________________
અંચલગચ્છ દિગદર્શન હતા, પરંતુ સંઘે તેમાંથી કોઈને પણ તેમની પાટે બેસાડવાને યોગ્ય જાહ્યો નહીં. ચાતુર્માસ પછી વલભી શાખાના અધિપતિ સિંહપ્રભસૂરિને ખંભાતના સંઘે ગાંધાર નગરથી બોલાવ્યા અને તેમને મહેદ્રસિંહસૂરિની પાટે સ્થાપ્યા. તે પછી વલ્લભી શાખાને શ્રમણ સમુદાય પણ અંચલગચ્છમાં ભળી ગયો.
૫૪૭. મેતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીની બાબતે અન્ય પ્રમાણુ ગ્રંથોમાં વર્ણવેલી ઘટનાઓ સાથે સુસંગત જણાતી નથી. સિંહપ્રભસૂરિ વલ્લભી શાખાના અધિપતિ હતા અને મહેન્દ્રસિંહ સૂરિના સ્વર્ગવાસ બાદ ખંભાતના સંઘે તેમને અંચલગચ્છના પટ્ટધર બનાવ્યા એવો ઉલેખ કોઈ પણ પ્રાચીન ગ્રંથમાંથી પ્રાપ્ત થતી નથી, એટલું જ નહીં, મહેન્દ્રસિંહરિ ખંભાતમાં કાળધર્મ પામ્યા એ બાબત પણ અન્ય ગ્રંથોને આધારે અસ્વીકાર્ય જણાય છે. મુનિ લાખા કૃત ગુપદાવલીમાં તેઓ તિમિરપુરમાં દિવંગત થયા હતા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. કવિવર કા ગચ્છનાયક ગુરુરાસમાં પણ મહેન્દ્રસિંહ સૂરિના સ્વર્ગારોહણ સ્થળ તરીકે તિમિરપુરનો જ ઉલ્લેખ કરે છે–
બાર તિસઈ આયરિઉ એકહતર ગચ્છ ભારિ,
તેર નોતરઈ તિમિરપુર, પુતઉ ૫દ લઈ પારિ. ૬૭ ભીમશી માણેક ગુરુપટ્ટાવલીમાં મહેન્દ્રસિંહરિનાં સ્વર્ગવાસ સ્થળ તરીકે તથરવાનો નિર્દેશ કરે છે. તથરવાડ નામ તિમિરપુરનું અપભ્રંશ હેય એ સંભવિત છે. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કરૂંક અંચલગચ્છીય પટ્ટાવલીમાં તઈરવાડ-તિમિરપુરના ઉલેખ દ્વારા સચિત થાય છે, - ૫૪૮. ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાંથી આપણે જાણી શકીએ છીએ કે મહેન્દ્રસિંહસૂરિ પિતાના અનુગામી પટ્ટધર તરીકે સિંહપ્રભસૂરિને નિયુક્ત કરી તેમને ગચ્છનો ભાર સોંપીને સ. ૧૩૦૯ માં સ્વર્ગવાસી થયાઃ
તેર નવોત્તર વરિસે સિંહપહેરિ ગ૭ પઈ ભારે,
હાવિય માહિંદસરી સુહઝાણે સો દિવ પત્તો. ૫૬. ૫૪. ઉપર્યુક્ત પ્રમાણોથી સિદ્ધ થાય છે કે મહેન્દ્રસિંહસૂરિ સં. ૧૭૦૯માં, સર્વ ભળીને ખ્યાસી વર્ષનું આયુષ્ય ભોગવી, ગચ્છધુરા સિંહપ્રભસૂરિને સોંપીને તિમિરપુરમાં સ્વર્ગવાસી થયા. એમનાં મૃત્યુને સાત શતાબ્દીઓ થઈ ગઈ હોવા છતાં, અંચલગચ્છના અનુયાયીઓ એ સમર્થ પટ્ટધરને આજે પણ ભૂલ્યા નથી. અંચલગચ્છની સમાચારી કે તેનું મંતવ્ય જાણવા સૌ મહેન્દ્રસિંહસૂરિત શતપદીનો આધાર લે છે, તેમજ તેમણે રચેલી અષ્ટોત્તરીને પાઠ સામાયિકમાં કહીને એ પ્રભાવક આચાર્યને સદેદિત મૂક ભાવાંજલિ અર્પે છે. અંચલગચ્છ પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિથી માંડીને મહેન્દ્રસિંહસૂરિ સુધીના બધા જ પટ્ટધર ગ્રંથકાર હતા. મહેન્દ્રસિંહસૂરિના અનુગામી પટ્ટધરથી આ સામ્ય વિલીન થયું. મહેન્દ્રસિંહસૂરિ સુધીના સમયમાં ઘણી જ મહત્વપૂર્ણ સાહિત્યકૃતિઓની રચના થઈ જે વિષે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા. એ પાછી ઠેઠ મેરૂતુંગરિના સમય સુધી કોઈ મહત્વપૂર્ણ સાહિત્યકૃતિ રચાઈ નથી. અલબત્ત, છૂટી છવાઈ કૃતિઓ તે નોંધાઈ જ છે, પરંતુ મેતુંગસૂરિને સમય સાહિત્યની દૃષ્ટિએ માત્ર અંચલગચ્છના કે જેનધર્મના ઈતિહાસમાં જ નહીં, ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે. મહેન્દ્રસિંહસૂરિના સમય સુધીમાં બહુધા ધાર્મિક વિષય ઉપર જ ગ્રંથે જોવા મળે છે, જેમાં ભુવનતંગસૂરિની રચનાઓ ચિરસ્મરણીય રહેશે. આ વિષયમાં આપણે પ્રસંગોપાત ચર્ચા કરી ગયા. મેતુંગસૂરિના સમયમાં થયેલા સાહિત્યના વિવિધ પ્રકારનાં ખેડાણ વિષે પાછળથી વિચારણા કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com