________________
અચલગચ્છ દિન માતપિતાએ તેને સમજાવી કે રાણે વૃદ્ધ સજનોય છે અને આપણે લઘુ સજનીય છીએ માટે લગ્ન થઈ શકે નહીં. પરંતુ કન્યાએ હઠ લીધી કે એમ નહીં થાય તે હું અગ્નિમાં બળી મરીશ. શ્રીપાલે મહાજન દ્વારા રાણાને સમજાવવા પ્રયાસો કર્યા પરંતુ રાણે માન્યો નહીં. આમ કન્યા અઢાર વર્ષ સુધી કુંવારી રહી. અંતે કન્યા બળી ભરવા તૈયાર થઈ તેને જોવા જતાં તેની દાદી ધારણું ગોખ ઉપરથી પડી મૃત્યુ પામી. રાજાના કાને વાત જતાં કન્યાને પાછી વાળવામાં આવી અને તેને હુકમ કરી રાણા સાથે પરણવી, રાજાએ પાંચ ગામ કન્યાદાનમાં પણ આપ્યાં. આ રીતે સં. ૧૩૩૫ માં વૈશાખ સુદી ૫ ને ગુરુવારે વડેરાની લઘુ શાખા રાણાથી નીકળી.
પ૬૦. સં. ૧૩૧૧ માં ઉમટા ગામમાં યવનોએ હુમલો કર્યો હતે એ ઉલેખ ભગ્રંથોમાંથી મળે છે. ભિન્નમાલના શંખ નામના ધનાઢય વૈષ્ણવ શ્રેષ્ઠીને સં. ૭૮૫ માં ઉદયપ્રભસૂરિએ પ્રતિબધી જેન કર્યો. ભિન્નમાલનો નાશ થતાં તેના વંશજ સહસા શેઠ સં. ૧૧૧૧ માં ત્યાંથી નાશી થરાદના અચવાડી ગામમાં વસ્યા. તેના વંશજ મહીપતિ શેઠને જેગિણી નામની સ્ત્રીથી આકા, વાંકા નાકા તથા તેડા નામે ચાર પુત્ર થયા. પુત્ર કાલા તથા તેને પુત્ર વઈજા ઉમટા ગામમાં વો. એ નિઃસંતાન હોવાથી તેણે પોતાની ગોત્રની ચામુંડા દેવીનું મંદિર બંધાવી તેમાં ચામુંડાની સુવર્ણપ્રતિમા સ્થાપન કરી. સં. ૧૩૧૧ માં વઈજાને પુત્ર પ્રાપ્તિ થઈ. થોડાક દિવસો બાદ ગામમાં યવને આવ્યા. ગોત્રદેવીની મૂતિ ઉછળીને કૂવામાં પડી એવો ભદગ્રંથોમાં ઉલ્લેખ છે. શક્ય છે કે યવનોએ તેમ કર્યું હોય. એ પછી દેવીની મૂર્તિને આંબલીના વૃક્ષ નીચે સ્થાપવામાં આવી હોવાથી વઈજાના વંશજો “આંબલિયા” ઓડથી ઓળખાયા. આ ગેત્રમાં થયેલા કેટલાક મણિયાર ઓડકથી પણ ઓળખાય છે.
૫૬૧. આરાસણને મુસલમાનોએ નાશ કરતા, શ્રીમાળી જ્ઞાતિને, સાંડસા ગેત્રીય મંત્રી નાયક કુટુંબ સહિત ઈડરમાં જઈ વસ્યો. મંત્રી નાયકે ખેરાલુમાં સિંહપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૧ માં શ્રી યુગાદિદેવનું શિખરબંધ મંદિર બંધાવ્યું, તેમજ સૂર્ય, નારાયણ તથા ઈતર વૈષ્ણવ મંદિર પણ બંધાવ્યાં. તદુપરાંત તેણે વાવ, કૂવા વિગેરે બંધાવી સર્વ મળી ત્રણ કરોડ દ્રવ્ય ખરચ્યું. સં. ૧૩૩૬ માં દુષ્કાળ વખતે તેણે ઘણું દ્રવ્ય ખરચી લેકને ઉગાર્યા.
૫૬૨. એનાજ જ્ઞાતિબંધુ ભરથાની સ્ત્રી ઝાલીએ સં. ૧૩૧૧ માં અંચલગચ્છીય સોમતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધ મંદિર તથા ઝાલેશ્વર તળાવ બંધાવ્યાં. આ વંશમાં પાટણમાં ગોદડાને પાડે વસનારા જેરાજના વંશજો ગોદડિયા ઓડકથી ઓળખાય છે. સ્વર્ગારોહણ
૫૬૩. સમર્થ વાદી તરીકે સર્વત્ર ખ્યાતિ પામેલા, અંચલગચ્છના બાવનમાં પધર, આચાર્ય સિંહપ્રભસૂરિ સં. ૧૩૧૩ માં માત્ર ૩૦ વર્ષની જ ઉમરમાં મૃત્યુ પામ્યા. એમના ગુરુબંધુ અજિતસિંહસૂરિને એમણે અનુગામી પટ્ટધર તરીકે નિયુક્ત કર્યા અને ગધુરા સેંપી. પટ્ટાવલીમાં એમનાં સ્વર્ગારેહણ સ્થળને નિર્દેશ નથી પરંતુ અન્ય પ્રમાણ ગ્રંથે પરથી જાણી શકાય છે કે સિંહપ્રભસૂરિ તિમિરપુરમાં દિવંગત થયા. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુરાસ”માં નોંધે છે –
દીક્ષા બાર એકાઉએ તેરનવોત્તરઈ સૂરિ,
તૈર તિરોત્તરઈ તિમિરપુરે સગિ ગિઉ ગુણ ભૂરિ. ૭૦ પ૬૪. મુનિ લાખા કૃત ગુરુપદાવલીમાં સિંહપ્રભસૂરિના જન્મ સંવત અંગે મતભેદ છે. એમને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com