________________
A-૩૦
કરવાના ન્હાને તેને મરાવી નાખવા બે આના અને દેઢ આને આપવાનું જાહેર થયું છે. તે સિવાય પશુધનની કત્તલ ઉપર ખાસ પ્રતિબંધ આવ્યો નથી. આપણા સ્વરાજ્યનું સ્વાધિનચક્ર ગાય છે, તેની રક્ષા માટે હજુ કાંઈ ખાસ થયું નથી, આપણી માનવતા ને બદલે સ્વાર્થીભાવનાને પ્રગટ કરતી આવી હિંસાઓ ચાલુ રાખવામાં આવે છે, પરિણામે જનતામાં કઠોરતા, નિર્દયતા આદિ ભાવો પ્રબળ થાય છે તેનું પરિણામ જેમ પૂજ્ય બાપુજીએ કહ્યું હતું તેમ “જે માકડ મારે તે માણસ મારે તેવું પરિણામ આવે.
દયા ભાવના કેળવ્યા સિવાય અહિંસાની જ્યોતિ પ્રગટશે નહિં. અને ત્યાં સુધી માનવતા સુખ-શાંતિ આનંદ પ્રાપ્ત થઈ શકશે નહિં આ રીતે અહિંસાના સામ્રાજ્યમાં પશ્ચિમાત્ય હિંસાઓ જ્યારે ચાલુ છે ત્યારે આપણું સૌરાષ્ટ્ર રાજ્યમાં એક પછી એક કાયદાઓ અહિંસાની ભાવનાને પોષણ મળે તેવા થાય છે, તે સૈરાષ્ટ્રની શાન વધારવામાં અત્યંત ઉપયોગી થશે.
આપણા સૈારાષ્ટ્રમાં ગવધબંધી-પશુધન રક્ષણ વિગેરે કાયદાઓ થયા છે અને પશુ ઉછેર માટે ખાસ ખાતુ ચલાવવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આપણા પ્રદેશમાંથી નિકાશ થવાની છૂટ રહેશે ત્યાં સુધી આપણે વિકાસ અપૂર્ણ રહેશે. આપણું સુધારેલું પશુધન સૈારાષ્ટ્ર બહાર જઈ મુંબઈ આદિ સ્થળે કત્તલ થઈ જવાનું. થોડા વખત પહેલા છાપામાં વાંચ્યું હતું કે, પાલીતાણું ડીસ્ટ્રીકટમાંથી જાતિવંત ભેસે સૈરાષ્ટ્ર બહાર નિકાસ થાય છે, આનું પરિણામ આપણને નુકશાનમાં આવવા સંભવ છે.
આપશ્રીની દીર્ધદષ્ટિ સિરાષ્ટ્રને નંદનવન બનાવવાની ભાવનામાં સૈારાષ્ટ્રના ચાર પાયા ગાય-ગેવાળ-ખેતી અને ખેડતનું રક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com