________________
૧૫૦
સાચા દેવ તેનેજ કહી શકાય, કે જેનામાં સર્વજ્ઞતા હિતેપદેશ અને વીતરાગતા આ ત્રણ ગુણ હોય. હવે વિચાર કરો કે– જે મૂતિને દેવ માની પૂજા કરવામાં આવે છે, તે મૂર્તિમાં ઉપર કહેલ ત્રણમાંથી એક પણ ગુણ છે ખરે? એક પણ ગુણ નથી જ, એમ એક નાનું બચ્ચું પણ કહેશે, તે પછી આવા એક પણ ગુણ વગરની મૂર્તિને પૂજવામાં ફાયદે છે?
પ્રિય બંધુઓ ! આ અનાવશ્યક મૂર્તિપૂજાથી ન તો વીતરાગતા પ્રાપ્ત થાય છે કે ન તે દેવ–પૂજાની પૂતિ થાય છે એટલા માટે હવે આપનું એ કર્તવ્ય છે કે–આ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજાને સાચે શાસ્ત્રીય નિર્ણય આવ્યો છે, અને સાચા જૈન ધર્મ અનુસાર વાસ્તવિક દેવના લક્ષણ સમજી, તે પ્રાપ્ત કરવા અધ્યાત્મિક શાનું વાંચન કરવું, કે જેથી આપને આત્મ કલ્યાણ કરવાને સાચે રસ્તે મળે અને સંસાર બંધનથી હમેશને માટે મુકત થવાય.
દિગમ્બર જન મૂર્તિપૂજા શા માટે અનાવશ્યક છે, તેના કારણે આપીને-ઉપસંહાર કરૂં છું— ૧–શ્રી જિનેન્દ્ર દેવે પિતાના મુખથી મૂર્તિપૂજાને
આદેશ કે ઉપદેશ દીધેલ નથી, તે માટે મૂર્તિપૂજા અનાવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com