________________
શ્રી સિંહપ્રભસૂરિ જન્મ સં. ૧૨૮૩માં થયો હતો, કિન્તુ મુનિ લાખા જન્મ સંવત ૧૨૮૦ દર્શાવે છે. એટલે એમના માતાનુસાર સિંહપ્રભસૂરિ ૩૩ વર્ષની ઉમરે સ્વર્ગસ્થ થયા. મૃત્યુ સ્થળ તરીકે તેઓ પણ તિમિરરને જ ઉલ્લેખ ४२ छ : पंचम गणधर श्री सिंहप्रभसूरि । वीजापुरि ।मं० अरिसिंह पिता प्रीतिमती माता । संवत् १२८० वर्षे जन्म । संवत् १२९१ वर्षे दीक्षा । संवत् १३०९ वर्षे सूग्पिद । संवत् १३१३ निर्वाणं । तिमिरपुरे । सर्वायु वर्ष ३३ ।
પ૬૫. ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાંથી પણ નિર્વાણસ્થળ તરીકે તિમિરપુરને જ ઉલ્લેખ મળે છે –
૫૭
અહ સિંહપદ્ધસૂરિ ગણનાહો હણિય મેહમય માણો, બારસ તિસીએ જમ્મણ ગાણએય ચરણ સિરી. તેર નોત્તર વરિએ સૂરીપય ગ૭ ભાર સંજુત્તો, તેરેરિ તિમિરપુરે સુરભવણલંકિએ સેવિ.
૫૮
પક. ઉક્ત અતિહાસિક પ્રમાણે અત્યંત વિશ્વસનીય હેઈને સિદ્ધ થાય છે કે સિંહપ્રભસૂરિ સં. ૧૩૧૩ માં તિમિરપુરમાં માત્ર ત્રીસ વર્ષની ભરયુવાન ઉંમરમાં દેવલોક પામ્યા. આટલી નાની ઉંમરમાં આ પટ્ટનાયકે જે સફળતા મેળવી છે તે દ્વારા જ એમની અસાધારણ શક્તિને આપણને પરિચય મળી રહે છે. તેઓ દીર્ધાયુ થયા હતા તે આ ગચ્છને સુંદર આધ્યાત્મિક નેતૃત્વ આપી શક્યા હોત. દુર્ભાગ્યે એમ ન થયું, અને પરિણામે આ ગચ્છનાં ઘેડપૂર ઓસરતાં રહ્યાં. ઠઠ મેતુંગમૂરિ સુધી આ ગચ્છને પ્રભાવ સાધારણ થતું ગયો. આ અરસાની રાજકીય સ્થિતિ પણ એવી જ વણસેલી હતી. મુસલમાનોનાં નિરંકુશ ધાડાંઓ ધર્મઝનૂનની ચિનગારી પ્રસરાવતા જતાં હતાં. રાજકીય અંધાધુંધીની અસર સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ પડે એ સ્વાભાવિક છે. ક્ષત્રિઓની શક્તિ ક્ષિણ થઈ ગઈ હતી અને પરિણામે હિન્દુ ધર્મની સાથે જૈન ધર્મને પણ ભારે સહન કરવું પડ્યું. આ બધાનાં માઠાં પરિણામો દરેક ક્ષેત્રને ભોગવવા પડ્યાં. આવી કમનશીબ સ્થિતિને લક્ષ્યમાં રાખીને તેમજ તત્કાલીન યુગપ્રવાહના અનુપંગમાં અનુગામી પટ્ટનાયકેની કારકિર્દી મૂલવવી જોઈએ.
૫૬૭. કવિચક્રવતિ જ્યશેખરસૂરિએ “ઉપદેશ ચિન્તામણિ'ની ગ્રંથ પ્રશસ્તિમાં સિંહપ્રભસૂરિ વિષે સંક્ષેપમાં જ ઉલ્લેખ કર્યો છે; વિશ્વમા ગુહા કથિતત્તતોષિા “ત્યાર પછી પ્રસિદ્ધ એવા સિંહપ્રભ ગુરુ થયા” માત્ર આટલો જ નિર્દેશ કરી એમણે એ પદનાયકની કારકિર્દી મૂલવી. સિંહપ્રસૂરિ સમર્થવાદી હોદને ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા હશે. એ વાત આ પ્રશસ્તિ પરથી અનાયાસે સ્પષ્ટ થાય છે. વલભી શાખા
૫૬૮. અંચલગચ્છની આ શાખાએ જેન શાસનના ઉદ્યોતમાં મહત્ત્વપૂર્ણ હિસ્સો પૂરાવ્યો છે. આ શાખાના આચાર્યોએ પિતાનાં પ્રશસ્ત સુકૃત્યોથી અંચલગચ્છની કારકિર્દીમાં યશકલગી ચડાવી છે એ કહેવું જ રહ્યું. જ્યારે વડગછની પરંપરામાં શંખેશ્વર અને ખૂબ જ વિસ્તાર હતા તે વખતે આ શાખાને ઉદ્ભવ થયો. કાલક્રમે રાજકીય વિનિપાતની સાથે ગ૭ પ્રવૃત્તિની ઓટ જણાવા લાગી ત્યારે આ શાખા પુનઃ અંચલગન્નાં સ્ત્રોત સાથે મળીને વિલીન થઈ અને એ રીતે એનો યાચિત અંત આવ્યો. આ શાખાનું અસ્તિત્વ સિંહપ્રભસૂરિ પછી લુપ્ત થયું છતાં તેને ગૌરવમૂલક ઈતિહાસ આ ગચ્છના ઈતિહાસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com