________________
૧૨૦
અંચલગચ્છ દિગ્દર્શન અષ્ટોત્તરી તીર્થમાલા રચી. આ તીર્થમાલા પ્રાચીન તીર્થોના દતિહાસ માટે પણ ઉપયોગી છે. આ કૃતિનો પાઠ અચલગચ્છની મોટી સામાયિકમાં કરવામાં આવે છે. ભીમશી માણેકે આ કૃતિને સૌ પ્રથમ વિધિપક્ષગચ્છીય પંચપ્રતિક્રમણ સત્રમાં પ્રકાશિત કરેલી. આ તીર્થમાલા અષ્ટોત્તરસ્તિવ 'ના નામથી પણ પ્રસિદ્ધ છે. કૃતિને અંતે કવિ પિતાનું નામ આ પ્રમાણે સૂચવે છે :
એવમ સાસાય સાસય પરિમા યુણિયા જિણુંદ ચંદાણું;
સિરિમંમહિંદ ભવણિ, દ ચંદમુણિવંદ મહિયા ૧૧૧ ૫૩૮. આપણે આગળ ઉલ્લેખ કરી ગયા કે બેવટ્ટણ નગરમાં સંઘના આગ્રહથી મહેન્દ્રસિંહરિ ચાતુર્માસ પહેલા તે વખતે અષ્ટોત્તરી-તીર્થમાલા સામાયિકમાં તેમણે કરી –
બેવઢણમિ નયણે પત્તા સંધાયણે વ. ૪૩ ચઉમાસે સંડવિયા અટ્ટોત્તરિ ગાઠિયા કો તત્ય,
તિસ્થયમાળ ભિાણા સામાઈય મજિક સટ્ટાણું. ૪૪ આ તીર્થમાળાની રચનાનું વર્ષ કરિએ જણાવ્યું નથી, પરંતુ તેની ૯૩ મી ગાથામાં સં. ૧૨૮૭ માં પ્રતિષ્ઠિત થયેલાં આબૂ પરનાં મંત્રી વસ્તુપાળ કૃત જિનભવનનો નિદેપ હોઇને, તે ત્યાર પછી સ્વલ્પ સમયમાં રચાઈ હશે એમ અનુમાન કરી શકાય છે. મહેન્દ્રસિંહમુરિ સં. ૧૩૦૯માં પરલોકવાસી થયા હોઈને સ્પષ્ટ છે કે પ્રસ્તુત તીર્થમાળા સં. ૧૨૮૭ અને ૧૩૦૯ વચ્ચેના કોઈ સમયમાં રચાઈ છે.
૫૩૯. મહેન્દ્રસિંહસૂરિએ અષ્ટોત્તરી પર પ્રાપ્ત ૩૦૦૦ કલેક પરિમાણની વૃત્તિ પણ રચેલ છે. જયશેખરસૂરિએ પણ અષ્ટોત્તરી પર અવચૂરિ રચેલ છે. જુઓ ડે. બુલરનો સંસ્કૃત હસ્તપ્રતવિષયક ચતુર્થ અહેવાલ, ક્રમાંક ૨૨૫. તથા ૮, ક્રમાંક ૪૧૮. મહેન્દ્રસિંહસૂરિએ પિતાની ટીકામાં જૈન તીર્થોની ઉત્પત્તિ અને તેનાં મહાગ્ય આદિનું પ્રમાણ સહિત વર્ણન કર્યું છે, જે તીર્થસાહિત્ય માટે અત્યંત ઉપયોગી ગણાય છે.
૫૪૦. મહેન્દ્રસિંહસૂરિએ આતુર પ્રત્યાખ્યાન તેમજ ચતુદશરણ પર અવચૂરિ રચેલ છે એવા ઉલ્લેખ પણ મળે છે. પ્ર. વેલણકર “જિનરત્નકોશ' પૃ. ૧૧૭માં જણાવે છે કે આ કૃતિઓ મહેન્દ્રસિંહસૂરિએ નહીં પરંતુ તેમના શિષ્ય ભુવનતુંગરિએ રચેલ છે.
૫૪૧. મહેન્દ્રસિંહસૂરિએ વિચારસપ્પતિક નામનો ગ્રંથ રહ્યો છે, જેના ઉપર તપાગચ્છીય વિજયદેવમૂરિના શિષ્ય વિનયકુશલે સં. ૧૬૧૫ માં વૃતિ રચેલ છે, મૂળ ગ્રંથ અને આ ટીકાને સને ૧૯૬૯ માં જેન આત્માનંદ સભા, ભાવનગરે ક્રમાંક ૧૮ માં પ્રકાશિત કરેલ છે. મહેન્દ્રપ્રભસૂરિ તથા ધર્માનંદ ઉપાધ્યાયે પણ વિચાર સપ્તતિકા ઉપર અવચૂરિ રચેલ છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાત કર્વક ટીકા પણ પ્રાપ્ત થાય છે? જુઓ ડો. ભાંડારકરને રિપિટ ૬, ક્રમાંક ૧૨૪૬; છે. બુલર ૮, ક્રમાંક ૩૧૫; કિલહને ૨, ક્રમાંક ૩૯૮; પિટર્સન ૫, ક્રમાંક ૮૩૦. વિચારપ્તતિકાના અંતિમ શ્લોકમાં કવિ પિતાનું નામ આ પ્રમાણે સૂચવે છે :
ચઉદશ ગુણસવાણે ઈ દુહો કમણ રહિશો,
નરસુર મહિંદવંછિય સિવપાસાએ સયા વસ. ૮૧. કવિ પિતાના ગચ્છનું નામ ગ્રંથપ્રશસ્તિમાં જણાવતા નથી, પરંતુ ગ્રંથના મંગળાચરણમાં જ ટીકાકારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com