________________
૧૨૮
અંચલગચ્છ દિગ્દર્શન આવશું પ્રકરણ રોકે એવો મહત્વપૂર્ણ છે. આ દષ્ટિએ આ શાખાના ઈતિહાસ પર સંક્ષેપમાં દષ્ટિપાત કરવો આવશ્યક બને છે.
૫૬ ૯. આ શાખાના ઇતિહાસ અંગે કોઈ રવતંત્ર પદ્દાવલી પ્રાપ્ત થતી નથી, કિન્ત ભટ્ટગ્રંથમાંથી આ શાખા અંગે ઘણાં ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પદાવલીની નોંધો દારા આપણે જોઈ ગયા કે, અનેક ગોત્રાને પ્રતિબંધ આપી જૈન બનાવનાર ૩૮ મા પટ્ટધર ઉદયપ્રભસૂરિ મહાપ્રભાવક આચાર્ય હતા. તેઓ પાદેવસૂરિના શિષ્ય અને પ્રભાનંદસૂરિના ગુરુ હતા. નાક ગામમાં જિનદાસ પ્રભૂતિ સંઘના આગ્રહથી તેમણે પ્રભાનંદમુનિને આચાર્યપદ પ્રદાન કર્યું. તે પ્રસંગે તેમને સંસારપક્ષના મામા જિનદાસ શ્રાવકે એક લાખ રૂપિયા ખરચીને તેમને પદમહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. આથી પ્રભાનંદસૂરિનો પરિવાર સં. ૮૦૨ થી નાણકગછનાં નામથી પ્રસિદ્ધ થયે. તે વખતે ઉપાધ્યાય વલભમુનિ પિતાને આચાર્યપદ ન મળવાથી મનમાં દુભાઈને ત્યાંથી જુદો વિહાર કરીને નાડેલ નગરમાં ગયા. ત્યાંના સંઘે ઉદયપ્રભસૂરિને ત્યાં આગ્રહપૂર્વક તેડાવીને તેમને પણ આચાર્યપદ અપાવ્યું. તે પછી વલ્લભસૂરિને પરિવાર વલ્લભીગ૭ તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે શંખેશ્વરગ૭ના નાણક અને વલ્લભી એમ બે પક્ષો સ. ૮૩૨ થી થયા. પિતાના ગચ્છના બે વિભાગો પડવાથી ઉદયપ્રભસૂરિ અત્યંત દુઃખી થયા, અને અનશન કરી તેઓ નાડેલનગરમાં જ સ્વર્ગ સંચર્યો. આ બધી ઘટનાઓ પદાવલી દ્વારા જાણી શકાય છે. જુઓઃ
तेषां सप्तति गोत्राणां सर्वेऽपि मनुष्यामिथ्यात्वं परित्यज्य जैनधर्म प्रपेदिरे एवं विद्या महाप्रभावका स्ते उदयप्रभसूरयो विहरंत एकदा नाणकाख्येग्रामे समायाताः। तत्र जिनदासादि श्रायकाणामाग्रहत स्तैः श्री प्रभानंदमुनये सूरिपदं दत्तं । तेषां सांसारिक मातुलेन जिनदासश्रावकेण लक्षद्रव्य व्ययतः सूरिपदमहोत्सवः कृतः। तत स्तेषां प्रभानंदसूरीणां अनिपरिवारो विक्रमार्क ८३२ संवत्सरे नाणकगच्छाख्यया प्रसिद्धो बभूव । अथ मनसिदूना वल्लभोपाध्याया स्ततः पृथग विहृत्य नाडोलनगरे गताः । तत्रत्य संधेन चाग्रहत उदयप्रभगुरवोऽपि तत्रा कारिताः । संवाग्रहतश्च गुरभिस्तत्र वल्लभोपाध्यायेभ्योऽपि सूरिपदं दत्तं । ततस्तेषां वल्लभसूरीणां परिवारो वल्लभीशाखाभिधानेन प्रसिद्धो जातः । एवं स्वगच्छविभागतः खिन्ना उदयप्रभसूरयोऽनशनं विधाय नाडोलनगरे વર્ષ નતાઃ ||
૫૭૦. વલ્લભી શાખાના અસ્તિત્વ અંગેનું પ્રમાણ વાચક લાવણ્યચંદ્રકત પદાવલી દ્વારા પણ મળી રહે છે. એના ઉલેખાને આધારે કહી શકાય છે કે ઉદયપ્રભસૂરિના પ્રભાનંદસૂરિ અને વલ્લભસૂરિ એમ બે દિવ્યા હતા, તેમાં પ્રભાનંદસૂરિ મુખ્ય હતા. આ બન્ને શિષ્યોથી અનુક્રમે નાણકગછ અને વલ્લભીગ૭ અસ્તિત્વમાં આવ્યા. વાચક લાવણ્યચંદ્ર પટ્ટાવલીમાં વલ્લભીગ૭ અંગે વિશેષ માહિતી નેંધતા નથી : જુઓઃ શ્રીમાનયમો ગળધરો મૂત્મળભૂપતિઃ | ૨૨ . તષ્યિ સુખં કુરાતોराध्यः प्रभानंद गुरु गणाधिपः । द्वैतीयिको वल्लभसूरिजितः । शाखा ततो वल्लभिका મા.... માત્ર આટલા જ સંક્ષિપ્ત ઉલ્લેખ પરથી પણ આ શાખાનું અસ્તિત્વ પ્રમાણિત થાય એમ છે. આ શાખાના આચાર્યોએ કરેલા ધર્મકાર્યોના ઉલ્લેખો ભગ્રંથમાંથી સવિશેષ મળી રહે છે, જેને પં. હી. હં. લાલને જૈન ગોત્રસંગ્રહમાં સંગ્રહિત કરેલ છે. આ બધાયે પ્રમાણોને આધારે વલ્લભીશાખા અંગે ઠીક ઠીક સામગ્રી એકઠી થઈ શકે એમ છે.
૫૭૧. વલ્લભીશાખાની આચાર્ય પરંપરા આ પ્રમાણે દર્શાવાય છે (૧) વલ્લભસૂરિ, સૂરિપદ સં.૮૩૨.(૨)
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com