________________
૧૫૮
મૂર્તિપૂજક દિગમ્બર સમાજના વિદ્વાને પણ ફક્ત ખેંચતાણ કરીને જ મૂર્તિપૂજાના વિષયની પુષ્ટિ કરે છે. તીર્થકર ભગવાનની સ્પષ્ટ આજ્ઞા તે તેઓ કયાંય બતાવી શક્તા જ નથી. •
સ્થાપના નિક્ષેપથી મૂર્તિપૂજાની સિદ્ધિ તેઓ કરે છે; પણ સમજુ ભાઈઓએ વિચાર કર જોઈએ કે – સ્થાપના નિક્ષેપને આ મૂર્તિપૂજાની સાથે કર્યો સંબંધ છે? જે સ્થાપના નિક્ષેપજ પૂજ્ય હોય તે તેની પહેલાને નામ નિક્ષેપ પણ પૂજ્ય હવે જોઈએ; પરન્તુ નામ નિક્ષેપની પૂજા તે કઈ પણ દિગમ્બર ભાઈ નથી કરતા. તે તેનું કારણ શું ? અને નામ નિક્ષેપ પછી ગણત્રીમાં આવવાવાલે સ્થાપના નિક્ષેપક પૂજ્ય ગણ, તેને અર્થ શું? આ બધી સિદ્ધાન્તીક વાતે પર વિચાર કરવામાં આવે, તે દીવા જેવું દેખાશે કેઆ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિ પૂજા પરાણે– જબરજસ્તીથી ગળે બાંધવામાં આવી છે.
વીતરાગતાને આદર્શ માનીને મૂર્તિપૂજાની આવશ્યકતા બતાવવામાં આવે છે, પણ તે એક ખાટી કલ્પનાજ છે. કેમકે વીતરાગતાને આદર્શ એક જડ પાષાણુની મૂતિ કદાપિ પણ બતાવી શકતી નથી; તેમજ વીતરાગતા પ્રદાન કરવાનું સામર્થ્ય આ જડ પાષાણુ મૂર્તિમાં છે જ નહિ; એટલે મૂર્તિને વીતરાગતાને આદર્શ માન, એ એક બેટી કલ્પના જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com