SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મષસૂરિ ડેપા, ગોપા એમ ચાર પુત્રે હતા. આસાના રાજુ, ધીરણ થયા. રાજુના લખીએ અને જેતા થયા. લખીઆના આસપાલ, હરગણ થયા. રાજાના ભાઈ ધરણના પાંચ પુત્ર માલા, પંચાણિયા, ભજિયા, ધના અને ધારણ હતા, જેઓ રાજદરબારમાં પ્રસિદ્ધ હતા. માલાના પુત્ર હરાજ, વીજલ, સરવણ થયા. માલાના ભાઈ પંચાણઆ પુણ્યાત્મા હતા. એની સ્ત્રી આસમતીના માખીઓ, કર્મ, ધ થયા. જેઓ પરિચિત-અપરિચિતનું પોષણ કરનારા હતા. પા. ગોપાના વહિયાવટ () મંગિઉ થયા, ડહીની કથિી થયેલા ડેસ, ભાસ, આસારિઓ પ્રસિદ્ધ વ્યક્તિ હતાં. શાહ ડેના પુત્ર લ લું અને એના રાજૂ, આસવંત, દેવાણંદ, ધાર, મણસી અને ચાંપા નામના છ પુત્ર થયા. શાહ ડેરુ પર્યુષણમાં પ્રચુર વ્યય કરતા હતા. હરિયાના વંશમાં પુન્યકાવ ઉલ્લાસપૂર્વક કરવામાં આવતાં હતાં. પંચાલિયાએ ધતલ્હાણ કરી પુણ્યપાર્જન કર્યું. પુણ્યથી જ મનોકામના સિદ્ધ થાય છે. મહાજનોમાં જે ધૂતલંભનિકા વિહેંચી તેનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે. ૪૩૪. પ્રથમ લહાણુ નૌતનપુર, પછી ખિમરાણી, ધુલહેર, મહિમાણે, ખવે, નાગૂરાઈ, આરીખાણે, ખીરસરાના, ગજણે, કોણીએ, ટોડા, બાટાવડી, ડબાસંગ, બેરાજૂ, તૃસિસુરાઓ, કાનાંની, સાંગણ, છીકારી, છિછ સ્થાનમાં ધૃતલહાણ કરી. આગળ પણ હરિયાના વંશમાં મોટા મોટા પુણ્યકાર્યો થયાં. સાત ક્ષેત્રમાં દાન આપવામાં આવ્યું. પીપલીઉ, ડિટીએ, વસઈ, વેદડી, લાખાબાવલ, ડેરા, ચિલા, બેરા, નાગૂરી, પંચાલ, પાડાણિ, ખાવડી ગામમાં દાની પંચાલિયાએ ધલહાણ કરી. પશ્ચિમના મહાજનોમાં પણ ઘી વહેંચ્યું. રાસંગપુર, ઝાંખરિ, બાલાચદેઉ, માંઢ, બીતરી, ગ્રામડી, ખંભાલિયે, સોનારડી આદિ હાલાર દેશમાં લહાણ કરી. ૪૩૫. હરિયાના કુલમાં પાસવીર પણ પ્રધાનપુરુષ થયા. તેમણે અમરકેટમાં યશપાર્જન કર્યું. તેઓ રાજમાન્ય હતા. મસ્થલી મારવાડમાં પણ એમની ઘણી પ્રસિદ્ધિ હતી. એક વિષાપહાર ગાત્ર છે, જેના સાત ગોત્ર થયા. તેમને રાજા રાણા પણ આદર આપતા હતા. હાલાર દેશમાં એમણે મોટાં સુકૃત્યો કરી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. ૪૩૬. ઉક્ત રાસ હરિયાશાહનાં જીવન પર તથા તેમના પૂર્વજો અને વંશ પર પણ ઘણે જ પ્રકાશ પાથરે છે. હરિયાશાહના વંશના સુકૃત્યો વિષે પાછળથી દષ્ટિપાત કરીશું. ઉક્ત રાસની એક અધુરી પ્રત અનંતનાથજી ભંડાર, મુંબઈમાં છે, જે પરથી મોહનલાલ દ. દેશાઈ એ તેને એતિહાસિક સાર ને. એ આધારે ભંવરલાલજી નાહટાએ “હરિયાદશાહ રાસ સાર' નામનો લેખ શ્રી જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૧૯, અંક ૨-૩, પૃ. ૪૩-૪૪ માં પ્રકાશિત કર્યો. આ રાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમકે તે સામાજિક, ધાર્મિક, રાજકીય ઉપરાંત પ્રાચીન ગામ અને નગર સંબંધક વિશ્વસનીય માહિતીઓ પૂરી પાડે છે. ચિતેડમાં વિહાર ૪૩૭. ધર્મઘોષસૂરિએ ચિતોડમાં પદાર્પણ કરી એ પ્રદેશમાં અનેક લેકેને ધર્મ પાળ્યો છે. ચિતોડમાં પણ આચાર્યના અનેક ભક્તો હતા. મેતુંગમરિ લઘુશતપદીની પ્રશસ્તિમાં નોંધે છે કે કયગિરિના દેદાશાહના આગ્રહથી ધર્મઘોષસૂરિ ચિતડમાં પધારેલા. ત્યાં તેની બહેને ઉત્સવ પ્રસંગે ભોજનમાં વિષ ભેળવ્યું. ગુરુને આ વાત ધ્યાનબળથી જાણવામાં આવી અને સદ્ભાગ્યે બત્રીશ સાધુઓ મૃત્યુનાં મુખમાંથી બચી ગયા ! ૪૩૮. આ પ્રસંગે ધર્મઘોષસૂરિનાં મનમાં વિચાર-ઝાવાત જગાવ્યો હશે. મેરૂતુંગમૂરિ લધુતપદીમાં ૧૩ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy