________________
જડ સ્વરૂપ છે તે તે કેવી રીતે વંદનીય થઈ શકે ? નહિ થઈ શકે. તે પછી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરી મૂર્તિપૂજા કેમ કરવામાં આવે છે ? અમારા મૂર્તિપૂજક દિગંબર જૈન ભાઈ અમને કાંતે મૂર્તિમાં મૂર્તિમાનનાં તમામ ગુણ બતાવે અથવા મૂર્તિપૂજા છેડી દીએ, અથવા તે શ્રી કુન્દકુંદાચાર્ય મહારાજની ઉકત ગાથાને અસત્ય છે એમ સિદ્ધ કરી આપે. શ્રી ભગવાન કુંદકુંદાચાર્ય મહારાજ પોતાનો મોક્ષ પાહુડમાં અજ્ઞાની તથા જ્ઞાનીની પરિભાષા કેટલી સ્પષ્ટ સમજાવી રહ્યા છે, જરા અમારા મૂર્તિપૂજક ભાઈ આ ગાથાને સમજણપૂર્વક વાંચે–
अच्चेयण पिचेदा जो, मएणड से हवेइ अएगागी । सेा पुण णाणी भणओ, जो मएणइ चेयणे चेदा ॥
(મેક્ષ પાહુડ ૫૮) અર્થ, અચેતનને જે ચેતન માને છે તે અજ્ઞાની છે, તથા જ્ઞાની તેજ છે કે જે ચેતનને જ ચેતન માને છે.
વિચાર કરવાની વાત છે કે શ્રી કુંદકુંદ સ્વામીની આ આજ્ઞા (જ્ઞાની, અજ્ઞાનીની પરિભાષા) સામે રહેલી છે છતાં પણ જાણી બુઝીને લોકે કેમ ભૂલે છે. આ એક દુર્ભાગ્યની વાત છે કે હાથમાં દીવે છતાં કુવામાં પડી જવું. અરિહંતની તથા સિદ્ધની મૂર્તિ કે જે પ્રત્યક્ષ અચેતન છે, તેને ચેતન માનીને નમસ્કાર પૂજનાદિ કરવાવાળા શ્રી કુંદકુંદ સ્વામીની આજ્ઞાનુસાર તે અજ્ઞાની જ છે, છતાં પણ જે તેઓ પિતાનાં મનમાં પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com