________________
૧૧૨
અંચલગ છ દિગ્દર્શન પ્રત્યેક વ્યક્તિને એશ્વર્ય પ્રાપ્ત કરવાનું આકર્ષણ હોય છે. એને પ્રાપ્ત કરવા માટે એ વિવિધ બૌદ્ધિક અને શારીરિક પરિશ્રમ કરતો રહે છે. વિદ્યા, મંત્ર અને યોગની સિદ્ધિઓના ચમકાર એવા જ પ્રયત્નો છે.
૫૭. વિદ્યા અને મંત્રમાં ઘેડે ફરક છે. “વિદ્યા” કંઈક તાંત્રિક પ્રયોગ અને હોમ કરવાથી શિદ થાય છે અને એની અધિષ્ઠાત્રિ સ્ત્રી-દેવતા હોય છે. જ્યારે “મંત્ર” માત્ર પાઠ કરવાથી સિદ્ધ થાય છે અને એના અધિષ્ઠાતા પુરુદેવતા હોય છે. અથવા ગુપ્ત સંભાષણને “મંત્ર” કહેવાય છે. જેનોનાં આગમ સાહિત્યમાં ચમત્કારિક પ્રયોગોના વિષયમાં અનેક નિર્દેશ મળે છે. એમ માનવામાં આવે છે કે ચૌદ પૂર્વેમાં જે દસમો “વિદ્યાનુવાદ” પૂર્વ હતું, એમાં અનેક મંત્ર પ્રયોગોનાં વર્ણન હતાં. પરંતુ એ પૂર્વ આજે ઉપલબ્ધ નથી. એમાંના કેટલાક મંત્ર અને એના પ્રયોગો પરંપરાથી ચાલ્યા આવ્યા. પછીના
માં એ સંગ્રહિત જોવામાં આવે છે. “મણિમંત્રૌપધાનામચિંત્યઃ પ્રભાવઃ' એ ઉક્તિ પણ જૈનચાર્યોએ પ્રમાણિક કરાવી છે. આજે જે આગમ ગ્રંથ પ્રાપ્ત થાય છે એમાંથી “બૃહતકલ્પસૂત્ર'માં કામ, ભૂઈ પાસિણ, પાસિણાપસિણ, નિમિત્ત જેવી ચમત્કારિક વિદ્યાના ઉલ્લેખો મળે છે. “ભગવતીસૂત્ર થી જાણી શકાય છે કે ગોશાલ મહાનિમિત્તના આઠ અંગોમાં પારંગત હતા. એ લેકેનાં લાભ–હાનિ, સુખ-દુ:ખ, જીવન-મરણ ઈત્યાદિ વિશે ભવિષ્યવાણી કરી શકતા હતા. “સ્થાનાંગ સૂત્ર” તેમજ “સમવાયાંગસૂત્ર'માં આ મહાનિમિત્ત શાસ્ત્રને પાપકૃત અંતર્ગત દર્શાવ્યું છે, તે પણ અનેક વિદ્યાઓને નિર્દેશ આગમના ભાષ્ય, ચૂણિ અને ટીકા આદિ સાહિત્યમાં મળે છે. લબ્ધિ અને લબ્ધિધારિઓના ઉલ્લેખ પણ પર્યાપ્ત પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જેમનું નામ જાણવામાં નથી આવ્યું એવા એક જૈનાચાર્ય
અંગવિજા” નામક વિશાલકાય, ૯૦૦૦ ક પરિમાણને ગ્રંથ રચે, ત્યારે આ વિદ્યા અને શાસ્ત્રનું મહત્વ સ્વયં સિદ્ધ થાય છે. પદાવલીઓમાં તે આ વિદ્યાના જાણકારોના અનેક ઉદાહરણે નિબદ્ધ છે. લબ્ધિધારી અથવા તો માંત્રિકામાં કેટલાક જૈનાચાર્યોનાં નામ સુપ્રસિદ્ધ છે. એવી સિદ્ધિઓને કારણે એમણે પ્રભાવક આચાર્યો તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. જૈનાચાર્યોએ રચેલા કથા આદિ અનેક ગ્રંથમાં પણ મંત્રવાદિઓનાં પ્રચુર વર્ણન પ્રાપ્ત થાય છે. “કુવલયમાલામાં જે એક સિદ્ધ પુરુષને ઉલ્લેખ મળે છે, એને અંજન, મંત્ર, તત્ર, યક્ષિણી, યોગિની આદિ દેવીઓ સિદ્ધ હતી. “આખ્યાનકમણિકાશમાં
નું વર્ણન, “ પાર્શ્વનાથ ચરિત'માં ભૈરવનું વર્ણન, “મહાવીર ચરિત માં ઘેરશિવનું વર્ણન, કથારકેશ માં જોગાનંદ અને બલ વિગેરેનાં વર્ણન મળે છે, તે એવી જ મંત્રવિદ્યાના સાધક પુરુષ હતા. “બૃહતકલ્પસૂત્ર” વિધાન કરે છે કે “વિજા મંત નિમિતે હેઉસત્યહૃદંસણાએ.” અર્થાત દર્શન પ્રભાવનાની દૃષ્ટિથી વિદ્યા, મંત્ર, નિમિત્ત અને હેતુશાસ્ત્રનાં અધ્યયન માટે કોઈ પણ સાધુ બીજા આચાર્ય કે ઉપાધ્યાયને ગુરુ બનાવી શકે છે. “નિશીયસૂત્રચૂર્ણિ”માં તે આજ્ઞા આપવામાં આવી છે કે“વિજગ ઉભયં સેવે ત્તિ–ઉભયં નામ પાસત્યા ગિહત્યા, તે વિજ્જા, મંત, જેગાદિ મિત્ત સે” (૧-૭૦) અર્થાત વિદ્યા-મંત્ર અને યુગના અધ્યયનાથે પાસસ્થા સાધુ તેમજ ગૃહસ્થની પણ સેવા કરવી જોઈએ. સ્પષ્ટ છે કે જૈનશાસનની રક્ષાને માટે મંત્ર, તંત્ર, નિમિત્ત જાણવાં જરૂરી હતાં, પરંતુ એનો દુરુપયોગ કરવાનો નિષેધ હતા. આ વિદ્યાના દુરુપયેગને કારણે દંડસ્વરૂ૫ બીજી વિદ્યાઓ ન દેવાના પણ કેટલાક ઉદાહરણો છે. આ તથ્ય સૂચન કરે છે કે વિદ્યાને નિરર્થક પ્રકાશમાં રાખવામાં ખૂબ સાવધાની રાખવામાં આવતી હતી અને શિષ્યની યોગ્યતા જોઈને આ વિદ્યાઓ કેવળ દર્શન પ્રભાવનાની દૃષ્ટિથી જ આપવામાં આવતી હતી. ગ્રંથકાર ભુવનતુંગસૂરિ
૫૦૮. ભુવનતુંગરિનું નામ ગ્રંથકાર તરીકે જૈન ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. પાયાંગ પર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com