________________
અંચલ દિગ્દર્શન
માત્ર એટલું જ જણાવે છે કે ધર્મઘોષસૂરિ ધ્યાનમાં એવું ચિંતવવા લાગ્યા કે આવા વિપમ કાળમાં સાધુઓનો નિર્વાહ કેમ થઈ શકશે ? તે વખતે ધ્યાનના પ્રભાવથી ચકેશ્વરીદેવી પ્રગટ થઈ પ્રતિજ્ઞા લીધી કે હું આજથી વીરપ્રભુનું શાસન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી વિષમ વેળાએ ગને સહાય કરીશ.
૪૩૯. ઉત્સવ પ્રસંગે ભોજનમાં વિષ ભેળવવાનું કારણ જાણી શકાતું નથી. ધર્મઘોષસૂરિએ આ પ્રસંગને ગંભીરતાથી જે. એ ઉપરથી અનુમાન કરી શકાય કે આચાર્ય સાથે રહેલા બત્રીશ સાધુઓને મૃત્યુનાં મુખમાં ધકેલી દેવાનું પડૂયંત્ર ગોઠવાયું હશે. સદ્ભાગ્યે ધર્મસૂરિને આખી હકીકત જાણવામાં આવી અને તેઓ તથા બત્રીશ સાધુઓ બચી જવા પામ્યા. શક્ય છે કે દેદા જૈનધર્મ સ્વીકાર્યો હશે, જે તેની બહેનને રુ નહિ હેય. એ અરસમાં અનેક રાજપૂતોએ જૈનધર્મ સ્વીકારીને ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કર્યો હતો. રણઘેલા કેટલાક રાજપુતોને જૈન ધર્મની અહિંસા ન સમજાઈ હોય એ અહીં સંભવિત જણાય છે. ગસ્પર્ધા ઉક્ત પ્રસંગનું કારણ નહીં હોય, કેમકે ભિન્ન ભિન્ન ગાના આચાર્યો વચ્ચે એ વખતે નેહભાવ પ્રવર્તતા હતા. અનેક રાજપૂતોએ જૈનાચાર્યોના ધર્મોપદેશનું શ્રવણ કરીને જૈનધ અંગીકાર કરેલો એ વાત વિધમીને ખૂંચતી હતી એ એક એતિહાસિક સત્ય છે. એના અનુપંગમાં ઉક્ત પ્રસંગ મૂલવવામાં આવે તે સ્વીકાર્ય જણાય એવું છે. પ્રકૃષ્ટ લકત્તર પ્રભાવ
૪૪૦. ધર્મસૂરિના પ્રકૃષ્ટ પ્રભાવનું દર્શન કરાવતા ઘણા પ્રસંગે આપણે જેવા પ્રાચીન ગ્રંથોમાંથી બીજા પણ કેટલાક પ્રસંગે જાણવામાં આવે છે, જે ઉપરથી આચાર્યના લકત્તર પ્રભાવને આપણને પરિચય મળે છે.
૪૪૧. મેરૂતુંગસૂરિ લધુતપદીની પ્રશસ્તિમાં એક પ્રસંગ આ પ્રમાણે નોંધે છે. એક વખતે ધર્મ ઘોષસૂરિના સોળ સાધુઓને કવડિ વગેરે ભાર ઉપાડીને રસ્તે ચાલતા જોઈને એક દિગંબરે મશ્કરી કરી કે આ સૈન્ય કોના ઉપર ચડાઈ કરે છે? ગુએ આ પ્રશ્નનો પ્રત્યુત્તર માર્મિક રમૂજ સાથે આપો કે કઈ સગાત્રી નાગો થયો હોવાનું સાંભળ્યું છે, તેના ઉપર જાય છે ! માત્ર આટલા જ જવાબથી તે દિગંબર સાધુ પરાજિત થઈ ધર્મઘોષસૂરિને પગે પડ્યો !
૪૪૨. પટ્ટાવલીમાંથી ઉલ્લેખ મળે છે કે જાડાપલીય ગચ્છના જયપ્રભસૂરિએ ધર્મઘોષસૂરિના સમયમાં અંચલગચ્છની સમાચારી સ્વીકારી, તથા દિગબરી વીરચંદ્રસૂરિને ધમષમુરિએ વાદમાં છતી અંચલગચ્છની વલ્લભી શાખામાં આચાર્ય પદવી આપી. આ પ્રસંગે ઉપરથી આચાર્યનો અસાધારણ પ્રભાવ સૂચિત થાય છે. ધમષસૂરિના આગમશાસ્ત્રના અગાધ જ્ઞાન સંબંધમાં આપણે નિર્દેશ કરી ગયા. એ જ્ઞાનની સાથે હાજરજવાબીપણું ઉમેરાતાં ધર્મ મુરિની પ્રતિભા વિશેષ દેદીપ્યમાન બને છે.
૪૪૩. આર્યરક્ષિતસૂરિના પરમભક્ત મંત્રી કપર્દી વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. એના વંશજ નાના વિસલ નામના શ્રેષ્ટીએ ધમઘોષસૂરિના ઉપદેશથી પ્રભાવિત થઈ એક લાખ દ્રવ્ય ખરચીને પિતાના એકવીસ મિત્રો સહિત ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધી હતી. બજાણામાં થયેલા થાવર શ્રેષ્ઠીએ લી નામનાં ગામમાં જિનપ્રાસાદ બંધાવ્યો હતો. આ વંશમાં સત્યપુરના કેટલાક વતનીઓ ઈસરાણી એડકથી પણ ઓળખાય છે. એવી જ રીતે પાટણ પાસે મોઢ નગરમાં વસનાર આ વંશના રહિયાશાહના બ્રહ્મશાંતિ નામના પુત્રના વંશજો સં. ૧૯૧૩ થી બ્રહ્મશાંતિની ઓડકથી ઓળખાય છે.
૪૪૪. ધર્મસૂરિના પ્રભાવશાળી શ્રાવકોમાં જેતાશાહનું નામ પણ ઉલ્લેખનીય છે. યશોધન ભણશાલીને તેઓ વંશજ હતા. ભીમાના ભાઈ ભાણુના સંતાને વીસલદેવરાજાના કારભારી હોવાથી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com