________________
હૃદય કસોટી પર કસીને જુવે, તથા જિનેંદ્રની સાક્ષી રાખીને તેનાં સિદ્ધાન્તાનુસાર વિચારો કે શું આ પાષણ પ્રતિમા કયારેય પણ પૂજ્ય હોઈ શકે છે? આગળ ઉપર પણ નમન, પૂજન, વિનય, વાત્સલ્ય કરવા ગ્ય પ્રતિમાનું નિરૂપણ કરે છે.
तम्स य करह पणाम सव्वं पुज्जं च विणय वच्छल्लं
जस्स या दससाणाण, अथि धुव चेयणा भावो संत-तस्य च कुरुत प्रणाम, सर्वापूजांच विनय वात्सल्यम यस्य च दर्शन ज्ञान, अस्ति ध्रुव चेतना भावः
બોધ પાહુડ-૧૭ અર્થ-તેને જ પ્રણામ કરે, તેનીજ સર્વ પ્રકારે પૂજા કરે, વિનય તથા વાત્સલ્ય પણ તેનું જ કરો કે જેની પાસે દર્શન, જ્ઞાન તથા ધ્રુવ (અવિનાશી) ચેતનાનાં ભાવોને સદ્દભાવ છે. એ પ્રકાર અહીં સુધીની (બોધપાહુડની લગભગ ૧૯ ગાથા સુધી સમસ્ત ગાથાઓમાં શ્રી સ્વામી કુંદકુંદાચાર્ય મહારાજ કેટલું સ્પષ્ટ કરે છે કે, એક અણસમજુ માણસ પણ તેમની સરલ સમજાવટને સહજમાં હૃદયંગમ (હૃદયમાં ઉતારી લે) કરી શકે છે. હવે અમારા બુદ્ધિમાન પાઠકવૃન્દ “અષ્ટ પાહડ” ગ્રંથ (શ્રી કુન્દ કુન્દ સ્વામી વિરચિત) ને પોતાનાં સામે રાખી અને અમે જે ઉપરની ગાથાઓ આપી છે, તેને અક્ષરેઅક્ષર મેળવી જુવે અને શબ્દાર્થોમાં શ્રી કુંદકુંદાચાર્યની આજ્ઞાની તપાસ કરે કે વાસ્તવમાં તેમણે પાષાણ મતિ–પજનનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com