________________
A-૭
શેઠની ૮ ભેંસે છોડાવવામાં ખુબ કસોટી થઈ–જીવદયા મંડળીમાં એ ખાતે પૈસા હોતા, શેઠને ભેંસે કસાયને ન વેચવા માટે નક્કી થયું હતું. શેઠ લલ્લુભાઈની આજ્ઞાનુસાર હું ઘણાં શ્રીમંતેને ત્યાં જઈ આવ્યું પરંતુ પૈસા મળ્યા નહીં. આમ કરતા કરતા ૨૦ દિવસ વ્યતીત થઈ ગયા. બીજી ભેંસો નીકળવાની તૈયારી હતી. હું મુંઝવણમાં મુકાયે. આ ભેંસોને બે ત્રણ વખત હાથ ફેરવી આવ્યું હતું, આ ભેંસે કસાયને વેચાય તે મારું દીલ કપાય જાય તેમ થયું. શેઠની પાસે એક દીવસની મુદત માગી. શેઠ લલ્લુભાઈને મળ્યો તેઓએ લાચારી બતાવી મારી આંખમાં આંસુ આવી ગયા. હું પેઢી ઉપર આવ્યે ૪-૫ કાગળે લઈ દર્દભરી અપીલ ફેંખો. લખતા લખતા પણ આંસુ કાગળ ઉપર પડી ગયા. તેમાં જણાવ્યું કે-૮ ભેંસે છોડાવવાનાં રૂા. પ૦૦) જીવદયા મંડળીમાં કાલે ૧૨ વાગ્યા સુધીમાં ભરવામાં આવશે તો અને અભયદાન મળશે નહીંતર કત્તલખાને વેચાશે. આ અપીલ દેરાસરેએ ચેડી, મહાજનમાં ચેડી, મને આખી રાત ઊંઘ ન આવી. સવારે વહેલા ઉઠો પૂજાસેવા કરી ૮ વાગે જીવદયા મંડળીમાં ગયે. ત્યાં બે શ્રીમાને લલ્લુભાઈ શેઠ પાસે બેઠા હતા. મને જોઈને બોલ્યા આવ બચ્ચા તારૂં કામ થઈ ગયું છે, રૂપીયા આવી ગયા છે અને ભેસો લઈને પાંજરાપોળમાં મોકલાવી દેવાની છે. હું તે હર્ષભેર દેડ શેઠની પેઢી ઉપર, ત્યાં શેઠની ગાડી રસ્તામાં મળી, શેઠને વાત કરી, ત્યાં શેઠે જણાવ્યું કે ભેંસોને સે ગઈ કાલે કસાયેને થઈ ગયે. હું તે ઉગ્ર બની ગયે, અને જણાવ્યું કે મેં તમને ૧ર વાગ્યાને ટાઈમ આપે છે, તમારાથી કસાયને વેચી જ શકાય નહીં. શેઠ વિચારમાં પડી ગયા, રસ્તે સુજો, ભેંસોને લઈ ગયા હતા, તેમણે મને બે આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com