________________
૧૦૬
અંચલગચ્છ દિગ્દર્શન ઈત્યાદિ કાર્યો કરનાર મુનિઓનાં ચારિત્રમાં મલિનતાનો સંભવ થાય છે. વળી અમે સાંભળ્યું છે કે તમે કીરાડુના અહાક નામના શ્રાવકને નિમિત્ત કહીને તથા તેનાં ઘરમાં રહેલું નિધાન દેખાડીને કૂવા દાવવા આદિ કાર્યો કરાવેલાં છે, પરંતુ તે સુવિહિત સાધુઓને આચાર કહેવાય નહીં. તમે તો સુવિહિત છે, તેથી તમારે તેના સંબંધમાં આલેયણું લેવી જોઈએ.” ઈત્યાદિ.
૪૭૬. ઉપર્યુક્ત પ્રસંગ અન્ય કોઈ ગ્રંથમાં નથી, માત્ર મેતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાંથી જ એ પ્રસંગ જાણી શકાય છે. એટલે એની પ્રમાણભૂતતા વિશે સ્પષ્ટતાપૂર્વક કહી શકાતું નથી. પઢાવેલી નિર્દેશિત અનેક બાબતો સંશોધન માગી લે એવી હોઈને વિચારણીય છે. શ્રેષ્ઠી આહાક
૪૭૭. આલ્ફાકના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. સં. ૧૦૦૭ માં ત્યાંના પરમાર વંશીય રાઉ સમકરણ નામના રાજાને વલ્લભી શાખાના જયપ્રભસૂરિએ પ્રતિબોધ આપી જેન કર્યો હતે. સં. ૧૧૧૧ માં મુસલમાનોએ ભિન્નમાલનો નાશ કરતાં તેના વંશજ રાયા ગાંગા ત્યાંથી નાસી બાહર ગયા. ત્યાં પરમાર વંશીય દેવડ નામના રાજાએ ગાંગારાયના પુત્ર મુનિચંદ્રને “સેલહોત” પદ આપ્યું. મુનિચંદ્રના પુત્ર ગુણચંદ્રને આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી તથા જયસિંહસૂરિની પ્રેરણાથી બાડમેરના સંઘે સં. ૧૨૧૬ માં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યું, જે અંગે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ.
૪૭૮. ગુણચંદ્રના વંશમાં કિરાડુઈ નામનાં ગામમાં આસાની પત્ની ચાંદાદેને આલ્હા નામે પ્રસિદ્ધ પુત્ર છે. ગામમાં સવાસાતસો એ સવાલનાં ઘર હતાં, તેમાં આલ્હાનું ઘર તથા કુટુંબ વડું કહેવાતું. ત્રિવથી દુકાળ વખતે આલ્હાએ દાનશાળા બંધાવીને પહેલે વર્ષો દરરોજનું એક કળશી, બીજે વર્ષે દરરાજનું બે કળશી અને ત્રીજે વર્ષો દરરોજનું ત્રણ કળશી અન્ન આપી ઘણું લેકેને ઉગાર્યો. તેની કીર્તિ સાંભળી પણ સુધાપીડિત આગંતુકે આવતા અને ત્યાંના લોકોને પૂછતા કે અન્ન ક્યાંથી મળે છે? લોકે કહેતાં કે વડેરા આલ્હાની દાનશાળામાંથી મળે છે. ત્યારથી તેના વંશજો વડેરા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
૪૭૯. પં. હી. હું લાલન ગોત્રસંગ્રહમાં નેધે છે કે કેટલાક દિવસે બાદ આહાને ત્યાંના ઠાકોર સાથે અણબનાવ થયો, તેથી રાત્રિએ ઘરમાં દીવો મૂકીને તેઓ ત્યાંથી નાશીને પારકર ગયા. ત્યાંના ચંદ રાણાએ તેમને ઘણું સન્માન આપ્યું તથા તેમને પ્રધાનપદે નિયુક્ત કર્યો. ભદગ્રંથોને આધારે અંચલગચ્છના આ પ્રભાવશાળી શ્રાવક વિષે ઠીક ઠીક જાણી શકાય છે. ધમકાર્યો તથા પ્રકીર્ણ ઘટનાઓ
૪૮૦. મહેન્દ્રસિંહરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં છે. આ વિષેનાં પ્રમાણે આપણને પટ્ટાવલીઓ, પ્રશસ્તિઓ તથા ભગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે, જેનો સંક્ષિપ્ત ઉલ્લેખ વિવક્ષિત છે.
૪૮૧. શ્રીમાળી જ્ઞાતિના છેડાયણ ગોત્રીય જાણશેઠે સં. ૧૨૯૫ માં ઉસ નગરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી એક જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં વીશ જિનેશ્વરોની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવી. જાણશેઠને વંશમાં રાજમાન્ય પુરુષો થઈ ગયા છે. આ વંશના વેલા તથા શિવજીને મોગલ સમ્રાટ શાહજહાં તરફથી ઘણું માન મળ્યું હતું. તેમને શેઠની પદવી પ્રાપ્ત થયેલી. તે બન્ને ભાઈઓ રાણકપુરમાં વસ્યા. અમદાવાદ તથા અન્ય શહેરોમાં તેમણે ઘણું ધન ખરચીને ધર્મકાર્યો કર્યા. તેમના વંશજો “શેઠ ” ઓડકથી પ્રસિદ્ધ થયા.
૪૮૨. પોરવાડ જ્ઞાતિના પુષ્પાયન ગેત્રીય હાથી નામના શ્રેણીએ મહેન્દ્રસિંહ સરિના ઉપદેશથી દહીંથલી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com