________________
શ્રી સિંહપ્રભસૂરિ
૧૨૯ ધમચંદ્રસૂરિ, સં. ૮૩૭. (૩) ગુણચંદરિ, સં. ૮૬૯. (૪) દેવચંદ્રસૂરિ, સં.૮૯૯. (૫) સુમતિચંદ્રસૂરિ, સં. ૯૨૫. (૬) હરિચંદરિ, સં. ૯૫૪. (૭) રત્નસિંહરિ, સં. ૯૭૦. (૮) જયપ્રભસૂર, સં. ૧૦૬. (૯) સોમપ્રભસૂરિ, સં. ૧૦૫૧. (૧૦) સુરપ્રભસૂરિ, સં. ૧૦૯૪. (૧૧) ક્ષેમપ્રભસૂરિ. સં. ૧૧૪૫. (૧૨) ભાનુપ્રભસરિ, સં. ૧૧૭૭. (૧૩) પુણ્યતિલકસૂરિ, સં. ૧૨૦૭. (૧૪) ગુણપ્રભસૂરિ, સં. ૧૨૫૦. (૧૫) સિંહપ્રભસૂરિ, સ. ૧૩૦૯. એ પછી આ શાખા અંચલગચ્છ સાથે સમ્મિલિત થઈ ગઈ
પ૭૨. વલ્લભી શાખાના આચાર્યોએ કરેલાં કાર્યો વિષે પણ અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો પ્રસ્તુત બને છે. આ શાખાના પ્રથમ આચાર્ય વલ્લભસૂરિ વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. એમના અનુગામી આચાર્ય ધર્મચંદ્રસૂરિના ઉપદેશથી પ્રાગ્વાટ જ્ઞાતિના લહિર નામના શ્રેષ્ઠીએ સં. ૮૩૬ માં નારંગપુરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. નારંગપુર પણ એણે પોતાની માતાનાં નામથી જ વસાવેલું.
૫૭૩. લહિર શ્રેણીના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. એના વંશનો મૂળ પુરુષ નરસિંહ સં. ૭૯૫ માં ભિન્નમાલ નગરમાં ગઢની અંદર રહેતા હતા. તે બાર કોડ દ્રવ્યને આસામી હતે. ઉદયપ્રભસરિએ પ્રતિબંધ આપી તેને જૈનધર્માનુયાયી કર્યો હતો. તેને પુત્ર નાગ ગુજરાતનાં ગાંભૂ ગામમાં આવી વસ્યો. ત્યાં ભૂમિ બાદમાં નિધાન મળવાથી તે કોટીશ્વર થયો. સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવ્યું, તે વખતે તેણે નાનગ શેઠને દંડનાયકની પદવી આપી. નાનગના પુત્ર લહિરને વનરાજે હાથીઓની ખરીદી માટે સિંહલદીપમાં મોકલ્યો હતો. ત્યાંથી તે સાત હાથી ખરીદી લાવ્યું. વનરાજે ખુશ થઈ સાંથલ આદિ ચોવીસ ગામો તેને બક્ષિશ આપ્યાં હતાં. લહિર વલબીશાખાના ધમચંદ્રસૂરિનો પરમ ભક્ત હતા. તેના વંશમાં મંત્રીશ્વર વિમલ છે, જેને વિષે પાછળથી પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું.
૫૭૪. વલ્લભી શાખાના ઉભા આચાર્ય રત્નસિંહસૂરિ પ્રભાવક આચાર્ય હતા. તેમણે સં. ૧૦૫ માં રણથંભોર પાસેના આછબૂ નામના ગામના ડડુ જ્ઞાતિના ધાંધલ શેઠને પ્રતિબોધી જૈન કર્યો. ધાંધલને ત્રણ સ્ત્રીઓ હતી પરંતુ તે નિઃસંતાન હતે. આચાર્યના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારતાં તેને સંતાનપ્રાપ્તિ થઈ. પુત્રના કાંટિયા નામ પરથી તેના વંશજો એ આડકથી ઓળખાયા. રતનસિંહસૂરિના ઉપદેશથી તેને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું. સં. ૧૧૬૫ માં થયેલા સોમા શેઠનો પરિવાર લીંબડિયા ઓડકથી પ્રસિદ્ધ થયો. સં. ૧૩૩૫ માં સુલતાન અલ્લાઉદ્દીને રણથંભોરને નાશ કરવાથી આ વંશના શેઠ ભાણ ચાંપાનેરમાં આવી છે. આ વંશમાં અમદાવાદમાં થયેલા નગા શેઠ સોનાનો વ્યાપાર કરતા હોવાથી તેને સે એકથી ઓળખાયા. કેટલાક વર્ષો બાદ તેમના વંશજ દેવશી શેઠ ઝવેરાતનો વ્યાપાર કરતા હોવાથી તેના વંરાજે ઝવેરી કહેવાયા.
૫૫. રત્નસિંહસૂરિના અનુગામી આચાર્ય જયપ્રભસૂરિએ સ. ૧૦૦૭માં ભિન્નમાલના પરમાર વંશીય રાઉત્ત સેમકરણને તેના પરિવાર સહિત પ્રતિબોધી જૈનધમી કર્યો. એના વંશજો વડેરા ગોત્રથી ઓળખાય છે. આ ગોત્ર વિષે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ.
પ૭૬. જયપ્રભસૂરિના અનુગામી આચાર્ય સમપ્રભસૂરિ થયા, જેમના ઉપદેશથી મંત્રીશ્વર વિમલે આબુ ઉપર શ્રી આદીશ્વર ભગવાનનો મને કર જિનપ્રાસાદ બંધાવી તેની ભવ્ય પ્રતિષ્ઠા કરી. વિમલે આરાસણ, કુંભારિયા આદિ ગામોમાં કલાત્મક જિનપ્રાસાદો બંધાવ્યા છે. તેણે આબુ પાસેના પ્રદેશમાં શ્રીદેવીનાં નામથી શ્રીપુર ગામ વસાવ્યું જે આજે સરોતરાના નામથી વિદ્યમાન છે. એમાં બંધાવેલા મંદિરનાં ખંડિયેરો આજે પણ વિદ્યમાન છે.
સોમપ્રભસૂરિ અને અંચલગચ્છના ૪૫ મા પટ્ટધર વીરચંદ્રસૂરિ વચ્ચે સ્નેહભાવ ન હતો. એ અંગે આગળ ઉલેખ થઈ ગયો છે. પદાવલીના શબ્દોમાં એ પ્રસંગ આ પ્રમાણે છે :
૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com