SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મઘોષસૂરિ સાંભરનો રાજા ધર્મઘોષમુરિના ઉપદેશથી જૈનધમી બન્યો હોવાનો સ્પષ્ટ નિદેશ છે. જુઓ—સભર રાઉ પડિબેહિ કાઉ જિણ મારગિ સવિદહ.” ૪૧. ધર્મપરિએ પ્રતિબધેલો સાંભરનો રાજ ચૌહાણ વંશને જ . ધર્મ પરિ એ રાજના રાજ્ય પ્રદેશમાં વિચર્યો હશે, અને તેની પધંધામાં માનવંતુ સ્થાન શોભાવ્યું હ. આ સંબંધમાં વિશેષ ઉલ્લેખો પ્રાપ્ત થયા હોત તો રાજસભાઓમાં પ્રવર્તતા જૈનશાસનના વિશિષ્ટ પ્રભાવ વિશે અનેક જ્ઞાતવ્યો પ્રકાશમાં આવત. ખરતરગચ્છ અને રાજગ૭ના આચાર્યોના ચૌહાણે પરના પ્રભાવ વિશે અનેક માહિતીઓ પ્રાપ્ત થાય છે, જે વિષે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. તે વખતે ધર્મઘોષસૂરિના ઉપદેશથી ચૌહાણ વંશના ઘણા રજપૂત જૈનધર્મનુયાયી થયા, જે વિષે હવે પછી ઉલ્લેખ કરીશું. સંઘ નરેન્દ્ર બેહડી સંઘવી. ૪૧૧. પં. લાલન “જૈન ગોત્ર સંગ્રહમાં નોંધે છે કે સં. ૧૨૪૬ માં ધર્મસૂરિ મેહલ ગામમાં ચતુમાસ રહ્યા. તે વખતે તેમનો ઉપદેશ સાંભળીને ડેડિયા જ્ઞાતિના બોહડ રાઉતે કુટુંબ સહિત જૈનધર્મ અંગીકાર કરેલો. બેહડનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યું. તેના વંશજો મહલ, ધણણી અને ખીમલિ ગામમાં વસ્યા અને “બહુલ” અથવા “બેવડસખા” એડથી ઓળખાયા. ૪૧૨. મેરૂતુંગરિ કૃત લઘુતપદીમાં પણ ધર્મ પરિએ ઉડીને પ્રતિબોધ આપ્યો હોવાના સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમાં બેહડને ખીમલિ ગામનો કહ્યો છે. શક્ય છે કે મેડલ, ધણહી અને ખીમલિ એ ત્રણે ગામ નજીકમાં હોય અને ધર્મ પરિ સં. ૧૨૪૬ માં જ્યારે મેહલ ગામમાં ચતુર્માસ રહ્યા, ત્યારે બેહડીએ એમને ઉપદેશ સાંભળીને જૈનધર્મ સ્વીકાર્યો હોય. બીજું, બોહડીને સંધવી પણ કહ્યો છે. ધર્મષસૂરિના ઉપદેશથી બોહડીએ સંધ કાઢ્યો હોય અને સંધવીપદ પ્રાપ્ત કર્યું હોય એ સંભવિત છે. એ અરસામાં સંપ કાઢનારને સંધવીપદ અપાતું. ૪૧૩. મેતુંગરિ વિશેષમાં નોંધે છે કે બેહડીને પાછળથી મંત્રીશ્વર વસ્તુપાલે “સંધ નરેન્દ્ર'નું બિરુદ આપ્યું હતું. આ ટૂંકો ઉલ્લેખ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંત્રીધર વસ્તુપાલ-તેજપાલ જૈન ઇતિહાસમાં જ નહીં, પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પણ અમર પુરુષો થઈ ગયા છે. ગુજરાતને રાજકીય તેમજ સાંસ્કૃતિક દેવજ એમણે ઉન્નત રાખે. એવા વીર પુરૂ દ્વારા પ્રાપ્ત થયેલ “સંધ નરેન્દ્ર”. • નું માના બિરુદ એ બેવડી સંઘવીની ઉજ્જવળ કારકિર્દીની કલગી રૂપે જ હશે. ૪૧૪. એ બિરુદમાં આવતા સંઘ શબ્દ આપણું ધ્યાન સહેજે ખેંચે. વસ્તુપાલ-તેજપાલે અનેક તીર્થસંઘ કાઢેલા. એ વખતે બેડી સંઘવીએ સુંદર કામગીરી બજાવી હશે, અથવા તે મંત્રી બાંધવોએ ૮૪ જ્ઞાતિઓને નિમંત્રીને મોટો સંઘ એકત્રિત કરે એ વખતે બોહડીએ તેમની તરફેણમાં રહી મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હશે એ સંભવિત છે. આ પ્રસંગે દશા-વીશાને ભેદ પડ્યો હોવાની વાત ઘણી જ પ્રચલિત છે. કહેવાય છે કે સાધર્મિક વાત્સલ્યમાં નોતરાં દેતી વખતે એક શેઠને પુત્ર, જે નિધન બની ગયો હતો, તેને નોતરું આપવાનું ભૂલી જવાયું. તેથી તેણે ૮૪ જ્ઞાતિની વિશાળ સભામાં યુક્તિપૂર્વક વાત મૂકી કે–અમે કુલીન છીએ પણ ગરીબ થઈ ગયાના કારણે અમારી વિડંબના કરવામાં આવી છે. વસ્તુપાલ-તેજપાલ વિધવાના પુત્ર છે પણ ધનાઢ્ય છે અને રાજસત્તામાં મહામાત્યપદે છે. તમને જમણ મળે છે એટલે તમને અમારા ગરીબની શી પડી હોય ?' ૪૧૫. શેઠના પુત્રના ‘વિધવા પુત્ર” શબ્દ સભામાં વિજળી જેવો આંચ પેદા કર્યો. હેહા થવા લાગી. પછી તે આ સભામાંથી કેટલાક ઉડીને ચાલવા માંડ્યા. જે ગયા તે “વીશા' કહેવાયા અને જેઓ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy