________________
૧૫૭
થીજ જે શરીરનું આરોગ્ય સચવાઈ રહેતું હોય તે આજે એક પણ દિગમ્બર મૂર્તિપૂજક બિમાર પડત નહિ અને વૈદ્ય-ડોકટરના ખીસાં ભરત નહિ, અને બે હાથ ધજા ઉંચી ચઢાવવા માત્રથી જ જે પુત્ર અને સંપત્તિ થતાં હોત, તે આજે એક પણ દિગમ્બર સંતતિ વિનાને, અન્ન વસ્ત્ર રહિત હોત નહિ; પણ આ બધાં ગ૧૫ાં જ છે. દિગમ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં કેવાં કેવાં ગપ્પાં માર્યા છે, તે મારે અહીં બતાવવા વિચાર હતા, પણ પુસ્તક ધાર્યા કરતાં વધી ગયું હોવાથી તે વાત હું વધારે વિસ્તારથી આપતું નથી. આ ગીપાંઓ ઉપરજ જે હું લખવા બેસું તે પાંચ પાનાનું એક પુસ્તક ભરાઈ જાય.
જે મૂર્તિપૂજાની જરૂરીઆત હેત, તે તીર્થકર, કેવલી, શ્રુતકેવલીક, કુંદકુંદ આદિ મહાન આચાર્યો જરૂર તેમ કહેતા અને મૂર્તિપૂજાનું સમર્થન કરત, પરન્તુ તેઓએ તેમ કર્યું નથી, તેથી ખાત્રી થાય છે કે આ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજાની ત્રણ કાળમાં કોઈ જરૂર નથી. આજે જે ભાઈઓ–પંડિત પિતાના સ્વાર્થ માટે આ અનાવશ્યક ક્વિાને પ્રચાર કરે છે, તેઓ પિતાની મનમાની યુક્તિઓ અજમાવીને આ પ્રથાને કાયમ રાખવા માગે છે, પરંતુ આ વીસમી સદીના સમજુ ભાઈએ તે આ પ્રથાને સ્વીકારતા નથી જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com