________________
ॐ नमः सिद्धाय દરેક જૈન સિદ્ધાંત મૂર્તિપૂજાથી વિરૂદ્ધ છે.
સમ્યક્ દર્શન એ મેક્ષ માર્ગ માટેની પ્રારંભની સ્થિતિ છે, અને તેજ સમ્યગ્દર્શન આત્માની પિતાની વસ્તુ છે. સમ્યગ્દર્શનનાં નિશ્ચય તથા વ્યવહારરુપથી બે પ્રકારનાં ભેદ છે, નિશ્ચય સમ્યગ્દર્શન તે કેવળ આત્માની સમીપ અથવા તે આત્માની જ વસ્તુ છે, પરંતુ વ્યવહાર સમ્યગ્દર્શન પણ આત્માની નજીક પહોંચાડનારો માર્ગ છે; અર્થાત્ આ વ્યવહાર સમ્યગ્દર્શનનું લક્ષ્ય બિંદુ પણ કેવલ “આત્મા ”જ છે. વ્યવહાર સમ્યગ્દર્શન વાળા પણ વસ્તુનાં “તત્વાર્થ શ્રદ્ધાનં” ની અનુસાર જેમં છે તેમ જ શ્રદ્ધાન કરે છે. “મૂર્તિમાં જિનેંદ્ર અને જિબેંકને મૂર્તિમાં આ પ્રકારની અવળી સવળી શ્રદ્ધા તે વ્યવહારિક સમ્યગ્દષ્ટિથી લાખે કેસ દૂર ભાગે છે, તે તે જે વસ્તુ જે રૂપમાં છે, તેને તેજ રૂપમાં જુવે છે અને જાણે છે, આ પ્રકારે એ સમ્યગ્દર્શન વ્યવહાર અથવા નિશ્ચય રૂ૫ નિર્ણય જેના આત્મામાં થઈ જાય છે તેજ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ સમ્યગદૃષ્ટિ પદજ મોક્ષ માર્ગને પ્રારંભિક માર્ગ છે. સમ્યગ્દર્શનજ ધર્મનું મૂળ છે. આ વાતને પૂજ્ય શ્રી કુંદકુન્દ સ્વામી પોતાનાં અષ્ટપાહુડનાં દર્શન પાહુડમાં કહે છે – दसणमूलो धम्मा, उपइट्टो जिण वरेहि सिस्साण । त सेोऊण सकएणे देसणहीणो ण वंदित्वा ।।२।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com