SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અંચલગચ્છ દિગ્દર્શન સુશ્રાવક હરિયા શાહ અને તેના વંશજે. ૪૨૮. પટ્ટાવલી વર્ણવે છે કે ધર્મઘોષસૂરિ લાખણ ભાલાણી નામના ગામમાં પધારેલા તે વખતે ગામના પરમારવંશીય રણમલ્લ નામના ધનાઢય ક્ષત્રિયનો નવો પરણેલે પુત્ર હરિયા સર્પદંશથી મૃતપ્રાયઃ થયેલ. સ્વજને તેને મૃત્યુ પામેલો સમજીને સ્મશાન તરફ લઈ જતા હતા. સ્થગિલભૂમિથી પાછા ફરતા ધમષસૂરિ એમને વિલાપ સાંભળીને તે તરફ ગયા અને શબને જોવાની ઈચ્છા વ્યક્ત કરી, કેમકે પણીવાર સર્પદંશથી મૂળ પામેલા લોકો મૃત્યુ પામ્યા હોય એવા જણાય છે. હરિયાની બાબતમાં પણ એમ જ બન્યું હતું. ધર્મઘોષસૂરિએ ગારૂડીમંત્રથી હરિયાનું વિષ દૂર કર્યું અને તે મછરહિન થયો. હરિયાને સજીવન થયેલે જાણીને તેના સ્વજનો હર્ષિત થયા. રણમલ્લ પ્રભુતિ પરિવારે ધમાલસરિના ઉપદેશથી જૈનધર્મને સ્વીકાર કર્યો. ઝાલેર તથા ભિન્નમાલને સંઘે તેમના પરિવારને સં. ૧૨૯૬માં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દીધો. હરિયાના નામ ઉપરથી તેના વંશજો “હરિયા' ગોત્રથી પ્રસિદ્ધ થયા. તે પછી હરિયા શાહે સં. ૧૨૯૬ માં લાખણુ ભાલાણી ગામમાં શ્રી શાન્તિનાથપ્રભુને પ્રાસાદ બંધાવ્યો, તથા એક વાવ પણ બંધાવી. ૪૨૯. પદાવલીમાં હરિયા વાહના વંશજો વિષે ઉલ્લેખ નથી, પરંતુ તેમાંથી એટલું જ જાણી શકાય છે કે હરિયા શાહની માલ નામની કન્યા હતી જેને દેઢિયા ગોત્રમાં પરણાવી હતી. કર્મવેગે તે બાળ– વિધવા થઈ. તે પછી તે કઠોર તપ કરવા લાગી. એક દિવસ તે કાઉસ્સગ ધ્યાનમાં હતી તે વખતે ઘરમાં આગ લાગી, પણ તે કહેવા છતાં બહાર નીકળી નહીં. તેનાં મૃત્યુ પછી હરિયા અને દેઢિયા ગોત્રના વંશજોએ મામલદેવીને પોતાની ગોત્રજા સ્થાપી. ૪. હરિયા ગોત્રનો ખૂબ જ વિસ્તાર છે અને પાછળથી તેની સહસગણું, કાકા, સાંઈયા, પ્રથલિયા નામની ચાર શાખાઓ થઈ. આ શાખાઓમાં મલિયા, વીજલ, પાંચારીઆ, સરવણ, નપાણી, સાઈયા, પાઈયા, દિન્નાણી, કોરાણી, વકીયાણી, નીકીયાણી, પંચાયાણી, ભાણકાણી, ખેતલાણી, સોમગાણી, સધરાણી, કાયાણી, હરિયાણું, હરગણાણી, પેથડાણી, સાંયાણી, પેિથાણી, આસરાણી, અભરાણી, ઢાસરિયા વગેરે એડકો થઈ. હરિયાગોત્રના વંશજે અનેક ગામોમાં વસે છે. આ વંશમાં અનેક સતીઓ થયેલી છે. આ વંશમાં ઉમરકોટના રહીશ આસર શાહે આસરવસહી નામનો જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં. સં. ૧૭૨૮ માં લઠેરડીના રહીશ આસરે સાભરાઈ અને ડુમરા વચ્ચે આસરાઈ તળાવ બંધાવ્યું. ૪૩૧. પટ્ટાવલી ઉપરાંત “હરિયાશાહ રાસ” પણ પ્રાપ્ત થાય છે, જેમાં ધતદાન કરનાર હરિયા શાહના યશનું વિસ્તૃત વર્ણન છે. તેના પૂર્વજો અને વંશજો વિષે પણ આ રાસમાં અનેક માહિતીઓ આપવામાં આવી છે. “હરિયાદશાહ રાસ’ને સંક્ષિપ્ત સાર નીચે પ્રમાણે છે. ૪૨. સરસ્વતી, શંખેશ્વર, ગોડી પાર્શ્વનાથ અને ગણેશને નમસ્કાર કરીને કવિએ ધતદાન કરનાર હરિયાણાના યશનું વર્ણન કર્યું છે. જુઓ–જે. સ. પ્ર. વર્ષ ૧૯, અંક ૨, ૩, પૃ. ૪૪ માં ભંવરલાલ નાહટાને ‘હરિયાશાહ રાસસાર” નામનો લેખ. ૪૩૩. છત્રીશ રાજમાં પરમાર વંશ પ્રસિદ્ધ છે. આ વંશમાં દધિચંદ્ર-પુત્ર ભણિચંદ્ર-રણમલ પુત્ર હરિયા બહુ દયાળુ થયો. ધમપરિએ હરિયાશાહને સં. ૧૨૬૯ માં પ્રતિબંધ આપો. અને ભાલણપુરમાં એક શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ થયું. હરિયાના ગુણ, સામત અને માંડણનામે પુત્રો હતા. ગુણાના પુત્ર નરી, એના આસર, દેસલ નામે પુત્ર થયા. આસરપુત્ર નકીઆના જસીઆ, ભાણા, રાણા અને પાસડ થયા. જસીઆના હરિયા અને એના નકસ્યા, કોયા, પદમા અને સઢિલ થયાં. કોયાના પુત્ર આસધર, તેના સેમિગ અને વકિયા થયા. સેમિંગના માણિક, પાસદત્ત અને ભજિઆ થયા. માણિકના ખેતલ, સામલ, ખિસ, નમુ અને પંચાયણ નામના પાંચ પુત્રો થયા. ખેતલના આસા, Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy