________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૨૧ २५५८ ५यु -इह सावशे प्रवचनेऽनेके विचाराःसन्ति । परमत्राञ्चलगच्छशृंगारहार श्री મહેન્દ્રસિદમા વિવારા સંસ્કૃતિ ! આ ઉપરથી જાણું શકાય છે કે પ્રસ્તુત ગ્રંથ અંચલગીય મહેન્દ્રસિંહરિએ જ રહ્યા છે.
૫૪ર. મહેન્દ્રસિંહસૂરિએ પ્રાકૃતમાં “મનઃસ્થિરીકરણ પ્રકરણ” નામનો ગ્રંથ પદ્યમાં રચ્યો છે, જેની તાડપત્રાની હસ્તપ્રત પાટણના ભંડારોમાં વિદ્યમાન છે. જુઓ ૫. લાલચંદનું પાટણના ભંડારનું સૂચિપત્ર પૃ. 1. ગ્રંથ પ્રશસ્તિ પરથી 14ણી શકાય છે કે મહેન્દ્રસિંદસૂરિએ આ ગ્રંથ ધર્મદેવસૂરિના કહેવાથી સં. ૧૨૮૪ માં રચ્યો છે :
સિરિ ધમ્મસુરિસુગુરૂએસ સિરિ મહિંદ સુરીહિ',
મણધિરકરણ પગરણું સંકલિઓ બારચુલસીએ. ૫૪૩, મહેન્દ્રસિંહરિએ પિતાના ઉક્ત પ્રાકૃત ગ્રંથ પર ૨૩૦૦ કલેક પરિમાણનું સંસ્કૃત ગદ્યમાં વિવરણ પણ લખ્યું છે. તેમાં મૂળ ગ્રંથની કઠિન ગાથાઓનો ભાવાર્થ રજૂ કરી તેનાં ઉપર સંક્ષેપમાં વિવરણ કરવામાં આવ્યું છે. ગ્રંથકર્તા આ વિવરણની પ્રશસ્તિમાં પિતાનો હેતુ આ પ્રમાણે જણાવે છે: इति मनःस्थिरिकरणस्यविषम विषमतरगाथानां भावार्थमात्रप्रदर्शक संक्षिप्ततरविवरणमपि तैरेव श्री महेन्द्रसूरिभिविहितमस्ति ॥
૫૪૪. મહેન્દ્રસિંહસૂરિએ ધર્મસૂરિના કહેવાથી સં. ૧૨૮૪ માં “સાર સંગ્રહ ' નામનો પદ્ય ગ્રંથ પ્રાકૃત ભાષામાં ર. જુઓ ૫. લાલચંદ્ર ગાંધીનું પાટણના ભંડારનું મૂચિપત્ર પૃ. ૧૫૩. ગ્રંથ સમાપ્તિમાં કવિ વર્ણવે છે :
ઈય ધમ્મસૂરિ સુગુરુએસઓ સિરિ મહિંદસૂરીહિં,
કઈવ પૂપિયાથી સંકલિયં બાર ચુલસીએ. ૫૪૫. મહેન્દ્રસૂરિએ બીજા પણ ગ્રંથ રચ્યા હશે. પરંતુ તે વિષે જાણી શકાતું નથી. પદાવલીના ઉલેખ પરથી કહી શકાય છે કે એમણે “ગુગુણષત્રિશિકા' નામનું મનોહર સ્તોત્ર પણ રચ્યું છે, પરંતુ આ ગ્રંથની વિદ્યમાનતા નક્કી કરી શકાતી નથી. પણ એમના ઉપલબ્ધ ગ્રંથે પરથી એમની વિના આંકી શકાય એમ છે. આપણે જોઈ ગયા કે એમણે લખેલી “ શતપદી' જૈન સાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. એ શૈલીના ગ્રંથમાં એ અજોડ છે. એવી જ રીતે એમણે રચેલી અષ્ટોત્તરી પણ જેન સાહિત્યમાં સૌ પ્રથમ ઉપલબ્ધ વિરતીણુતીર્થમાળા છે. એ પછી આ પ્રકારના સાહિત્યનો ખૂબ ખૂબ વિકાસ થો, અનેક તીર્થમાળાઓ રચાઈ અને આ પ્રકારનાં સાહિત્યનું ખેડાણ જૈન ઈતિહાસનું અને જૈન વાલ્મયનું અવિભાજય અંગ બની ગયું. આ દૃષ્ટિએ “અષ્ટોત્તરી ' દ્વારા એમણે જૈન સાહિત્યનાં નવા જ અંગનું સૂત્રપાત કર્યું, જે સાહિત્યના ક્ષેત્રમાં એમનો ખૂબ જ કિંમતી હિસો ગણવો જોઈએ. સ્વર્ગવાસ - ૫૪૬. પટ્ટાવલી વર્ણવે છે કે મહેન્દ્રસિંહ સુરિ વિહરતા અનુક્રમે ખંભાતમાં પધાર્યા. ત્યાંના સંધના આગ્રહથી તેઓ સં. ૧૩૦૯ માં ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ ઉગ્ર વિહારી તરીકે પ્રસિદ્ધ હતા. પર્યુષણ પર્વમાં ઉપવાસ કરી તેઓ કલ્પસૂત્ર વાંચતા હતા તે વખતે વાયુના પ્રકોપથી વ્યાખ્યાન સભામાં પાટ પર બેઠા બેઠા જ દેડ છાડી દેવલેકે ગયા. તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યા બાદ શ્રાવકોએ શ્રી સ્તંભન પાર્શ્વપ્રભુનાં જિનાલયમાં તેમની પાદુકાઓ સ્થાપી. તેમના રૂપચંદ્ર આદિ તેર શિષ્ય
૧૬
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com