________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૫૧૭. ઉપયુકત કૃતિઓ અને કાર્યો ઉપરથી જાણી શકાય છે કે ભુવન ગમુરિ અંચલગચ્છના ઈતિહાસમાં એક સમર્થ આચાર્ય થઈ ગયા. તપાગચ્છીય સમસુંદરસૂરિ (સં. ૧૪૫૬-૧૫૦૦) જેવા પ્રકાંડ વિદ્વાન જેમને મોહનલાલ દલીચંદ દેસાઈ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ માં યુગકાર તરીકે ઓળખાવે છે, તેમને પણ આતુર પ્રત્યાખ્યાન અવચૂર્ણિ રચવા માટે ભુવનતુંગરિની વૃત્તિનો આધાર લેવો પડ્યો હતો, એ હકીકત ભુવનતુંગરિની અજોડ વિદત્તા સૂચવે છે. આપણે એ પણ જોયું કે જ્યાં સુધી પાયાંગ સાહિત્યને સબંધ છે ત્યાં સુધી થોડાક પાયાગો પર જ ટીકાઓ રચાઈ છે, જેમાં ભુવન, ગરિની ટીકાઓ અત્યંત પ્રસિદ્ધ છે. “બૂદિપનિકા” નામની પ્રાચીન ગ્રંથસૂચિમાં એટલે જ એમની મહત્વની બધી જ કૃતિઓની નોંધ જોવા મળે છે. પાયાંગસાહિત્યની ટીકાઓમાં એમની કટિનું પ્રદાન ગયા–ગાડ્યા વિદ્વાનું જ છે. આ દષ્ટિએ એક સમર્થ ટીકાકાર તરીકે પણ ભુવનતુંગસૂરિનું નામ જૈન ઇતિહાસમાં વિશેષ ઉલ્લેખનીય છે. અંચલગરછના ઈતિહાસમાં તે મંત્રવાદી, પ્રભાવક આચાર્ય તરીકે તેમજ જેનશ્રતના અઠંગ અભ્યાસી કે સારા સાહિત્યકાર તરીકે ભુવનતું ગયુરિનું નામ અવિરમરણીય રહેશે. પ્રેમલાભ-ભક્તિલાભ
૫૧૮. અંચલગચ્છીય શ્રમણ પ્રેમલાભ સં. ૧૨૮૧માં વિદ્યમાન હતા. તેમણે એ વર્ષમાં પ્રેમ લાભ વ્યાકરણ” નામનો ૨૨૨૩ કલેક પરિમાણને વ્યાકરણગ્રંથ રચ્યો. “ જૈન ગ્રંથાવલી ની નોંધ પ્રમાણે આ ગ્રંથની પ્રત જેસલમેરના ભંડારમાં વિદ્યમાન છે. “જિન રત્નકોશમાં . વેલણકરે પણ આ ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. કિન્તુ પ્રો. પી. ર. કાપડિયા “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ઉદ્દાત પૃ. ૪૫ માં આ ગ્રંથને અનુપલબ્ધ ગણે છે. લાભશાખા અચલગચ્છમાં ઘણી જ પ્રાચીન મનાય છે. આ શાખામાં અનેક સાહિત્યકાર થઈ ગયા છે. અઢારમી શતાબ્દીમાં થઈ ગયેલા કવિવર નિત્યલાભનું નામ ખૂબ જ ઉલ્લેખનીય છે. પ્રેમલાભ પણ એજ શાખાના હોય એ સંભવિત છે.
૫૧૯. ભક્તિલાભે “બાલશિક્ષાવ્યાકરણ” નામનો ગ્રંથ રચેલ છે, પરંતુ આ સંબંધમાં વિશેષ જાણી શકાતું નથી. પં. હી. હ. લાલનની નોંધમાંથી જ આટલું જાણી શકાય છે “જૈન ગ્રંથાવલી ” પૃ. ૨૯૮ ને આધારે કહી શકાય છે કે આ વ્યાકરણ ગ્રંથની એક પ્રત જેસલમેરના ભંડારમાં વિદ્યમાન છે. ચંદ્રપ્રભસૂરિ
પ૨૦. ચંદ્રપ્રભસૂરિએ ચંદ્રપ્રભવામી ચરિત્ર રચ્યું. આ ગ્રંથની નોંધ જામનગરની હરજી પાઠશાળાની ટીપમાં છે. આ ગ્રંથ કોઈ અંચલગરછના આચાર્યે રચેલું છે એમ પણ તેમાં જણાવ્યું છે, જુઓ “જૈન ગ્રંથાવલી” પૃ. ૨૩૯. ૫. લાલચંદ્ર ભ. ગાંધીએ પાટણના ભંડારની સૂચિ પૃ. ૨૮ માં આ ગ્રંથને આદિ તથા અંત ભાગ આપ્યો છે. તે ઉપરથી વિશેષ માહિતી ઉપલબ્ધ બને છે. ગ્રંથન આદિભાગ આ પ્રમાણે છે :
नंदउ महि विहिपक्खो चन्दप्पहसूरिधवलक्खो सिरिधम्मसूरि सपक्खो पहाणसाखाइ पणसक्खो ॥१॥ ते धम्मघोपसूरि पहुसूरिपहाणु ते आगमसायर दुत्तर पायर(ड)रयणनिहाणु । ते तिणि पहु थप्पिउ गणहर वीस
ते निजपटि पसरउ काडि वरिस ॥२॥ વિશેષમાં આ ગ્રંથની પ્રત સંપૂર્ણ હવાનું પણ ઉક્ત મૂચિપત્રમાં નેધાયું છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com