________________
જ્ઞાની સમજે તે તેઓ પાપના ભાગી છે. એક તે મિથ્યાભિમાનનું પાપ અને બીજુ ગુરૂની કહેલી આજ્ઞાને ભંગ તેનું પાપ. એ પ્રમાણે મૂર્તિ પૂજનમાં પાપ ઉપાર્જન વિના કલ્યાણ કાંઈ પણ છેજ નહિ. અર્થાત કલ્યાણ જોવામાં આવતું નથી. ગુણના પુજારીનું કર્તવ્ય છે કે ગુણેના ધારકને જ વંદના કરે, આ વિષયમાં શ્રી કુંદકુંદ સ્વામી શું કહે છે તે જુઓ
दसण णाण चरित्ते, तव विणये णिच्चकाल पसत्था एदे दु वंदणोया जे गुणवादी गुण धराण
(દર્શન પાહુડ ૨૩) અર્થ–દર્શન, જ્ઞાન, ચારિત્ર, તથા તપ-વિનયમાં તરબોલ ગુણધારી પુરૂષજ ગુણીજને દ્વારા વંદનીય છે, અન્ય નહિં.
હવે વિચાર કરો કે પ્રતિમા (મૂર્તિ) કે જે અચેતન (જડ સ્વરૂપ) છે, ઉપર કહેલ ગુણે પિકીનાં તેમાં કેટલા ગુણ રહેલા છે? જે ઉકત રત્નત્રયાદિ ગુણેમાંથી એક પણ ગુણ તેમાં નથી તે પછી તે (મૂતિ) કેવી રીતે વંદનીય હોઈ શકે ?
જે આટલું છતાં પણ કોઈ એવી મૂતિને માને, નમન, પૂજનાદિ કિયા તેની સમક્ષ કરે તે તેમાં તેનું બુદ્ધિમાનપણું નથી. ફરી પણ શ્રી કુંદકુંદાચાર્ય મહારાજ દર્શન પાહુડનાં અંતમાં સ્થાવર પ્રતિમાનું સ્વરુપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com