________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૧૭ વિદ્યમાન છે, (વિશેષ માટે જુઓ પાટણ જૈન ભંડારગ્રંથ સુચી, ગા. આ. સિ. નં. ૬, પૃ. ૨૮૦–૨૮૧.) કિરા-કિરાતપ
પર ૫. કિરામાં પડેલા દુકાળ વિશે આપણે જોઈ ગયા. મહેન્દ્રસિંદસૂરિના ઉપદેરાથી શ્રેણી આદલાકે દુષ્કાળ પીડિતોને ભારે સાડા કરી તેમને ઉગાર્યા. કિરાનું પ્રાચીન નામ કિરાત મળે છે. તે આજે તો ગામડામાં ફેરવાઈ ગયું છે, છતાં એને પ્રાચીન ઈતિહાસ સમૃદ્ધ છે. બાડમેરથી લગભગ ૧૦ માઈલ દૂર અને જોધપુરથી હૈદ્રાબાદ જતાં ખડીને સ્ટેશનથી લગભગ ૩ માઈલ દૂર હાથમાં ગામની પાડોશમાં તે આવેલું છે. અહીં સુંદર શિલ્પકળાના નમૂના સરખા પાંચ આલીશાન મંદિર છે; એ પૈકી મોટું મહાદેવનું મંદિર છે, તેના રંગમંડપમાં પ્રવેશ કરતાં ચાર શિલાલેખે છે. એ પૈકી એક લેખ મહારાજા કુમારપાલના ખંડિયા રાજા આલ્પણ કરેલું અમારિ-જવવધ ન કરવા સંબંધી આદેશ-શાસન છે. સં. ૧૨૦૯ ના માવદિ ૧૪ ને શનિવાર મહાશિવરાત્રિને દિવસે એ લેખ લખાયા છે. લેખ પરથી જાણું શકાય છે કે કુમારપાલની મહેરબાનીથી રાજા આણદેવને કિરાનપ, લાટીદ અને શિવા તેને બક્ષીસમાં મળ્યાં હતાં. એ ગામોમાં તેણે દરેક માસની સુદી તથા વદિ પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસે કોઈ પણ પ્રકારના જીવને ન મારવા આજ્ઞા કરી તથા જે મનુષ્ય આ આજ્ઞાની અવજ્ઞા કરે તેને સખત શિક્ષા કરવાનું ફરમાન કાઢયું. બ્રાહ્મણો, ધર્મગુઓ, અમાત્યો અને બીજા બધા પ્રજાજનોને એક સરખી રીતે આ શાસનનું પાલન કરવા ફરમાવ્યું. વિશેપમાં કહેવું છે કે જે કોઈ
આ હુકમનો ભંગ કરશે તો તેને પાંચ દુશ્મનો દંડ થશે, પરંતુ તે જે રાજાને સેવક હશે તે એક દ્રશ્ન જ દંડ થશે.
પર ૬. પછી મહારાજા આહણના હસ્તાક્ષર છે અને તેને “મહારાજ પુત્ર કેલ્કણ અને ગજસિંહનું અનુમોદન આપ્યું છે. સાંધિવિગ્રહિક ખેલાદિયે આ હુકમ લખ્યો છે. પણ જણાવવામાં આવ્યું છે કે નાડોલના રહેવાસી પિરવાડ જાતિના શુભંકર શ્રાવકના પુત્ર નામે પૂનિગ અને શાલિગે, કૃપાપૂર્ણ થઈ રાજાને વિનંતિ કરી, પ્રાણિઓને અભયદાન અપાવનારું આ શાસન જાહેર કરાયું. છેવટે આ લેખ કોતરનારનું નામ છે કે જે ભાઈલ કરીને હતું. જુઓ જિનવિજયજીને પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨, લેખાંક ૩૪૬.
પર૭. ઉક્તલેખ ઉપરથી જણાય છે કે અહીં જૈન મહાજનને સારો પ્રભાવ હશે અને જેન - મંદિર પણ ઘણાં હશે, પરંતુ આજે તે ભગ્નાવસ્થામાં છે. સં. ૧૨૯૩ માં કસૂરિએ રચેલા “નાભિનંદન જિનો દ્વાર પ્રબંધ ”થી જણાય છે કે સં. ૧૩૭૧ માં શત્રુંજયને ઉદ્ધાર કરનાર શ્રેષ્ઠી સમરસિંહના આઠમાં પૂર્વજ નામે વેસટ કિરાતકૂપમાં રહેતા હતા. વેટના ચોથા વંશજ સમ્રખણ કિરાતફૂપથી શ્રીમાલ-ભિન્નમાલમાં જઈને વસ્યા. એટલે લગભગ દશમા સૈકામાં આ જિનમંદિર અને જૈનોની વસ્તી સારા પ્રમાણમાં હશે એમ લાગે છે. મહેન્દ્રસિંહરિ અહીં ચાતુર્માસ રહેલા એ સંબંધમાં આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. અંચલગચ્છના શ્રાવકો પણ અહીં પહેલાં સારી સંખ્યામાં હોવા જોઈએ. મહેન્દ્રસિંહસૂરિ–પ્રખર અભ્યાસી
પ૨૮. મહેન્દ્રસિંદસૂરિ પણ એમના ગુરુ અને પૂરગામી પટ્ટધર ધર્મઘોષસૂરિ અને પ્રખર પંડિતની કેટિના અભ્યાસી હતા. એમની પાસે જ એમણે શાસ્ત્રાભ્યાસ કર્યો હત–
ગુસ્વયણ સે લણે વેર ભેણ સંજમં ગિઈ ગુરુ પાસે બહુ સી અવગાડઈ બુદ્ધિ પબ્લારે. ૩૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com