________________
૧૦૮
અંચલગચ્છ દિગ્દર્શન એક વખતે ઉત્સવ પ્રસંગે તેણે ઘણા લેકેને ભોજન માટે નિમંયા. સાધુઓ માટે તેણે વિધમિશ્રિત ભોજન તૈયાર કરાવ્યું. સાધુઓને નિમંત્રણ કરતાં તેઓ વહેરવા પધાર્યા અને તેમને તે ભોજન આપવામાં આવ્યું. સાધુઓ ગુપ્તિપૂર્વક પાછા વળ્યા. ધ્યાન પ્રાપ્ત થયેલા મહેન્દ્રસિંહસૂરિએ ધ્યાન ત્યજીને યુક્ત ભજન જોયું એટલે ત્રણવાર રોક્યા. દેદગને આ વાતની ખબર પડતાં તેણે પિતાની બહેનને અટકાવી, ઝેરયુક્ત ભોજન બહાર પાઠવીને, દુઃખિત થઈ બધાને ખમાવ્યા.
૪૮૮. મહેન્દ્રસિંહસૂરિ પુનરપિ ધ્યાન પ્રાપ્ત થયા. શાસનદેવી ચક્રેશ્વરીનું ધ્યાન કરતાં દેવી પ્રત્યક્ષ થયાં, અને સર્વ સાધુઓના વિદ્ગોને નિવારવાનું વચન આપ્યું. આ પ્રસંગ પછી મહેન્દ્રસિંહ સુરિને લેટેત્તર પ્રભાવ વૃદ્ધિગત થશે. ભાવસાગરસૂરિના શબ્દોમાં એ સમગ્ર પ્રસંગ આ પ્રમાણે છે :
તસ્મય ભણી મિચ્છર વાસિણ ધમ્મરહિય દુદમણું, નીવીર કલહપિયા સાહૂણં મચ્છરં વહઈ. અન્ય ઉચ્છવ સમયે નિમંતિયા બેયણે બહુ લેયા, વિસમ્બિર્સ સાહુકમે અસણિજે તયા રદ્ધ. સાહુ નિમંતણ કહણે દેહગહ રણ આગયા મણિશે, દિનં તયા તમનં વિહરિય વલિયાય ગુત્તરીયે. ઝાણુ ગયા ગુરુ રાયા ઝાણું મુત્તણું ઉદિયા જાવ, તિય વાર ભવિયા દિદં વિસમ્મિસિયં ભd. તત્તે દેગ કહેણું ભઈણીયે વિલસિયંવ તેણવિ, સવ્વ બહિ પરિઠવિર્ય ઉમ્મણ દુમણે ય ખાઈ પુણરવિ ગુરુ ઝાય ગયા પથડિય ચકકેસરીઈ દેવીએ, દૂરક્રિયાવિ સાહું સવૅ વિધું નિવારેમ.
ઈય કહિય ગણદેવી પયડ પયાવા ગુરણ સુરસરિઓ. ૪૮૯. આવો જ પ્રસંગ ધમપરિનાં જીવન વૃત્તમાં પણ નોંધાયો છે, જે વિષે આપણે જોઈ ગયા. એવી જ રીતે ભીમસેન નામના સાધુને માર્મિક પ્રત્યુત્તરથી પરાજિત કરી મહેન્દ્રસિંહરિએ એમને તેમના પરિવાર સહિત પિતાને શિષ્ય કર્યો. એવો જ પ્રસંગ ધમધેપમૂરિના સંબંધમાં પણ આપણે જે. પ્રો. રવજી દેવરાજે મેરૂતુંગસૂરિ કૃત લઘુતપદીનું ભાષાંતર પ્રકટ કર્યું છે, તે આધારે ઉક્ત બન્ને પ્રસંગે ધર્મસૂરિનાં જીવનમાં બન્યા હોવાનું જણાય છે. ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીને આધારે એવા જ બે સમપૅણ પ્રસંગો મહેન્દ્રસિંહસૂરિનાં જીવનમાં બન્યા હોવાનું પ્રમાણિત થાય છે. આ બન્ને ગ્રંથની માહિતીમાં ઘેડે ફરક સંતવ્ય ગણતાં, ઉક્ત પ્રસંગે એના એ જ જણાય છે, જે વિચારણીય છે.
૪૯. વાચક લાવણ્યચંદ્રની પદાવલી ઉપરથી જાણી શકાય છે કે મહેન્દ્રસિંહસૂરિએ પૃથ્વીચંદ્ર નામના રાજાને પ્રતિબંધ આપી જૈનધર્માનુરાગી બનાવ્યો હતો. મહેન્દ્રસિંહસૂરિએ પિતાના વાણી પ્રભાવથી કે તર્કશક્તિથી અનેકનાં ગર્વનું ખંડન કર્યું હતું એમ પણ એ પટ્ટાવેલીના ઉલ્લેખથી સુચિત થાય છે. વાચક લાવણ્યચંદ્ર નેધે છે: તતઃ પૃવંતમિધ નૃપત્તિ સોબનપદુહંક્રાતિ પાપતિજોવો નત નવા 1 આ નૃપતિ કયાંને હતા, કોણ હતા વગેરે જાણી શકાતું નથી. આ નામના અનેક રાજાઓ થઈ ગયા હોઈને તે વિષે સ્પષ્ટ નિર્ણય કરવો કાષ્ટસાધ્ય છે. ઉપદેશ મહેન્દ્રસિંહસૂરિ સાથેના આ નૃપતિના સમાગમ અને અન્ય પ્રસંગે વિષે પ્રકાશ પડે એ જરૂરી છે.
કર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com