________________
શ્રી ધર્મઘોષસૂરિ વિજયચંદ્ર, વરસી, પસી, છજુ, ગમુ, રાયમલ, જયમલ, જેસલ અને ગેસલ એમ અગિયાર પુ થયા. તેઓ બધા દિલ્હી આવીને વસ્યા. દેવાણંદ દાદાનો પરિવાર વૃદ્ધિગત થતાં તેના વંશજો “દેવાણંદસખા” ઓડકથી ઓળખાવા લાગ્યા. આ વંશમાં અનેક પ્રસિદ્ધ પુરુષો થયા, જેમનાં સુકૃત્યો વિષે ભગ્રંથમાંથી અનેક ઉલેખ પ્રાપ્ત થાય છે. ઝાલરમાં ધર્મપ્રચાર..
૨૨. એ વખતે ઝાલેર એક સમૃદ્ધ નગર હતું. જૈન ગ્રંથમાંથી આ નગરની પ્રાચીન જાહોજલાલી જાણી શકાય છે. અનેક ગચ્છોના આચાર્યોએ આ પ્રદેશમાં પદાર્પણ કરી અનેક લોકોને ધર્મબંધ પમાડયો હતો. ધર્મપરિ પણ આ પ્રદેશમાં વિચર્યા હતા તથા અનેકને પ્રતિબોધ આપી જૈનધર્મને ત્યાં સુંદર પ્રચાર કર્યો હતે.
૪૨૩. ધર્મપરિના પૂરગામી પદધર જયસિંહસૂરિના ઉપદેશથી જૈનધમાં થયેલા દેવડ નામના ચાવડા રજપૂતના પુત્ર ઝામરે ઝાલેરમાં એક લાખ સિતેર હજાર ટંક ખરચીને શ્રી આદિનાથ પ્રભુનો મનોરમ જિનપ્રાસાદ બંધાવેલ, આખા દેશમાં વસ્ત્રાદિની લહાણ કરી તથા ધણુ બંદીઓને મુક્ત કરેલા. ઝામરના પુત્ર દેઢિયાધી તેના વંશજોનું દેઢિયાગોત્ર થયું એ વિશે આપણે ઉલ્લેખ કરી ગયા.
૪૨૪. ધમપરિનાં આધ્યાત્મિક શાસન દરમિયાન સં. ૧૨૫૨ માં પૂર્વ દિશાના કાન્તિ નામના નગરમાં દહિયા રજપૂત જ્ઞાતિના ખેમરાજ અને હેમરાજ નામના બે ભાઈઓ અંચલગચ્છના શ્રાવકો હતા. પાછળથી હેમરાજ તે નગરને અધિપતિ છે, અને ખેમરાજ ઝાલોરમાં આવી ત્યાંના રાજા કાન્હડદેની પ્રીતિ પ્રાપ્ત કરી સાયેલા આદિ અડતાલીશ ગામે મેળવ્યાં. તેમના વંશજો પાછળથી ચાલ ત્રથી પ્રસિદ્ધ થયા.
૪૨૫. લાલણજીના પૂર્વજે ઝાલરના અધિપતિ હતા. કાન્હડદેએ ઝાલેરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવેલું.
૪૨૬. સં. ૧૨૬૫ માં ધર્મસૂરિ ઝાલોરમાં પધારેલા તે વખતે ત્યાં ચૌહાણ વંશને બીમ નામનો ક્ષત્રિય આચાર્યને ઉપદેશ સાંભળી જેન ધર્મને અનુયાયી થયો. તેના કુટુંબને ઓશવાળાએ ભેળવી લીધું અને ઓશવાળોમાં ચૌહાણ ગોત્ર સ્થપાયું. ઝાલેરના રાજાએ ભીમને ડોડ ગામમાં અધિકારી પદે નિયુક્ત કરતાં, તે ડડ ગામમાં આવ્યું. ત્યાં તેણે ધર્મસૂરિના ઉપદેશથી શ્રી વાસુપૂજય ભગવાનનું મનોહર જિનમંદિર બંધાવ્યું. પં. લાલન જૈન ગોત્રસંગ્રહમાં તે જિનાલય અંચલગચ્છીય જયપ્રભસૂરિજીના ઉપદેશથી બંધાયું હોવાનું નોંધે છે. સં. ૧૨૬૬ માં ધર્મઘોષસૂરિના ઉપદેશથી તે જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ડેડ ગામથી ભીમના વંશજો “ડેડિયાલેચા એડકથી ઓળખાયા. આ વંશમાં થયેલા વીરા શેઠ ઝાલેરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીને પ્રાસાદ બંધાવ્યો હતો. ચૌહાણ ગોત્રમાં ડોડિયાલેચા ઉપરાંત ગોપાઉત, સુવર્ણગિરા, સંધવી, પાલણપુરા અને સિંધલેરા વગેરે ઓડકો થઈ
૪૨૭. કવિવર કાન્ડ “ગચ્છનાયક ગુરાસમાં ધર્મસૂરિએ બહુ પ્રભૂતિ લોકોને પ્રતિબોધીને ધર્મ પમાડ્યો હોવાનો ઉલ્લેખ કરે છે, જુઓ જાલઉરી પડિબોડીય બીલ્ડ પ્રમુખે ગણુહરિ ધર્મઘોષરિ’ આ ઉપરથી જાણી શકાય છે કે આચાર્યની ધર્મ દેશનાનું શ્રવણ કરીને ઝાલોરમાં અનેક લોકોએ જૈનધર્મ અંગીકાર કર્યો હતો. ઝાલોરમાં ધર્મસૂરિના અસાધારણ પ્રભાવને આ ઉલ્લેખ ઉપરથી પરિચય મળી રહે છે. એ પછી પણ અંચલગરછીય આચાર્યોના ઉપદેશથી ઝાલોરમાં અનેક ધર્મ કાર્યો થયાં, જેનો પ્રસંગેપાત ઉલ્લેખ કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com