SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રસિંહસૂરિ પૂર્વ જીવન પ. મહેશ અંતર્ગત સરાનગરમાં શ્રીમાળી જ્ઞાતીય દેવપ્રસાદના ઘરે તેની પત્ની હીરદેવીની કુખે સં. ૧૨૨૮ માં મહેન્દ્રકુમારને જન્મ થયે, જે પાછળથી મહેન્દ્રસિંહસૂરિનાં નામથી જૈન-ઈતિહાસમાં સુપ્રસિદ્ધ થયા. એમનું બીજું નામ માલ પણ મળે છે. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં એમને એ નામથી જ ઓળખાવે છે. ૪૦. મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મહેન્દ્રસિંહસૂરિનાં પૂર્વજીવન વિષે વિસ્તારથી વર્ણન છે. તેમાં જણાવાયું છે કે મહેન્દ્રકુમાર દેવપ્રસાદ નામે ઔદિચ્ય બ્રાહ્મણ પંડિતને પુત્ર હતું. તે પાંચેક વર્ષ થયે તે અરસામાં ધમધમૂરિ નાગડ ગેત્રીય રૂણ નામના ધનાઢય શ્રાવકના આગ્રહથી સરાનગરમાં ચતુર્માસ રહેલા. આચાર્યના ત્રણ નદિત શિષ્ય વ્યાકરણનો અભ્યાસ કરવા ઉત્સુક હેવાથી પંડિત દેવપ્રસાદ તેમને વ્યાકરણ શિખવતે. બાળક મહેન્દ્ર પણ ઘણીવાર પિતા સાથે ઉપાશ્રયમાં જવા આવવા લાગ્યો. થોડા સમયમાં તે બાળક મુનિઓ સાથે ખૂબ હળીમળી ગયો. તે આચાર્યના ખોળામાં જઈને બેસ, પાત્રા લે, અને બાલસુભગ ક્રિડા કરી બધાને હસાવતે. બાળકની બાલચેષ્ટાઓ તેમજ તેનાં સામુદ્રિક લક્ષણે જોઈ ને આચાર્ય મનમાં વિચારતા કે બાળક ખરેખર, મહાન થવા સજા છે. આવા પ્રતાપી બાળકને શિષ્ય કરવાનું કોને ન ગમે ? ધર્મસૂરિનાં હૈયામાં પણ એ મનીષા અંકુરિતા થઈ, જે રૂણાક શ્રેણી દ્વારા દેવપ્રસાદ અને તેની પત્ની લીરદેવી જાણવા પામ્યાં. પિતાને પુત્ર પ્રવજ્યા અંગીકાર કરે એ પ્રથમ તે માતાને ન રૂછ્યું, પરંતુ ધમધમૂરિના લૌકિક પ્રભાવ અને બાળકનાં ઉજવળ ભાવિને વિચાર કરી તેણે પિતાને વિચાર બદલ્યો. પંડિત તથા પતિ-પત્ની જૈનધર્મનાં અનુરાગી તે બન્યાં જ હતાં, એમાં બાળકનાં ઉજવળ ભાવિની કલ્પના ઊમેરાતાં તેમણે સ્વેચ્છાએ બાળકને ધમધમૂરિને સેંપી દીધો. રાણક શ્રેણી આદિ સંઘે દેવપ્રસાદ અને લીરદેવીને આદર-સત્કાર કર્યો. ૪૬. ઉક્ત પદાવલીમાં આ પ્રમાણે વૃત્તાંત છે. શ્રી મહેન્દ્રસૂર ! તતd I તાધેિ ग्रामे देवप्रसादामिध एक औदिच्यज्ञातीयो द्विजो वसतिस्म। तस्य क्षीरदेव्याभिधाना रम्यरूपाशीलादि गुणगणालंकृता भार्या सीत् । तयोः १२२८ संवत्सरे शुभलक्षणोपेतो महेन्द्राभिधः सुतोऽभवत् । स च देवप्रसादा वेदादि शास्त्रप्रवीणोऽपि पुराणकथावाचनादिभिः कष्टेन स्वाजीविकां करोति । अथैकदा श्री धर्मघोषसूरयो विहरंतस्तत्र ग्रामे समायाताः । तत्रत्य नागडगोत्रीय रूणाभिधे स्येकस्य धनिकस्याग्रह तश्च चतुर्मासी स्थिताः । रूणोऽपि सर्वदा शुभभाववरो गुरूणां भक्तिं तनोति । अथ गुरुभिः प्रथमंदी Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy