________________
૯૨
અચલગચ્છ દિગ્દર્શન
તેમણે સપાદલક્ષ તેમજ ત્રિભુવનગિરિના રાજાને જૈનધર્માનુરાગી બનાવ્યા હતા, એવા ઉલ્લેખ મળે છે. પ્રદ્યુમ્રસૂરિના શિષ્ય અભયદેવસૂરિ દનશાસ્ત્રના ધુરંધર વિદ્વાન હતા. તેમના શિષ્ય ધનેશ્વરસૂરિ ત્રિભુવનગિરિના કમ નામે રાજા હતા. તેમણે દીક્ષા લીધી હોવાના કારણે જ આ પર ંપરાનું નામ રાજગચ્છ પડયું. આ પ્રશ્નવાહનકુળ અને હ`પુરીયગચ્છમાં જયસિંહસૂરિએ શાકંભરીમાં ભારે પ્રસિદ્ધિ મેળવી. એમના શિષ્ય અભયદેવસૂરિ ચારિત્રસૌંપન્ન પ્રભાવક પુરુષ હતા, જેમણે ગાગિરિગ્વાલિયરના રાજા ભુવનપાલને ઉપદેશ આપી, ત્યાંના શ્રી વીરજિનાલયનાં દ્વાર, જે અધિકારીઓએ બંધ કરી રાખ્યાં હતાં, તે ખાલાવ્યાં. એમના ઉપદેશથી મંત્રી શાંતુ મહેતાએ ભરૂચના ‘સમલિકા-વિહાર' પર સ્વર્ણકળશ ચડાવ્યા હતા. રાજા જયસિ ંહને ઉપદેશ આપીને પણ આદિ પ-દિવસમાં અમારિની ઉદ્ઘોષણા કરાવી હતી. તે મહારાજા તેમના પરમ ભક્ત હતો. શાક ંભરીના રાજા પૃથ્વીરાજ ચૌહાણને પત્ર લખીને તેમણે રથ ભારનાં જૈન મ ંદિર પર સ્વણું કળશ ચડાવ્યા. પૃથ્વીરાજ ચૌહાણની રાજસભામાં સ. ૧૨૩૯ માં થયેલા શાસ્ત્રા વિષે આપણે આગળ જોઈ ગયા.
૪૦૫. ખરતરગચ્છ, રાજગચ્છ વગેરે ગચ્છાના આચાર્યોના અજમેર અને શાકંભરીના ચૌહાણ રાજાએ પરના પ્રભાવ વિષે આપણે જોયુ. ત્યાંના રાજાએ પર અચલગચ્છના આચાર્યાંના વિશિષ્ટ પ્રભાવ પણ ઉલ્લેખનીય છે. પટ્ટાવલી વણુવે છે કે ધધાપસૂરિ ઉપાધ્યાય પર્યાયમાં સાંભર નગરમાં પધાર્યાં, તે વખતે ત્યાંના સામત અથવા પ્રથમરાજ તેમને ભક્ત બન્યા. કહેવાય છે કે તે એક વખત શિકારે ગયા હતા, તે વખતે તેને ચિત્તભ્રમ થઈ ગયેલા. ધમ ધોષસૂરિના પ્રભાવથી તે પુનઃ સ્વસ્થ થયા. આથી હર્ષિત થઈ એક હજાર સેાનામહારા તેણે ગુરુને ચરણે ધરી. ગુરુ નિઃસ્પૃહી હાવાથી તેના અસ્વીકાર કર્યો. ધ ધેાપસૂરિના ઉપદેશથી પ્રથમરાજે તેની પત્ની ચાહલદેવી સહિત જૈનધર્મ સ્વીકાર્યાં. ગુરુને ચરણે ધરેલી સાનામહારા એમના પદમહાત્સવ પ્રસ ંગે સ. ૧૨૩૪માં તેમણે ખરચી. ધર્મધારના અસાધારણ પ્રભાવને પરિચય આ પ્રસંગે પરથી આપણને મળી રહે છે.
૪૦૬, ધધાષસૂરિએ શાકંભરીના નૃપતિને પ્રતિમાધ આપી જૈનધર્માનુરાગી બનાવ્યા હોવાના ઉલ્લેખા અચલગચ્છના પ્રાચીન પ્રમાણુગ્રંથામાં અનેક જગ્યાએ છે. લઘુરાતપદીમાં મેરુતુગમૂરિ પણ આ હકીકતના ઉલ્લેખ કરતા કહે છે કે ધર્માધસૂરિએ શાંકભરીના પ્રથમ રાાતે પ્રતિાધી અર્હતપૂર્જા કરાવી. પ્રો. પિટર્સન તેમના સંસ્કૃત હસ્તપ્રત વિષયક ચતુર્થ અહેવાલના પ્રાકથનમાં આ વાતનેા હવાલા આપતા નોંધે છેઃ Merutunga also says that this Dharmaghosa converted · Prathamaraja' in Sakanıbhari.
૪૦૭. મેાહનલાલ દલીચંદ દેશાઈ તથા ભીમશી માણેક, તેમણે લખેલી અચલગચ્છની પટ્ટાવલીઓમાં, પ્રાચીન પ્રમાણાને આધારે, આ હકીકતનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે ધધાપસૂરિએ શાક ંભરી–સાંભર દેશના રાજાને દારૂ અને આહેડા-શિકારનું વ્યસન મૂકાવી શ્રી પાર્શ્વ ભગવાનની પ્રતિમા પૂજતા કીધા.
૪૦૮. શાંકભરીના રાજા પ્રથમરાજે ધધાપરિના ઉપદેશથી ઘણું દ્રવ્ય ખરચીને જિનાલય બંધાન્યુ હોવાના ઉલ્લેખ ભાવસાગરમૂરિ કૃત ‘ ગુર્વાવલી 'માંથી પ્રાપ્ત થાય છે——
વિહરતા સંપત્તો સંભરિ દેમ્નિ પઢમ ભૂપાલે, માહિય જેણ જિણાલયા કરાવિય મનણુદવેણુ.
૨૮
૪૦૯. કવિવર્થી કાન્ત રચિત ‘ ગચ્છનાયક ગુરુરાસ' માં પણ આ અંગે ઉલ્લેખ મળે છે. તેમાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat