્ય જ નહિ. વલભીશાખાના અધિપતિ સિંહપ્રભસૂરિને ગાંધારથી ખંભાત તેડાવીને તેમને અંચલગચ્છના પદધર બનાવવામાં આવ્યા. એ પછી આ શાખાનો શ્રમણસમુદાય અંચલગચ્છમાં જ ભળી ગયે. જાઓ:
ततश्चतुर्मास्या अनंतरं वल्लभीशाखाधीशाः श्री सिंहप्रभाभिधाः सूरयः स्तंभतीर्थसंघेन गांधारनगरतः समाइताः । ततः संघेन बहूनां श्रावकाणां सन्मत्या ते युवानोऽपि
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com