________________
અર્થ—ધર્મનું મૂલ સમ્યગ્દર્શન છે, એમ જિનેન્દ્ર પિતાના શિષ્ય પ્રતિ ઉપદેશ કર્યો છે. એ સમ્યગ્દર્શનને સાંભળી ભવ્ય જીવોએ સમ્યગ્દર્શન હીનને વંદના નહિ કરવી જોઈએ.
અહિં શ્રી કુન્દકુન્દાચાર્ય મહારાજ સમ્યગ્દર્શન હીનને જ ”િ વંદના નહિ કરવી જોઈએ, એમ સમજાવ્યું છે. જ્યારે સમ્યગ્દર્શન હીન આત્મા વંદનીય નહિ તે પછી આત્મા રહિત જડ સ્વરૂપે મૂતિ શું સમ્યગ્દર્શન યુક્ત છે? જે મૂર્તિ સમ્યગ્દર્શન યુક્ત નથી, તે શું તે મૂર્તિ નમસ્કાર કરવા યોગ્ય છે? અથવા નમસ્કાર કરવા સમયે તેમાં સમ્યગ્દર્શન શું આવી જાય છે.? જ્યારે કોઈ સ્થળેથી કોઈ પણ સમયે સમ્યગ્દર્શનનું મૂતિમાં આવવું સંભવિત નથી, તો પછી શા માટે અને શું પ્રયોજનથી મૂર્તિને નમસ્કાર કરવું જોઈએ. તે અમારે મૂતિ પૂજક દિગમ્બર જૈન ભાઈ શા માટે વિના પ્રયોજનની નમસ્કાર, પૂજનાદિ કિયાએ મૂર્તિનાં સામે નિત્ય પ્રતિ કર્યા કરે છે ? શ્રી કુન્દકુન્દ્રાચાર્ય મહારાજની ઉપર કહેલ ગાથાનુસાર અમારે મૂર્તિપૂજક બધુઓએ મૂતિ– પૂજન કરવું છેડી દેવું જોઈએ. સમ્યગ્દર્શન રહિત ભલે ચેતન હોય અથવા તે અચેતન તે સર્વથા અવંદનીય છે. હવે અહિં કોઈ એમ કહેશે કે મૂર્તિમાં સમ્યગ્દર્શન નહિ હોય તે ભલે ન રહ્યું? પણ કદાચ કોઈ બીજો ગુણ હોય તે પણ નમસ્કાર કરે કે નહિ ? તેના ઉત્તરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com