SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિંહપ્રભસૂરિ ૫૫૦. અંચલગચ્છના પર મા પટ્ટધર સિંહપ્રભસૂરિનો જન્મ સં. ૧૨૮૩ માં ગુજરાતના વિજાપુર નગરમાં થયો હતો. તેમના પિતાનું નામ અરિસિંહ તથા માતાનું નામ પ્રીતિમતી હતાં. કવિવર કાન્ત ગચ્છનાયક ગુરુરાસ’માં વર્ણવે છે : તાસ પદિ ઉજજોય કરો, ગણહર સિંહપ્રભસૂરિ, સિંહપરાક્રમિ દવડિઉ એ મયણુ મહા ગજ દૂરિ. ૬૮ વીજાપુરિ અરસીંધ ધરે પિયમઈ ઊરિ ઊપનું, સંવત બાર તિઆસીયએ જાસ જમ્મુએઈ ધનુ. ૬૯ પપ૧. મુનિ લાખાકૃત ગુપટ્ટાવલીમાં એમનો જન્મ સં. ૧૨૮૦ માં દર્શાવાય છે, તથા એમના પિતા અરિસિંહને મંત્રી કહ્યા છે. શતપદીનાં પદાવલી યંત્રમાં એમના પિતાનું નામ અમરસી છે. તથા તેમનાં નામ આગળ માં બિરૂદ છે, જે મહત્તમનું ટૂંકુ સ્વરૂપ છે. આ ઉપરથી કહી શકાય છે કે તેઓ રાજ્યમાં મેટો હેદ્દો ધરાવતા હશે. પપર. મેરૂતુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં તેમને પોરવાડ જ્ઞાતિના કહ્યા છે જુઓ: ॥ ५१ ॥ श्री सिंहप्रभसूरयः ॥ तदुदंतश्चैवं ॥ गूर्जरात्रे जनपदे वीजापुराभिद्यं नगर विद्यते । तत्रैकः प्राग्वाटज्ञातीयोऽरिसिंहाभिद्यः श्रेष्टी वसतिस्म । तस्य च प्रीतिमत्याख्या भार्या बभूव । अथ तौ दंपती जैनधर्मध्यानरती निज समयं गमयामासतुः । सांसारिक सुखानि विलसतोस्तयोः १२८३ संवत्सरे एकः सुतो बभूव । तस्य सिंधजिदित्यभिधानं पितृभ्यां कृतं । પરંતુ આ વિધાન બબર નથી. અન્ય પ્રમાણેને આધારે તેઓ શ્રીમાળી જ્ઞાતિના હતા. ઉક્ત પટ્ટાવલીયંત્રમાં પણ એમને શ્રીમાળી જ્ઞાતિના દર્શાવાયા છે. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં વર્ણવે છે – વિજાપુરશ્મિ પત્તા સિરિસે સિદ્ધિ નાહ અરસી છે, પીઈઈ તસ ભજજ સીહ સુઓ કેયર સીંહનિહે. ૫૧ આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોરવાડ નહીં, પણ શ્રીમાળી જ્ઞાતિના વણિક હતા. આ વિષે અન્ય પ્રમાણ પણ ઉપલબ્ધ થાય છે. દીક્ષા અને શ્રમણજીવન, ૫૫૩. પદાવલીમાં વિશેષમાં જણાવાયું છે કે પુત્ર સિંહજી પાંચ વર્ષને થતાં જ તેનાં માતાપિતા Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy