________________
શ્રી ધર્મઘોષસૂરિ વીસરિયા મહેતા' કહેવાયા. સં. ૧૨૩૬ માં તે વંશમાં બરડા ડુંગર પાસેના ધુમલી નામના ગામમાં થયેલા જેતા શાહે દોઢ લાખ ટંક ખચાને વાવ બંધાવી. ત્યાંના વિક્રમાદિત્ય રા તરફથી તેને ઘણું માન મળ્યું હતું. તે વાવ જેતાવાવથી ઓળખાય છે. આ વંશમાં શંખેશ્વરિયા એડક પણ થઈ આચાર્ય જયપ્રભસૂરિ
૪૪૫. ધર્મસૂરિના શિષ્ય સમુદાયમાં પ્રભરિ પણ પ્રભાવક આચાર્ય હતા. તેઓ સં. ૧૨૨૪ થી સ. ૧૨ ૬૬ માં વિદ્યમાન હતા. પટ્ટાવલીના ઉલ્લેખને આધારે આપણે જોયું કે જાડાપલ્લીયગચ્છને જયપ્રભસૂરિએ ધર્મસૂરિના સમયમાં અંચલગચ્છની સમાચારી કવીકારી. અંચલગચ્છની સ્થાપનાથી લઈને ધર્મઘોષસૂરિના સમય દરમિયાન ભિન્ન ભિન્ન ગચ્છાના અનેક આચાર્યએ અચલગચ્છની સમાચારીને સ્વીકાર કરેલે, તેમાં દિગબર ઉપરાંત શંખેશ્વર , નાણાવાલગ, નાડોલગરછ, વલભીગ૭, જાડાપલ્લીય-ઝાલેડીગ, પૂનમિયાગચ્છ આદિ ગાનાં નામે ઉલ્લેખનીય છે. ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવતા આચાર્યોએ અંચલગરછની સમાચારી સ્વીકારી એ હકીકતના ઉપલક્ષમાં એક બીજા વચ્ચે નેહભાવ વધારવા, વિચારસંધ નિવારવા, જુદી જુદી શાખાઓ એ અરસામાં અસ્તિત્વમાં આવી. ગછ વ્યવસ્થામાં શાખાઓ વચ્ચેનું સંકલને એક મહત્તવનું અંગ મનાયું છે. સમાન આચારવિચારની અને કેટલેક અંશે સમાન માનસની ભૂમિકા ઊભી કરવામાં શાખાઓની ઉપયોગિતા અભિપ્રેત છે.
૪૪૬. સ. ૧૨૦૮ માં જયસિંહસૂરિએ હસ્તીતુડમાં અનંતસિંહ અથવા અખયરાજને પ્રતિબોધી જેનધમી બતાવ્યું, એ સંબંધમાં આપણે વિચારી ગયા. ૫. લાલન જેન ગેત્રસંગ્રહમાં સં. ૧૨૨૪માં અનંતસિંહને જયપ્રભસૂરિએ પ્રતિબોધ આપીને જૈનધર્મી બનાવ્યા હોવાની સંભાવના પણ સ્વીકારે છે.
૪૪૭. સં. ૧૨૨૪ માં લોલાડાના રાઉત ફણગરને જયસિંહરિએ પ્રતિબધી જૈન કર્યો, તે સંબંધી આપણે જોયું. અન્ય ઉલ્લેખ પ્રમાણે રાઉત ફણગરને જયપ્રભસૂરિએ પ્રતિબોધ આપી જૈનધમાં કરેલ.
૪૪૮. સં. ૧૨ ૬૬ માં ઝાલેરના ચૌહાણવંશીય ભીમે ધર્મસૂરિના ઉપદેશથી ડેડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનને પ્રાસાદ બંધાવ્યો. અન્ય પ્રમાણોને આધારે જયપ્રભસૂરિના ઉપદેશથી તેણે તે જિનપ્રાસાદ બંધાવેલું. આ બધા પ્રમાણે પરથી જયપ્રભસૂરિના પ્રભાવને આપણને પરિચય મળી રહે છે. પ્રતિષ્ઠા કાર્યો
૪૪૯. જીરાપલી તીથની દેવકુલિકા નં. ૪૬ ની પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ પ્રાપ્ત થાય છે.
सं. १२६३ वर्षे आषाढ वदि ८ गुरौ श्री उपकेशज्ञातीय सं. आंबड पुत्र जगसिंह तत्पुत्र उदय भा. उदयादे पुत्र नेणेन अस्य पार्श्वनाथ चैत्ये देवकुलिका कारापिता श्री धर्मघोषसूरेरुपदेशेन श्री धनमेलकार्थे श्रीरस्तु ।
૪૫૦. ઉક્ત મૂર્તિ લેખ ઉપરથી જાણી શકાય છે કે સં. ૧૨૬૩ ના આષાઢ વદિ ૮ ને ગુરૂવારે ઉપકે જ્ઞાતિના સં. અબડના પુત્ર જગસિંહ–ઉદય ભાર્યા ઉદયાદે, તેમના પુત્ર નેણે શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ તીર્થમાં દેવકુલિકા ધમ પસૂરિના ઉપદેશથી ધનમલના અથે કરાવી.
૪૫૧. આ લેખમાં ગચ્છનું નામ નથી, પરંતુ તેમાં જણાવેલા આચાર્ય અંચલગચ્છના ધમષસૂરિજ હોય એ સંભવિત છે. સં. ૧૨ ૬૩ માં ધર્મપરિ રાજસ્થાનના પ્રદેશોમાં બહુધા વિચરતા હતા. કાળક્રમની દષ્ટિથી વિચારતા પણ એ સંભાવના જ ઠીક લાગે છે. કેમકે સં. ૧૨૬૩ માં અન્ય કોઈ ધમધેપમુરિની વિદ્યમાનતા જણાતી નથી.
૪૫૨. છે. ભાંડારકરના સંસ્કૃત હસ્તપ્રત વિનયક અહેવાલ, સને ૧૮૮૩-૮૪, પૃ. ૩૧૯-૨૨, ની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com