SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રસિંહસૂરિ ૧૦૭ નગરમાં શ્રી આદીશ્વરપ્રભુનો જિનપ્રાસાદ કરાવ્ય, શત્રુજય આદિ તીર્થોની સંધસહિત યાત્રા કરી. તથા વિસલપર આદિ ગામોમાં અઢાર લાખ જેટલું દ્રવ્ય ધર્મકાર્યોમાં વાવર્યું. સં. ૧૩૦૦ ની લગભગમાં દહીંથલીના રહેવાસી નરસંગના પુત્ર વર્ધમાનની ગર્ભવતી સ્ત્રી માતાએ સ્વમમાં હાથી જે હોવાથી તેમના પુત્રનું નામ હાથી પાડવામાં આવ્યું. હાથી પિતાનાં પરાક્રમબળે દહીંથલીના વાઘેલા રાજ મંડલીકને મંત્રી થયો અને તેણે અનેક ધર્મકાર્યો કર્યા. ૪૮૩. ભદરમાંથી એવા ઉલ્લેખો મળે છે કે મહેન્દ્રસિંહરિ રાઉ કાડના શાસનકાળ દરમિયાન ઝાલોરમાં પધારેલા તે વખતે ચૌહાણુવંશીય ભીમ નામને રજપૂત તેમને ધર્મોપદેશ સાંભળી જૈનધમી થયો. ભીમના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ચૌહાણગોત્રથી ઓળખાય છે. ભીમે ડેડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું જિનાલય બંધાવેલું. તેને ડેડ ગામનો અધિકાર મળ્યો હોવાથી તેના વંશજો ડોડિયાલેચા એડકથી ઓળખાયા, જે અંગેનો ઉલ્લેખ આપણે આગળ કરી ગયા છીએ. ૪૮૪. ભાવસાગરસૂરિ રચિત “વીરવંશગુર્વાવલી માંથી પણ ભીમનાં નામનો ઉલ્લેખ મળે છે. ભાવસાગરસૂરિ તેને ભીમ નરેન્દ્ર તરીકે ઓળખાવે છે તે એજ વ્યક્તિ સંભવે છે. આચાર્યના ઉપદેશથી તેણે જૈનધર્મ સ્વીકાર્યો અને શ્રી પાર્શ્વભગવાનના જિનપ્રાસાદમાં તેણે શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરી : “સિરિ પાસ ભવણ મળે ભીમ નરિદેણ કદિય પાસ થુઈ.' બેવફણ નગરમાં આ પ્રસંગ બન્યો, જ્યાં આચાર્ય સંઘના આગ્રહથી પોતાના સોળ સાધુના પરિવાર સાથે ચતુર્માસ રહેલા. અહીં આચાર્યે અષ્ટોત્તરી-નીર્થમાળાની રચના કરી તેને સામાયિકમાં કહી. ૪૮૫. ચાતુર્માસ બાદ તેઓએ અન્યત્ર વિહાર કર્યો. એમને વળાવવા ગયેલા ચતુર્વિધ સંધને તથા આચાર્યના શિષ્ય પરિવારને જોઇને માર્ગમાં ભીમસેન નામના દિગબર સાધુએ ગર્વપૂર્વક કટાક્ષ કર્યો કે આ બધી સેના કેના ઉપર ચડી જાય છે ? આચાર્ય તરત જ પ્રત્યુત્તર વાળ્યું કે અમારો સગોત્રી નાગ થયો છે તેના ઉપર !! માત્ર આટલા જ મર્મયુક્ત પ્રત્યુત્તરથી ભીમસેન નિત્તર બની ગયો અને આચાર્યના પ્રભાવથી ચમત્કૃત પામી પરિવાર સહિત એમનો શિષ્ય થયો. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં આ પ્રસંગ આ પ્રમાણે વર્ણવે છે– ચઉહિ સંધેણુ જુઓ તેઓ વળતેય બહુલ પરિવાર, તહ ભીમસેણુ ખમણો સયચ્છત્તો સમુહ મિલિઓ. ૪૬ કસ્સા વહારે ચલિયા પુદ્ર ચંગે તેણુ દપેણ, ગુણ કહંતિ એવં નાઈ અહાણ નાગવિયા. ૪૭ લિયોહમિતિ સીસો જાઓ સપરિછએય સુગુ છું, વિહરતો કણવઈ નરશ્મિ સમુચ્છ એઓ. ૪૮ ૪૮૬. મહેન્દ્રસિંહમૂરિ સોળ સાધુઓના પરિવાર સાથે વિહરતા વિઉત્તડગિરિ પધાર્યા. સંઘે તેમનું બહુમાન કર્યું. ત્યાં કણગિરિને દેગ નામનો બહુ ધનાઢ્ય વ્યવહારી ગુરુના ઉપદેશથી પ્રતિબંધ પામીને શ્રાવક થે. ભાવસાગરસૂરિ નોંધે છે : તસ્થય દેગ નામ કયગિરી બહુલ દશ્વ વિવહારી, મુણિ9ણું ગુરુ વયણું પડિબદ્ધો સાવ જાઓ. ૬ ૪૮૭. તેની બહેનને દગો જૈનધર્મ પ્રત્યેનો અનુરાગ રૂએ નહીં. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં તેને “મિથ્યાત્વી, ધમરહિત, દુમનવાળી, અત્યંત કપ્રિય તથા સાધુ પ્રત્યે દેપભાવ રાખનારી' કહે છે, Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy