________________
A-૨૭
જીવદયાના ભાગીદાર
છરી ફરે પ્રાણી ઉપર, છોડાવવા જે જાય; અભયદાન જીવને દીયે, પહેલું પુન્ય ગણાય. ૧ ભૂખે મરતા પ્રાણી, તરસે જે રિબાય; ભુખ તરસ દુઃખ ટાળતા, બીજું પુન્ય ગણાય. ૨ કુદરતના સંકટ મહીં, જીવો જેહ ફસાય; મદદ કરે સંકટ મહીં, ત્રીજું પુન્ય ગણાય. નિર્બળની રક્ષા કરે, દુઃખીઓને દે હાય; પ્રેમ ધરે જીવો ઉપર, ચોથું પુન્ય ગણાય. ૪ પરબ બંધાવે તાપમાં, ચણ દે ચબુતરામાંય; ધર્મશાળા બંધાવતા, પાંચમું પુન્ય ગણાય. લુલા અંધા ગરીબને, નિરાશ્રીત જે હોય; ગુપ્તદાન દેતાં થકી, છઠું પુન્ય ગણાય. ૬ લક્ષ્મી પામ્યા હોય તે, લેભી નવ થવાય દાન કરે મમતા તજી, સાતમું પુન્ય ગણાય. ૭ જીવદયાના કાર્યમાં, તન-મન-ધન ઘો હાય; મહિમા અભયદાનનો, જગમાં અજોડ ગણાય. ૮ ધર્મ થકી ધન સંપજે, પાપ થકી દુઃખ થાય; વા જેવું ક્ષેત્રમાં, તેવા ફળ લર્ણય. ૮ પરોપકાર કરતાં થકા, જીવ્યા જે જગમાંય; ધન્ય જીવન છે એહનાં, “અમર' પદ સધાય ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com