________________
સ્વ. પૂજ્ય પિતાશ્રી
જન્મ | સંવત ૧૯૨૮ આશ્વિન સુદી ૧૦ વિજયાદશમી પુછેગામ
સ્વર્ગવાસ સંવત ૨૦૦૩ ભાદ્રપદ વદી ૯
બીજાપુર, ( કર્ણાટક )
શાહ માવજી ગાંગજી
- પૂજ્ય પિતાશ્રી,
આપની લાગણીપ્રધાન સ્વભાવ, આપની સરળતા, આપની દુ:ખીઓ પ્રત્યેની કરુણાભાવના, ધાર્મિકવૃત્તિ, આદિ આપનાં સગુણો મારે કીંમતી વારસો છે. આપે ૫૦ વરસની ઉંમરે પહેગામમાં કાપડની દુકાન બંધ કરી મુંબઈ જઈ નોકરી કરી આખા કુટુંબને ઉગારી લીધું. મને પાલીતાણા ગુરૂકુલમાં ભણાવ્યો, મને લાઈને ચડાવ્યો. આપે ઘણા દુ:ખ સહન કર્યા - આપનાં ઉપકારનો બદલો વાળવા અસમર્થ છું. આપે છેલ્લું વૃદ્ધાવસ્થાનું જીવન ભાઇ દલીચંદનાં સાનિધ્યમાં કર્ણાટક બીજાપુરમાં સુખ શાંતિપૂર્વક વિતાવી ત્યાંજ આપ દેવગત થયા. આપના અંતિમ દર્શન સંવત ૨ ૦ ૦૩ માં બીજાપુરમાં થયા. આપનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા. આપની પુન્યસૃતિ આ બુકમાં પ્રકાશીત કરી કૃતાર્થતા અનુભવું છું.
આપના બાળ અમરચંદના વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com